સરકારી નોકરીની લાલચ આપીને લાખો રૂપિયાની ઠગાઇ કરતો યુવક ઝડપાયો

અમદાવાદ નિકોલ પોલીસે સીબીઆઇ અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરી હતી. તે જ આરોપી અને તેની પત્ની સામે વધુ બે ગુના નોંધાયા છે. અગાઉ ભુજના બે વેપારીઓને ધંધામાં ખોટ આવતા ન્યાય અપાવવાનું કહી લાખો રૂપિયા આ નકલી અધિકારીઓ પડાવ્યા હતા. ત્યારે હવે મોડાસાના બે શિક્ષકો પાસેથી 5.50 લાખ રૂપિયા સરકારી નોંકરી અપાવવાનું કહી પડાવી લીધા. જેને લઇને નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવિજ હાથ ધરી છે.

Updated By: Mar 16, 2019, 08:45 PM IST
સરકારી નોકરીની લાલચ આપીને લાખો રૂપિયાની ઠગાઇ કરતો યુવક ઝડપાયો

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ નિકોલ પોલીસે સીબીઆઇ અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરી હતી. તે જ આરોપી અને તેની પત્ની સામે વધુ બે ગુના નોંધાયા છે. અગાઉ ભુજના બે વેપારીઓને ધંધામાં ખોટ આવતા ન્યાય અપાવવાનું કહી લાખો રૂપિયા આ નકલી અધિકારીઓ પડાવ્યા હતા. ત્યારે હવે મોડાસાના બે શિક્ષકો પાસેથી 5.50 લાખ રૂપિયા સરકારી નોંકરી અપાવવાનું કહી પડાવી લીધા. જેને લઇને નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવિજ હાથ ધરી છે.

આઈબી અને કાર્યપાલક એન્જીનીયર તરીકે નોકરી આવવાનું કહીને શિક્ષક પાસેથી દંપતીએ 28 લાખથી વધુની લાખની ઠગાઈ કરી હોવાની બે ફરિયાદ નિકોલ પોલીસસ્ટેશનમાં નોંધાઇ છે. અરવલ્લીના મોડાસામાં આવેલ એક ગામમાં રહેતા અને શિક્ષક એવા રમેશચંદ્ર પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં મૌલિક ડોંગરેસીયા અને તેના પત્ની હેતલ વિરુદ્ધમાં 23 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી છે. રમેશચંદ્રનો મોટો પુત્ર એમ.ફાર્મ ભણેલો છે. અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. જ્યારે નાનો પુત્ર બીઈ સિવિલમાં અભ્યાસ કરી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે.

મોદી અગેઇન બાદ સુરતમાં હવે ‘મેં ભી ચોકીદાર’ની ટી-શર્ટ મચાવી રહી છે ધૂમ

નાના પુત્રના કાકા સસરા કમલેશભાઈ પટેલે દોઢ વર્ષ પહેલાં નવા નરોડા વિસ્તારમાં આવેલ આશીર્વાદ એવન્યુમાં રહેતા મૌલિક ડોંગરેસીયા સાથે મુલાકાત કરાવી હતી. મૌલિકે પોતાની ઓળખ સરકારી ઓફીસર તરીકે આપી હતી અને સરકારી સચિવમાં મુખ્ય માણસ અને મેટ્રો એન્જીનીયર કમ કોન્ટ્રાક્ટર હોવાનું કહ્યું હતું.

લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસના આ સ્ટાર પ્રચારકો ગજવશે ગુજરાત

વર્ષ 2017માં મૌલિકે કમલેશભાઇ સામે કલાસ વન અધિકારી તરીકે સરકારી નોકરી અપાવવાની વાત કરી હતી નાના પુત્ર હર્ષે આ વાત તેના પિતાને કરી હતી. રમેશચંદ્રએ બાળકોના ભવિષ્ય માટે મૌલિક સાથે મુલાકાત કરી હતી. મૌલિકે પીનાકીનને આઈબીના ઓફિસર તરીકે અને હર્ષ કાર્યપાલક એન્જીનીયર તરીકે નોકરી આપવાની વાત કરી હતી. મૌલિકની વાત પર ભરોસો કરીને રમેશચંદ્રએ તેમને સરકારી નોકરીમાં મૂકી આપવાનું કામ આપ્યું હતું.

 

મૌલિકે પીનાકીનની નોકરી માટે 21 લાખ અને હર્ષની નોકરી માટે 15 લાખ રૂપિયાનો ખર્ચો થશે તેવું કહ્યું હતું. જોકે હર્ષના કાકા સસરાએ ભલામણ કરતા મૌલિકે પીનાકીન માટે 13 લાખ અને હર્ષની નોકરી માટે 10 લાખ રૂપિયા કીધા હતા. સરકારી નોકરી નહિ મળતા રમેશચંદ્રએ મૌલિકને પૂછ્યું હતું. સાહેબ બદલાઈ ગયા છે તેમ કહીને મૌલિક વાત ટાળતો હતો અને થોડાક સમયમાં ઓર્ડર થઈ જશે તેવું કહ્યું હતું. એક મહિનાથી મૌલિક અને હેતલ ફરાર થતા ગઈકાલે રમેશચંદ્રએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. હાલ આરોપી મૌલિક જેલમાં બંધ છે ત્યારે હવે પોલીસ પુરાવા ભેગા કરી તપાસ કરશે.