Shootout in US: અમેરિકાના વોશિંગટનમાં ગોળીબારી, અકસ્માતમાં 1નું મોત અને છ ઘાયલ

આ વર્ષે અમેરિકામાં ગન વાયલેંસના કારણે લગભગ 302 થી વધુ ગોળીબારીની ઘટના સામે આવી છે. તો બીજી તરફ અમેરિકામાં સતત વધી રહેલી ગોળીબારીની ઘટનાને ધ્યાનમાં રાખતાં જો બાઇડેને બાળકો અને પરિવારોની સુરક્ષા માટે હથિયારો પર પ્રતિબંધ લગાવવા અથવા તેને ખરીદવા માટે ઉંમર 18 થી વધારીને 21 કરવાની આવશ્યકતાની વાત કરી છે. 

Shootout in US: અમેરિકાના વોશિંગટનમાં ગોળીબારી, અકસ્માતમાં 1નું મોત અને છ ઘાયલ

Shootout in Washington: સંયુક્ત રાજ્ય અમેરિકામાં હાલમાં ગોળીબારીની ઘટનાઓ સામાન્ય થતી જાય છે. જેના લીધે ત્યાં રહેનારા લોકોમાં સુરક્ષાને લઇને ખૂબ ચિંતા જોવા મળી રહી છે. તાજેતરમાં શનિવારે સવારે વોશિંગટનના રેંટન શહેરમાં ગોળીબારીની ઘટનાની જાણકારી મળી હતી. ગોળીબારી દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય છ ઘાયલ થયા હતા. 

સીએનએનના રિપોર્ટ અનુસાર શનિવારે સવારે રેંટૅનના સિએટલ ઉપનગરમાં એક શૂટિંગની ઘટના થઇ, જેમાં ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તો બીજી તરફ છ લોકો ઘાયલ થયા છે. જેમણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રેંટન પોલીસ પ્રવક્તા સેંડ્રા હૈવલિકના અનુસાર જાણકારી મળી છે આ ઘટના સ્થાનિક સમયાનુસાર સવારે 1 વાગ્ય પહેલાં રેંટન શહેરમાં સર્જાઇ છે. 

રેંટન પોલીસના અનુસાર ઘટનાસ્થળ પર પહોંચતાં તેમને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ મળ્યો હતો. જેનું ઘટનાસ્થળે જ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો બીજી તરફ વ્યક્તિની મદદ કરતી વખતે પોલીસ અને ફાયરબ્રિગેડની એક મોટી અને ઉત્તેજિત ભીડનો સામનો કરવો પડ્યો. હાલ છ અન્ય પીડિતોને પણ ગોળી વાગી છે. જેમની સારવાર સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહી છે. 

એક રિપોર્ટ અનુસાર આ વર્ષે અમેરિકામાં ગન વાયલેંસના કારણે લગભગ 302 થી વધુ ગોળીબારીની ઘટના સામે આવી છે. તો બીજી તરફ અમેરિકામાં સતત વધી રહેલી ગોળીબારીની ઘટનાને ધ્યાનમાં રાખતાં જો બાઇડેને બાળકો અને પરિવારોની સુરક્ષા માટે હથિયારો પર પ્રતિબંધ લગાવવા અથવા તેને ખરીદવા માટે ઉંમર 18 થી વધારીને 21 કરવાની આવશ્યકતાની વાત કરી છે. 

તમને જણાવી દઇ કે 24 મેના રોજ ટેક્સાસના ઉવાલ્ડેમાં રોબ એલીમેંટ્રી સ્કૂલમાં એક હચમચાવી દેનાર ગોળીબારીની ઘટના સર્જાઇ હતી. જેમાં 19 બાળકો સહિત ઘણા લોકોના મોત થયા હતા. તો બીજી તરફ 1 જૂનાના રોજ ઓક્લાહોમાના તુલસા શહેરની એક હોસ્પિટલ કેમ્પ્સમાં ગોળીબારીની ઘટનામાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news