Russia-Ukraine War Live Updates: યુદ્ધ વચ્ચે બેલારૂસમાં વાર્તા શરૂ, શું થશે યુદ્ધવિરામ?

યુક્રેન અને રશિયા વચ્ચે જંગનો આજે પાંચમો દિવસ છે. કિવથી ધડાકા અને ફાયરિંગની અનેક ઘટનાઓ સામે આવી છે. અમેરિકા- બ્રિટન સહિત અનેક દેશો યુક્રેનની મદદ માટે આગળ આવ્યા છે. આ દેશ રશિયા વિરુદ્ધ યુદ્ધમાં યુક્રેનને હથિયારો આપી રહ્યા છે. પરંતુ દુનિયા પર હજુ પણ પરમાણુ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ન્યૂક્લિયર ફોર્સને અલર્ટ કરી દીધી છે. જેના જવાબમાં પરમાણુ નિગરાણી એજન્સીએ એક મહત્વની બેઠક યોજવાનો નિર્ણય લીધો છે. 

Russia-Ukraine War Live Updates: યુદ્ધ વચ્ચે બેલારૂસમાં વાર્તા શરૂ, શું થશે યુદ્ધવિરામ?

Ukraine-Russia War: યુક્રેન અને રશિયા વચ્ચે જંગનો આજે પાંચમો દિવસ છે. કિવથી ધડાકા અને ફાયરિંગની અનેક ઘટનાઓ સામે આવી છે. અમેરિકા- બ્રિટન સહિત અનેક દેશો યુક્રેનની મદદ માટે આગળ આવ્યા છે. આ દેશ રશિયા વિરુદ્ધ યુદ્ધમાં યુક્રેનને હથિયારો આપી રહ્યા છે. પરંતુ દુનિયા પર હજુ પણ પરમાણુ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ન્યૂક્લિયર ફોર્સને અલર્ટ કરી દીધી છે. જેના જવાબમાં પરમાણુ નિગરાણી એજન્સીએ એક મહત્વની બેઠક યોજવાનો નિર્ણય લીધો છે. 

વાતચીત પહેલા જેલેન્સ્કીનું મોટું નિવેદન
બેલારૂસમાં પ્રતિનિધિમંડળની વાતચીત પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેનમાંથી રશિયાની સેના પાછી જાય. યુક્રેનનો દરેક નાગરિક યોદ્ધા છે. મને વિશ્વાસ છે કે જીત અમારી થશે. 

બેલારૂસ પહોંચ્યું પ્રતિનિધિમંડળ
યુક્રેનનું પ્રતિનિધિમંડળ સંવાદ માટે હેલિકોપ્ટરથી બેલારૂસ પહોંચી ગયું છે. થોડીવારમાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત થશે. 

રશિયા સામે લડશે આ દેશના નાગરિક
લાતવિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે સંસદે સર્વસંમતિથી લાતવિયાના નાગરિકોને યુક્રેન જઈને લડવાનો અધિકાર આપ્યો છે. જો તેઓ યુક્રેન જઈને રશિયાની સેના સામે લડવા માંગતા હોય તો લડી શકે છે. 

ઐતિહાસિક વાતચીત
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. આ બધા વચ્ચે મોટો સવાલ એ છે કે શું યુદ્ધનો અંત આવશે ખરો? વાત જાણે એમ છે કે બેલારૂસમાં રશિયા-યુક્રેન વચ્ચે વાતચીત પ્રસ્તાવિત છે. બેલારૂસ તરફથી મંચ પણ તૈયાર છે. આ બેઠક બપોરે 3.30 વાગે હોવાના રિપોર્ટ્સ છે. 

બિન પરમાણુ સ્થિતિ બેલારૂસે ખતમ કરી
જનમત સંગ્રહ કરાવીને બેલારૂસે પોતાની બેન પરમાણુ સ્થિતિને ત્યાગવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. અત્રે જણાવવાનું કે બેલારૂસમાં એક જનમત સંગ્રહે દેશની બિન પરમાણુ સ્થિતિને ખતમ કરનારા એક નવા બંધારણને મંજૂરી આપી. બેલારૂસના કેન્દ્રીય ચૂંટણી પંચના હવાલે ખબર છે કે 65.2 ટકા લોકોએ દેશની બિન પરમાણુ સ્થિતિને ખતમ કરવાના પક્ષમાં મત આપ્યો. 

Russia-Ukraine War Live Updates: યુદ્ધનો આવશે અંત? બપોરે 3.30 વાગે યુક્રેન અને રશિયા વચ્ચે બેલારૂસમાં થશે ઐતિહાસિક વાતચીત

રશિયન કરન્સીમાં કડાકો
યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયા પર અનેક દેશોએ આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે અને તેની અસર પણ દેખાવવા લાગી છે. રશિયાની કરન્સી રૂબેલમાં 30 ટકાનો કડાકો જોવા મળ્યો છે. 

રશિયા સામે હથિયારો હેઠા નહીં મૂકે
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ દેશના રક્ષામંત્રી સાથે એક તસવીર શેર કરી છે અને કહ્યું કે અમે 85 કલાકથી ડટેલા છીએ. કોઈ પણ કિંમતે અમે હથિયારો  હેઠા મૂકવા તૈયાર નથી. યુક્રેનની રાજધાની કિવ તરફથી રશિયાની સેનાનો 5 કિલોીટર લાંબો કાફલો ઝડપથી આગળ વધી રહ્યો છે. કિવ પર રશિયાની સેનાની કબજાની તૈયારી છે. 

રશિયાની મિસાઈલ સિસ્ટમ તબાહ
રશિયાની સેના સામે યુક્રેન ઝૂકવા માટે તૈયાર નથી. યુક્રેનની સેનાએ ડ્રોનથી રશિયાની મિસાઈલ સિસ્ટમને ટાર્ગેટ કરી છે. આ બાજુ અનેક રશિયન બેંકોને SWIFT બેંકિંગ સિસ્ટમથી હટાવવા પર સહમતિ બની ગઈ છે. રશિયાના સેન્ટ્રલ બેંક ઉપર પણ કેટલાક પ્રતિબંધ લાગી શકે છે. 

યુક્રેનમાં મોતનું તાંડવ
કિવ અને ખારકિવમાં ફરીથી ધડાકાના અવાજ સંભળાઈ રહ્યા છે. યુક્રેન તરફથી માહિતી અપાઈ છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 14 બાળકો સહિત 352 નાગરિકો માર્યા ગયા છે. 

Google મેપ લાઈવ ટ્રાફિક ડેટા પર રોક
ગૂગલે યુક્રેનમાં ગૂગલ મેપ લાઈવ ટ્રાફિક ડેટાને અસ્થાયી રીતે રોક લગાવી છે. 

રશિયન નાગરિકોને યુરોપની નાગરિકતા નહીં
યુરોપિયન સિટિઝનશીપ અંગે રશિયાને મોટો ઝટકો લાગ્યો છે. યુરોપિયન યુનિયને રશિયન નાગરિકોને મળનારી યુરોપિયન સિટિઝનશીપ પર રોક લગાવી છે. 

ફીફાએ રશિયાને આપ્યો ઝટકો
ફૂટબોલની આંતરરાષ્ટ્રીય સંસ્થા ફીફા(FIFA) એ રશિયા વિરુદ્ધ આકરું પગલું લીધુ છે. ફીફાએ રશિયામાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચોના આયોજન પર રોક લગાવી દીધી છે. મેચો દરમિયાન રશિયન રાષ્ટ્રગીત ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

પુતિનના આદેશને સ્વીકારી શકાય નહીં
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે કહ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની રશિયાની ન્યૂક્લિયર ફોર્સ જેમાં પરમાણુ હથિયારો, સામેલ છે તેને હાઈ અલર્ટ પર રાખવાનો આદેશ સ્વીકારી શકાય નહીં. તેનો અર્થ એ થયો કે રાષ્ટ્રપતિ પુતિન આ યુદ્ધને આગળ વધારવા માંગે છે અને જે પ્રકારે તે આગળ વધારવા માંગે છે તે અસ્વીકાર્ય છે. આપણે તેમના એક્શનને દરેક પ્રકારે રોકવા પડશે. 

રશિયાના સમર્થનમાં આગળ આવ્યું સાઉદી અરબ
યુક્રેનથી યુદ્ધ વચ્ચે રશિયાને સાઉદી અરબનો પણ સાથ મળ્યો છે. સાઉદી અરબ તરફથી કહેવાયું છે કે તેઓ OPEC PLUS સમજૂતિ માટે પ્રતિબદ્ધ છે. 

રશિયાએ યુએન ચાર્ટરનો કર્યો ભંગ
અમેરિકા તરફથી કહેવાયું છે કે યુક્રેનની પાસે પરમાણુ હથિયારો નથી. રશિયાએ યુએન ચાર્ટરનો ભંગ કર્યો છે. બોમ્બવર્ષા વચ્ચે યુક્રેન વાતચીત માટે તૈયાર છે. રશિયાએ માનવતાને શર્મસાર કરી છે. 

અમેરિકાની રશિયાને ચેતવણી
આ બધા વચ્ચે અમેરિકાએ કહ્યું કે યુક્રેનમાં હુમલા અંગે સતત ખોટું બોલી રહ્યા છે. તેમના વિરુદ્ધ વીડિયો પુરાવા છે. જવાબદારી નક્કી થશે. રશિયા સ્કૂલ હોસ્પિટલોને પણ નિશાન બનાવી રહ્યા છે. રશિયા ન્યૂક્લિયર હુમલા પર નિવેદનબાજી ઓછી કરે. 

NATO ની સેનાની ટુકડી લિથુઆનિયા પહોંચી
યુક્રેનની મદદ માટે નાટોની સેનાની ટુકડી લિથુઆનિયા પહોંચી ગઈ છે. જેમાં નોર્વેના સૈનિકો પણ સામેલ છે. આ બાજુ રશિયન કરિયર Aeroflot એ જણાવ્યું કે યુરોપ જનારી તમામ ઉડાણોને રદ કરી દેવાઈ છે. 

રશિયા-યુક્રેન વચ્ચે આજથી શરૂ થશે વાર્તા
TASS એ એક સૂત્રના હવાલે જણાવ્યું છે કે બેલારૂસમાં આજે રશિયા-યુક્રેન વચ્ચે વાર્તા શરૂ થશે. યુદ્ધ વચ્ચે કોઈ સમાધાન પર પહોંચવા માટે ચર્ચા થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news