BHAVNAGAR: હવે નહીં ભુલાય દવા લેવાનું, એન્જિન્યરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ બનાવ્યું MEDMINDER

વિશ્વ આરોગ્ય સંસ્થા WHO ના મતે વિશ્વમાં 50 % લોકો સમયસર દવા લેતા નથી. ત્યારે ભાવનગરની જ્ઞાનમંજરી એન્જિન્યરિંગ કોલેજના કોમ્પ્યુટર એન્જિન્યરિંગ વિભાગના વિધાર્થીઓ ગોહેલ ધાર્મિક અને ગોહિલ શિવભદ્રસિંહ દ્વારા એક એવું મશીન બનાવ્યું છે

BHAVNAGAR: હવે નહીં ભુલાય દવા લેવાનું, એન્જિન્યરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ બનાવ્યું MEDMINDER

નવનીત દલવાડી, ભાવનગર: વિશ્વ આરોગ્ય સંસ્થા WHO ના મતે વિશ્વમાં 50 % લોકો સમયસર દવા લેતા નથી. ત્યારે ભાવનગરની જ્ઞાનમંજરી એન્જિન્યરિંગ કોલેજના કોમ્પ્યુટર એન્જિન્યરિંગ વિભાગના વિધાર્થીઓ ગોહેલ ધાર્મિક અને ગોહિલ શિવભદ્રસિંહ દ્વારા એક એવું મશીન બનાવ્યું છે કે જે મશીન ક્યાં સમયે કઈ દવા લેવી એ અવાજ દ્વારા જાણ કરશે અને દવા ડિસ્પેન્સ કરશે.

આ મશીન એવા લોકો માટે બનાવામાં આવ્યું કે જે વડીલોને દવા ઓળખવામાં ભૂલ પડતી હોઈ અથવા દવા સમયસર લેવાનું ભૂલી જતા હોઈ તેવા લોકો માટે ઓટોમેટીક દવા સમયસર આપતું મશીન બનાવ્યું છે. વિદ્યાર્થીઓએ આ મશીનનું નામ MEDMINDER રાખ્યું છે. મોટાભાગના વડીલોના સંતાનો નોકરી કરતા હોવાથી ઘરે એકલા રહેતા વડીલોની દવા લેવાની ચિંતા રહેતી હોઈ છે.

આ MEDMINDER મશીન વડીલોના દવા લેવાના સમયે સેટ કરેલી જરૂરી દવા જ ડિસ્પેન્સ કરશે જયારે વડીલ મશીનમાંથી દવા લઇ લેશે ત્યારે એ દવા લઈ લીધી છે એની નોટીફીકેશન મશીન સાથે કનેક્ટ થયેલા મોબાઈલમાં જશે અને જો ડોઝ લેવાનું ભૂલી ગયા હોઈ તો પણ મેસેજ કરશે કે સવાર, બપોર કે સાંજનો ડોઝ બાકી છે.

આ મશીન મોબાઈલ એપ સાથે કનેક્ટ હોવાથી વડીલોના સંતાનો પણ એપ દ્વારા પોતાના ધંધા રોજગારના સ્થળેથી પણ વડીલોએ દવા લીધી છે કે નહિ તે જોઈ શકશે. તેમજ આ મશીન હોસ્પિટલમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. નર્સને દવાના ટાઈમે દર્દીને દવાનો ડોઝ દેવા આવવું પડે છે. MEDMINDER મશીનની મદદથી નર્સને આવવાની જરૂર પડતી નથી. આ મશીન ઓટોમેટીક દવા ડિસ્પેન્સ કરીને આપશે. આ મશીનમાં એક અઠવાડિયાની દવાનો સંગ્રહ કરી શકાય છે અને દવા લેવાના સમયે દવા બહાર આવશે. 

આ મશીન કમ્પ્યુટર એન્જિન્યરિંગ વિભાગના પાચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ દ્રારા પ્રોફેસર પ્રકૃતિ પરમાર અને હેડ ઓફ ડિપાર્ટમેંટ પ્રોફેસર અમિત મારૂ ના માર્ગદર્શન હેઠળ બનાવામાં આવ્યું છે. આ મશીન કોલેજના રોબોટિક લેબમાં આવેલ ૩ડી પ્રિન્ટરની મદદથી બનાવામાં આવ્યું છે . જેમાં કોલેજ ની રોબોટિક લેબ નો ખુબ મહત્વનો ફાળો છે. આવા નવા સર્જન માટે સંસ્થાના એક્ઝીક્યુટીવ ડાઈરેકટર ડૉ.એચ.એમ.નિમ્બાર્ક સાહેબે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news