US Golden Visa : તમારી પાસે આ VISA હશે તો અમેરિકામાં મળી જશે ગ્રીનકાર્ડ, આ શરત સાથે મળે છે ઘણા ફાયદા
US Golden Visa: ભારતીયો અને તેમા પણ ખાસ કરીને ગુજરાતીઓને તો અમેરિકાની નાગરિકતાનું આકર્ષણ હોય છે. આ માટે સતત પ્રયત્નો પણ તેઓ કરતા રહે છે. જો તમારી પાસે આ વિઝા હશે તો તમને અમેરિકામાં ગ્રીન કાર્ડ સરળતાથી મળી શકે છે. જાણો વિગતો.
Trending Photos
US Golden Visa: ભારત અને ચીનમાં રહેતા ઘણા કરોડપતિઓએ Golden Visa માટે અરજી કરી છે. માર્ચમાં EB-5 વિઝામાં સુધારા બાદ અત્યાર સુધીમાં લગભગ 8 હજાર ભારતીય અને દસ હજાર ચીની નાગરિકોએ તેના માટે અરજી કરી છે. ભારત અને ચીનમાં રહેતા કરોડપતિઓ અમેરિકામાં સ્થાયી થવા માટે ગોલ્ડન વિઝા માટે અરજી કરી રહ્યા છે અને તેમની સંખ્યા સતત વધી રહી છે. ગોલ્ડન વિઝાને EB-5 વિઝા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેની મદદથી વિદેશી રોકાણકારોને અમેરિકામાં કાયમી ધોરણે સ્થાયી થવાની સુવિધા મળે છે અને તેની અરજી પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે.
એક ડેટા સામે આવ્યો છે કે ભારત અને ચીનમાં રહેતા ઘણા કરોડપતિઓએ ગોલ્ડન વિઝા માટે અરજી કરી છે. માર્ચમાં EB-5 વિઝામાં સુધારા બાદ અત્યાર સુધીમાં લગભગ 8 હજાર ભારતીય અને દસ હજાર ચીની નાગરિકોએ તેના માટે અરજી કરી છે.
યુએસ ગોલ્ડન વિઝા શું છે?
હકીકતમાં, EB-5 વિઝા હેઠળ, એવા અરજદારોને યુએસમાં કાયમી ધોરણે સ્થાયી થવાની છૂટ છે, જેઓ દેશમાં રોકાણની મર્યાદા કરતાં વધુ રોકાણ કરે છે અને ઓછામાં ઓછી 10 નોકરીઓનું સર્જન કરે છે. આવા રોકાણકારોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે જેમાં પત્ની અને 21 વર્ષના અપરિણીત બાળકોનો સમાવેશ થાય છે. ગ્રીન કાર્ડ યુ.એસ.માં કાયમી નિવાસની મંજૂરી આપે છે. સામાન્ય રીતે આ સુવિધા સામાન્ય વિઝામાં મળતી નથી. ઘણા ભારતીયોને વર્ષો સુધી અમેરિકામાં રહેવા છતાં કાયમી ધોરણે સ્થાયી થવા માટે સરળતાથી ગ્રીન કાર્ડ મળતું નથી. પરંતુ ગોલ્ડન વિઝા દ્વારા ગ્રીન કાર્ડ મેળવી શકાય છે.
રોકાણ મર્યાદા
EB-5 રિફોર્મ એન્ડ ઈન્ટિગ્રિટી એક્ટ, 2022ના અમલ પછી આ વિઝા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ગલ્ફ ન્યૂઝના એક અહેવાલ અનુસાર, આ ફેરફારોનો હેતુ આ કાર્યક્રમ હેઠળ ભાગ લેનારા વિદેશી નાગરિકો માટે પારદર્શિતા અને સુરક્ષા વધારવાનો હતો. આ વર્ષે માર્ચમાં, EB-5 વિઝામાં સુધારાને પગલે, લક્ષિત રોજગાર ક્ષેત્રોમાં રોકાણ મર્યાદા US$500,000 થી US$800,000 સુધી વધારી દેવામાં આવી હતી. આ જ સમયે, બિન-લક્ષિત રોજગાર ક્ષેત્રમાં, આ મર્યાદા 1 મિલિયન ડોલરથી વધારીને 10.05 મિલિયન ડોલર કરવામાં આવી હતી. ક્વિન્ટના અહેવાલ મુજબ, આ યોજનાના નિયમો અનુસાર, જો અરજદાર નવેમ્બર 1990 પછી સ્થપાયેલી કંપનીમાં રોકાણ કરે છે, તો તે ગોલ્ડન વિઝા માટે અરજી કરવા માટે પાત્ર બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે