UNમાં અમેરિકી દૂત બન્યા બાદ નિક્કી હેલી પ્રથમવાર ભારતના પ્રવાસે, આ મદ્દા પર થશે ચર્ચા
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનમાં મુખ્ય દરજ્જો રાખનારી ભારતીય અમેરિકી નિક્કી અને ભારતીય અધિકારીઓ વચ્ચે વાતચીતના પ્રમુખ મુદ્દામાં ભારત-અમેરિકા રણનીતિક સંબંધ અને મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાક્રમ સામેલ થશે.
Trending Photos
ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી દૂત તરીકે નિક્કી હેલી પ્રથમવાર ભારતના પ્રવાસે જઈ રહી છે. આ બે દિવસીય પ્રવાસમાં તે વરિષ્ઠ ભારતીય અધિકારીઓ, ઉદ્યોગ જગતના દિગ્ગજો અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે અને દેશની સાથે અમેરિકાની મજબૂત ભાગીદારીને રેખાંકિત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનમાં મુખ્ય દરજ્જો રાખનારી ભારતીય અમેરિકી નિક્કી અને ભારતીય અધિકારીઓ વચ્ચે વાતચીતના પ્રમુખ મુદ્દામાં ભારત-અમેરિકા રણનીતિક સંબંધ અને મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાક્રમ સામેલ થશે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી મિશન તરફથી ગઈકાલે જારી મીડિયા રિપોર્ટમાં જણઆવાયું કે, નિક્કી 26 થી 28 જુન સુધી નવી દિલ્હીમાં રહેશે.
આ દરમિયાન તે અમેરિકાના સંયુક્ત મૂલ્યો અને ભારતના લોકોની સાથે મજબૂત સંબંધોને રેખાંકિત કરવા માટે ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, એનજીઓના પ્રમુખો, વિભિન્ન ધાર્મિક સમુદાયો સાથે મુલાકાત કરશે. મીડિયા રિપોર્ટમાં 46 વર્ષીય ડિપ્લોમેટના પ્રવાસ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી. પરંતુ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઈ શકે છે અને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી શકે છે.
ટ્રમ્પ પ્રશાસન પોતાની ઈન્ડો પૈસિફિક રણનીતિ હેઠળ ભારતની સાથે પોતાના સંબંધને વધારવા ઇચ્છુક છે અને સાથે પોતાના સહાયતા કાર્યક્રમોના માધ્યમથી અફઘાનિસ્તાનને સ્થિર બનાવવામાં મદદ કરવા ઈચ્છે છે. હેલીના પિતા અજીત સિંહ રંધારા અને માતા રાજ કૌર રંધાવા અમૃતસરથી અમેરિકા જઈને વસી ગયા હતા. હેલી છેલ્લે 2013માં ભારત આવી હતી, તે સમયે તેઓ સાઉથ કૈરોલિનાની ગવર્નર હતી.
US Ambassador to the United Nations Nikki Haley to visit India today. She will be on a three day visit and will meet with senior Indian Government officials, NGO leaders among others (file pic) pic.twitter.com/GDi8GMp9NP
— ANI (@ANI) June 26, 2018
UNમાં અમેરિકી રાજદૂતના રૂપમાં નિકી હેલી
અમેરિકી સેનેટે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની આગામી રાજદૂતના રૂપમાં નિકી હેલીના નામ પર મુહર લગાવી હતી. આ રીતે તે અમેરિકાના કોઇપણ રાષ્ટ્રપતિના શાસનમાં કેબિનેટ રેન્કનું પદ મેળવનારી પ્રથમ ભારતીય-અમેરિકી બની ગઈ હતી. આ સાથે હેલી તેવી પ્રથમ ભારતીય-અમેરિકી બની ગઈ હતી, જે રાષ્ટ્રપતિ પ્રશાસનમાં કેબિનેટ સ્તરના પદ પર પોતાની સેવાઓ આપી રહી હતી.
સેનેટમાં હેલીના નામને 96-4ના અંતરથી મંજૂરી આપવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં સમાંથા પાવરની જગ્યા લેનાર હેલી પહેલા પણ ઈતિહાસ રચી ચુકી છે. તે કોઇપણ અમેરિકી રાજ્યની પ્રથમ ભારતીય-અમેરિકી મહિલા ગવર્નર હતી. બોબી જિંદલ બાદ તે બીજી એવી ભારતીય-અમેરિકી છે, જેને કોઇપણ રાજ્યના ગવર્નર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે