યૂક્રેન પર ભારતના વલણથી નારાજ થયું બ્રિટન! સાંસદે PM જોનસનને કરી આ અપીલ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પ્રતિબંધોનો દોર જારી રહ્યો છે. વિશ્વના વિવિધ દેશો દ્વારા જ્યાં રશિયા પર પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ હવે ભારતને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. બ્રિટનના એક સાંસદે ભારતને રશિયા વિરુદ્ધ મતદાન ન કરવા બદલ વિદેશી સહાય બંધ કરવા વિનંતી કરી છે.

યૂક્રેન પર ભારતના વલણથી નારાજ થયું બ્રિટન! સાંસદે PM જોનસનને કરી આ અપીલ

લંડનઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પ્રતિબંધોનો દોર જારી રહ્યો છે. વિશ્વના વિવિધ દેશો દ્વારા જ્યાં રશિયા પર પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ હવે ભારતને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. બ્રિટનના એક સાંસદે ભારતને રશિયા વિરુદ્ધ મતદાન ન કરવા બદલ વિદેશી સહાય બંધ કરવા વિનંતી કરી છે.

50 મિલિયન પાઉન્ડની સહાય
ધ ઇન્ડીપેંડેંટમાં છપાયેલા સમાચાર અનુસાર યુકેના સાંસદ જોની મર્સરે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને વિનંતી કરી છે કે ભારતે યુક્રેન પર હુમલો કરવા બદલ રશિયા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) ના પ્રસ્તાવોને વારંવાર ટાળ્યા છે. એવામાં ભારતને મોકલવામાં આવી રહેલી 50 મિલિયન પાઉન્ડથી વધુની વિદેશી સહાય બંધ કરવી જોઈએ.

ડોનેશન સમાપ્ત કરવાનો આવી ગયો સમય
તેને લઇને મર્સરે આ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે બ્રિટને ભારતને જનાર આ દાન સમાપ્ત કરી દેવું જોઈએ, કારણ કે તેના ઘણા કારણો છે. મર્સરે કહ્યું કે આપણે ભારતને વિદેશી સહાય તરીકે 55.3 મિલિયન પાઉન્ડ આપી રહ્યા છીએ. હું વિદેશી સહાયનો પ્રબળ સમર્થક છું અને આ સરકાર દ્વારા તેને ઘટાડવાની વિરુદ્ધમાં મત આપ્યો છે. તો બીજી તરફ, જો આપણે પુતિનના સાથીઓ સામે પ્રતિબંધો લાદવાની મંજૂરી આપીએ છીએ, તો આ ચેરિટીને પણ સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે.

રશિયાએ લીધો બદલો
તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે 9મા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. યુદ્ધ બાદ અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે. જો કે હવે રશિયાએ પણ વળતો પ્રહાર શરૂ કરી દીધો છે. રશિયાએ અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે. રશિયાએ અમેરિકાને રોકેટ એન્જિનની સપ્લાય બંધ કરવાનો નિર્ણય લીધો છે. રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસના વડા દિમિત્રી રોગોઝિને આ માહિતી આપી હતી.

રોકેટ એન્જિન સપ્લાય કરશે નહીં
દિમિત્રી રોગોઝિને કહ્યું કે આવી સ્થિતિમાં અમેરિકાને રોકેટ એન્જિન સપ્લાય કરી શકાય નહીં. રશિયાએ હવે 1990 ના દાયકાથી યુ.એસ.ને કુલ 122 RD-180 એન્જિનો પૂરા પાડ્યા છે, જેમાંથી 98 એટલાસને લોન્ચ કરવા માટે પાવર આપવા માટે ઉપયોગમાં લેવાયા હતા. યુએસ પાસે હજુ પણ 24 એન્જિન છે, જેને હવે ટેકનિકલ સપોર્ટ આપવામાં આવશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news