New Formula: 4 દિવસ કામ, 3 દિવસ આરામ, અહીં સુપર હિટ રહ્યો ટ્રાયલ ફોર્મ્યુલા

3 days leave: અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવાની ફોર્મ્યુલા (4 Day Working Concept) અને 3 દિવસની રજાનો કોન્સેપ્ટ સફળ રહ્યો. બ્રિટનમાં તેની શરૂઆત વિશ્વના સૌથી મોટા ટ્રાયલ તરીકે થઈ હતી, જેનો રિપોર્ટ મંગળવારે પ્રકાશિત થયો હતો, આ ટ્રાયલ ખૂબ જ સફળ હોવાનું કહેવાય છે.

New Formula: 4 દિવસ કામ, 3 દિવસ આરામ, અહીં સુપર હિટ રહ્યો ટ્રાયલ ફોર્મ્યુલા

4 Day Working Concept: કેન્દ્ર સરકાર નવા લેબર કોડ(Labour Code) નિયમોને ખૂબ જલ્દી લાગુ કરવા માગે છે. નવા લેબર કોડ મુજબ કર્મચારીઓને 4 દિવસ કામ અને 3 દિવસ રજા અપાશે. એટલે પ્રતિ દિવસ કર્મચારીએ 12 કલાક કામ કરવું પડશે. નવો લેબર કોડ હજુ ભારતમાં હવે લાગું થશે. જો કે બ્રિટેનમાં આવા જ કોડનું ટ્રાયલ કરવામાં આવ્યું. શું આ ટ્રાયલ સફળ થયું કે નહીં આવો જાણીએ આ અહેવાલમાં. 

અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવાની ફોર્મ્યુલા (4 Day Working Concept) અને 3 દિવસની રજાનો કોન્સેપ્ટ સફળ રહ્યો. બ્રિટનમાં તેની શરૂઆત વિશ્વના સૌથી મોટા ટ્રાયલ તરીકે થઈ હતી, જેનો રિપોર્ટ મંગળવારે પ્રકાશિત થયો હતો, આ ટ્રાયલ ખૂબ જ સફળ હોવાનું કહેવાય છે.

આ ટ્રાયલમાં સામેલ મોટાભાગની કંપનીઓએ 4 દિવસનું વર્કિંગ ફોર્મેટ અપનાવવાની જાહેરાત કરી. એટલે કે આ ઓફિસોમાં કામ કરનારાઓને હવે અઠવાડિયામાં 3 રજાઓ મળશે. આ પાયલોટ પ્રોજેક્ટ ગયા વર્ષે જૂનમાં બ્રિટનમાં શરૂ કરવામાં આવ્યો હતો અને વિવિધ ક્ષેત્રોની કુલ 61 કંપનીઓ તેમાં સામેલ થઈ હતી.

પાયલોટ પ્રોગ્રામ બિન-લાભકારી જૂથો 'ફોર ડે વીક ગ્લોબલ', 'ફોર ડે વીક યુકે કેમ્પેઈન' અને ઓટોનોમી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત 3000 જેટલા કર્મચારીઓને માત્ર 4 દિવસમાં ઓફિસની કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેનો 5 દિવસમાં નિકાલ કરવાનો હતો.

આ પ્રયોગને ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના શિક્ષણવિદો તેમજ યુએસની બોસ્ટન કોલેજના નિષ્ણાતોએ નજીકથી નિહાળ્યો હતો. બોસ્ટન કોલેજના રિસર્ચ હેડ પ્રોફેસર જુલિયટ સ્કોરે કહ્યું, 'આ ટ્રાયલના પરિણામો અપેક્ષા મુજબ અલગ-અલગ ઓફિસોમાંથી મળ્યા છે. આ એક નવો પ્રયોગ છે, અને કેટલીક સંસ્થાઓ માટે યોગ્ય દિશા છે.

મોટાભાગની કંપનીઓ ટ્રાયલ અપનાવવાની તરફેણમાં-
ટ્રાયલ રિપોર્ટ અનુસાર, આમાં સામેલ મોટાભાગની કંપનીઓ 4 દિવસના કાર્યકારી નિયમને ચાલુ રાખવા જઈ રહી છે. જો આંકડાઓની વાત કરીએ તો લગભગ 91 ટકા કંપનીઓ 4 દિવસ કામકાજ અને 3 દિવસની રજા અપનાવવા જઈ રહી છે. ટ્રાયલમાં સામેલ માત્ર 4 ટકા કંપનીઓએ કહ્યું કે તેઓ આ ટ્રાયલને અપનાવવાના પક્ષમાં નથી.

કંપનીઓએ આ ટ્રાયલમાં તેમના અનુભવના આધારે 10માંથી 8.5 માર્ક્સ આપ્યા છે. જ્યાં સુધી વ્યાપાર ઉત્પાદકતા અને વ્યવસાય પ્રદર્શનનો સંબંધ છે, આ અજમાયશને 10માંથી 7.5 ગુણ મળ્યા છે. ટ્રાયલનું પરિણામ આવકના મોરચે પણ સફળ રહ્યું છે. ટ્રાયલ દરમિયાનની આવક પણ ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 35 ટકા વધુ હતી.

ફોર ડે વર્ક વીક અભિયાનમાં બેન્કિંગ, માર્કેટિંગ, રિટેલ, ફાઈનાન્સ અને અન્ય ઘણા ક્ષેત્રોના લોકો સામેલ થયા હતા. આ દરમિયાન કર્મચારીઓના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ ઘટી હતી. અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાના સમર્થકોએ કહ્યું કે તેનાથી કંપનીઓના ઉત્પાદનમાં સુધારો થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news