અર્દોગને અમેરિકા, ફ્રાન્સ સહિત 10 દેશોના રાજદૂતોને તુર્કીથી કાઢ્યા, જાણો કારણ શું છે?
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને શનિવારે જણાવ્યું હતું કે તેમણે કાર્યકર્તા ઓસ્માન કાવાલાને મુક્ત કરવાને સમર્થન આપનારા 10 પશ્ચિમી રાજદ્વારીઓને હાંકી કાઢવા માટે વિદેશ મંત્રાલયને આદેશ આપ્યો છે. ચાર વર્ષથી જેલમાં રહેલા કવલા પર દેશવ્યાપી વિરોધ પ્રદર્શન માટે નાણાં આપવાનો આરોપ છે.
Trending Photos
ઇસ્તાંબુલઃ તુર્કીએ ઘરેલૂ મામલામાં દખલ આપવાના નામ પર અમેરિકા, ફ્રાન્સ, કેનેડા સહિત 10 દેશોના રાજદૂતોને દેશમાંથી કાઢી નાખ્યા છે. તુર્કીના વિદેશ મંત્રાલયે આ દેશોના રાજદૂતોને પરસોના નોન ગ્રાટા (persona non grata) જાહેર કર્યા છે. તેનો મતલબ છે કે આ રાજદૂત તુર્કી માટે હવે અનિચ્છનીય વ્યક્તિ બની ગયા છે. આ રાજદૂતોને 48થી 72 કલાકની અંદર તુર્કીની સરહદની બહાર જવું પડશે. સામાન્ય રીતે કોઈપણ દેશ રાજદૂતને નહીં પરંતુ બીજા રાજદ્વારીઓને દેશથી કાઢી મુકે છે.
ઉસ્માન કવલાને છોડવાની માંગ કરી રહ્યા હતા રાજદૂત
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયદ અર્દોગને શનિવારે કહ્યુ કે, તેમણે વિદેશ મંત્રાલયને સામાજિક કાર્યકર્તા ઉસ્માન કવલાને છોડવાનું સમર્થન કરનાર પશ્ચિમી દેશોના 10 રાજદૂતોને કાઢવાનો આદેશ આપ્યો છે. કવલા ચાર વર્ષથી જેલમાં છે, તેમના પર 2013માં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોની ફાઇનાન્સિંગ કરવાનો આરોપ છે. તુર્કીની સરકારે તે પણ આરોપ લગાવ્યો કે 2016માં થયેલા નિષ્ફળ તખ્તાપલટની પાછળ પણ ઉસ્માન કવલાનો હાથ હતો, પરંતુ તેમણે આ આરોપોનો હંમેશા ઇનકાર કર્યો છે.
આ 10 દેશોના રાજદૂતોને તુર્કી છોડવું પડશે
18 ઓક્ટોબરના રોજ સંયુક્ત નિવેદનમાં કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સના રાજદૂતોએ કવલાની મુક્તિની હાકલ કરી હતી. આ દેશોએ કહ્યું હતું કે કાવલા કેસમાં ન્યાયી અને ઝડપી ઉકેલ લાવવો જોઈએ. જે બાદ તુર્કીના વિદેશ મંત્રાલયે આ તમામ દેશોના રાજદૂતોને બોલાવ્યા અને તેમના નિવેદનને બેજવાબદાર ગણાવ્યા.
અર્દોગને જનસભામાં કરી જાહેરાત
ઉત્તર-પશ્ચિમ તુર્કીના એસ્કીહિર શહેરમાં એક ભાષણમાં એર્દોગને કહ્યું, "મેં મારા વિદેશ પ્રધાનને જરૂરી આદેશો આપ્યા છે." તેને કહ્યું કે આ બાબતમાં શું કરવું જોઈએ. આ 10 રાજદૂતોને એક જ સમયે પર્સના નોન ગ્રાટા જાહેર કરવા જોઈએ. તમારે તેનો તાત્કાલિક ઉકેલ લાવવો પડશે. આ સાથે તેઓ તુર્કીને જાણશે અને સમજી શકશે. જે દિવસે તેઓ તુર્કીને જાણતા અને સમજવાનું બંધ કરશે, તેઓને આ દેશ છોડવો પડશે.
કાવલા સામે શું આરોપ છે?
યુએસ, જર્મન અને ફ્રેન્ચ દૂતાવાસો, વ્હાઇટ હાઉસ અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એર્ડોગનની ઘોષણા પર હજી સુધી કોઈ ટિપ્પણી કરી નથી. કાવલાને ગયા વર્ષે 2013ના વિરોધ પ્રદર્શનો સંબંધિત આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ, આ વર્ષે એર્ડોગનની સરકારે તે નિર્ણયને ઉલટાવી દીધો અને નવા આરોપો સાથે બળવાના પ્રયાસ સાથે સંબંધિત બીજો કેસ ઉમેર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે