લંડન-અમેરિકાની ઈમારતો જેવું બનશે ગુજરાતનું નવુ સચિવાલય, 100 કરોડનો છે પ્રોજેક્ટ

Gandhinagar Sachivalay : ગાંધીનગરમાં જૂના સચિવાલયની જગ્યાએ બનશે 8 માળનું નવું સચિવાલય....તબક્કાવાર 8 બ્લોક કરવામાં આવશે તૈયાર...પહેલા તબક્કામાં 100 કરોડના ખર્ચે તૈયાર કરાશે 2 બ્લોક....

લંડન-અમેરિકાની ઈમારતો જેવું બનશે ગુજરાતનું નવુ સચિવાલય, 100 કરોડનો છે પ્રોજેક્ટ

Gandhinagar News : ગાંધીનગરનું જૂનું સચિવાલય હવે નવું સચિવાલય બનશે. ગાંધીનગર ના જીવરાજ મહેતા એટલે કે જૂનું સચિવાલય ભવનની જગ્યાએ હવે નવું ભવન બનાવવામાં આવશે. 47 વર્ષ જૂના જીવરાજ મહેતા ભવનમાં આવેલ વિવિધ બિલ્ડીંગ અને  કચેરીઓ ખૂબ જુના અને જર્જરિત થઈ ચૂક્યા હોવાથી આ નિર્ણય લેવાયો છે.

જુના સચિવાલયમાં ક્રમશ 8 બ્લોક તૈયાર કરવામાં આવશે. પહેલા તબક્કામા 100 કરોડના ખર્ચે બે બ્લોક તૈયાર કરાશે. આ માટે ટેન્ડરીંગ પ્રકિયા ટુંક સમયમાં જ શરુ થશે. જુના બિલ્ડીંગ યથાવત રાખી નવું સ્ટ્રક્ચર તૈયાર થશે.

No description available.

નવા બિલ્ડીંગ બની ચુક્યા બાદ જ જુના બિલ્ડીંગ તોડવામાં આવશે. હાલ જુના સચિવાલયમાં 20 બ્લોક આવેલ છે. હાલ ત્રણ માળના બદલે 8 માળનું નવું સ્ટ્રક્ચર બનાવાશે. 

No description available.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરની સ્થાપના 2 ઓગસ્ટ 1965ના રોજ થઇ અને વર્ષ 1971માં પાટનગર ગાંધીનગરની જાહેરાત કરવામાં આવી હતી.

No description available.

1976માં જૂના સચિવાલય એટલે કે ડો. જીવરાજ મહેતા ભવનથી ગુજરાતનો વહીવટ શરૂ કરવામાં આવ્યો. આમ, આ ઈમારતે 47 વર્ષમાં અનેક ચડતી પડતી જોઈ છે. ત્યારે હવે તે નવા વાઘા પહેરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news