અજાણ્યા વ્યક્તિ સાથે રોમેન્ટિક ટ્રિપ પર ગઈ યુવતી, ખૂબ મોજ-મજા કરી...પછી?
ટિકટોક પર એક યુવતીએ જણાવ્યું કે કેવી રીતે તે ટિન્ડર પર મળેલા એક અજાણ્યા વ્યક્તિ સાથે મેક્સિકો ફરવા ગઈ. ત્યાં જઈને તેને લાગ્યું કે તેના સંબંધ આગળ વધી શકે છે. પરંતુ ત્યાંથી પાછા ફર્યા પછી યુવકે એવો મેસેજ કર્યો, જેનાથી તેના હોશ ઉડી ગયા છે.
Trending Photos
નવી દિલ્લી: ટિકટોક પર એક યુવતીએ જણાવ્યું કે કેવી રીતે તે ટિન્ડર પર મળેલા એક અજાણ્યા વ્યક્તિ સાથે મેક્સિકો ફરવા ગઈ. ત્યાં જઈને તેને લાગ્યું કે તેના સંબંધ આગળ વધી શકે છે. પરંતુ ત્યાંથી પાછા ફર્યા પછી યુવકે એવો મેસેજ કર્યો, જેનાથી તેના હોશ ઉડી ગયા છે. ટિકટોક પર હાલમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતીએ પોતાના ડેટિંગનો અજીબોગરીબ એક્સપીરિયન્ય શેર કર્યો છે. એબી નામની ટિકટોક યૂઝરે જણાવ્યું કે કેટલાંક દિવસ પહેલાં તેને ડેટિંગ એપ પર એક ક્યૂટ યુવકે લાઈક કર્યું. પછી બંનેએ પોતાના નંબર શેર કર્યા. તેના પછી એબીએ તે અજાણ્યા યુવકને મેક્સિકો જવા માટેની ઓફર કરી.
ટિકટોક પર જવાનો પ્લાન બનાવ્યો:
એબીએ પોતાના ટિકટોક એકાઉન્ટ @abgag1111 પર વીડિયો દ્વારા જણાવ્યું કે મેં વિચાર્યું કે કેમ વિકેન્ડ પર તે યુવક સાથે મેક્સિકો ના જઈ આવું. આ રીતે મારી રજા પણ સારી રીતે પસાર થઈ જશે. પછી તે યુવકે મારી અને તેના માટે ફ્લાઈટ બુક કરી અને અમે ત્યાં જવા માટે રવાના થયા.
કપલની જેમ ફોટો શેર કર્યા:
ડેલી સ્ટારના એક રિપોર્ટ પ્રમાણે મેક્સિકો આવીને એબીએ તે યુવક સાથે અઢળક ફોટો ખેંચાવ્યા અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરી. બોટ ટ્રિપ, સ્વિમિંગ પુલ, બીચમાં મસ્તી વગેરે અનેક ફોટોસ એબીએ શેર કરી. તેને જોઈને લાગી રહ્યું હતું કે જાણે બંને કપલ હોય.
એબીને લાગ્યો મોટો આંચકો:
એબીએ આ ટ્રિપને બહુ એન્જોય કરી. તેને લાગ્યું કે તેની લવ સ્ટોરી સારી રીતે ચાલશે. પરંતુ તેને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તે મેક્સિકોથી પાછી આવી અને તે ક્યૂટ યુવકે તેને મેસેજ કરીને કહ્યું - મેક્સિકો ચાલવા માટે આભાર. પરંતુ આપણે આ રિલેશનને આગળ વધારી શકીશું નહીં.
વીડિયોને ઍક કરોડથી વધારે લોકોએ નિહાળ્યો:
યુવકનો મેસેજ જોઈને એબીનું દિલ તૂટી ગયું. પોતાના આ ડેટિંગ એક્સપીરિયન્સને ટિકટોક પર વીડિયો બનાવીને શેર કર્યો. આ વીડિયોને અત્યાર સુધી 1 કરોડથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ અનેક લોકોએ તેના પર મજેદાર કમેન્ટ્સ પણ કરી છે.
યૂઝરે લખી મજેદાર કમેન્ટ્સ:
એક યૂઝરે લખ્યું કે ફોટો જોઈને તો લાગી રહ્યું હતું કે જાણે તે એકબીજાને બહુ પ્રેમ કરે છે. બીજા યુઝરે લખ્યું આ તો બહુ બેકાર ડેટ થઈ ગઈ. ત્રીજા યૂઝરે લખ્યું કે તને મેક્સિકોની ફ્રી ટ્રીપ તો મળી ગઈ. ચોથા યૂઝરે લખ્યું કે તુ સહી-સલામત તો પાછી આવી ગઈ. તેના પર એબીએ કહ્યું કે ભલે અમારી વચ્ચે રિલેશન નથી. પરંતુ હજુ પણ અમે સારા મિત્ર છીએ. અને અમારી વચ્ચે નફરત કરવા જેવું કંઈ નથી. હજું પણ હું ખુશ છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે