સમુદ્રમાં તરતી છોકરીના કાનમાં ઘૂસી ગયો જીવતો કરચલો, મજબૂત દિલના લોકો જુઓ આ વીડિયો

જો તમને ખતરનાક અને વિચિત્ર વીડિયો જોવામાં ડર લાગે છે તો કદાચ આ વીડિયો તમારા માટે નથી. તમે આ સમાચારને વાંચીને નજર અંદાજ કરી શકો છો કે છોકરી ત્યાં સુધી તડપતી રહી, જ્યાં સુધી તેના કાનમાંથી કેકડો બહાર નિકળી ન ગયો. જી હાં તમે બિલકુલ સાચું વાંચ્યું. સમુદ્રમાં સ્નોર્કલિંગ કરવા ગયેલી મહિલાના કાનમાં અચાનક એક કરચલો ઘૂસી ગયો

સમુદ્રમાં તરતી છોકરીના કાનમાં ઘૂસી ગયો જીવતો કરચલો, મજબૂત દિલના લોકો જુઓ આ વીડિયો

જો તમને ખતરનાક અને વિચિત્ર વીડિયો જોવામાં ડર લાગે છે તો કદાચ આ વીડિયો તમારા માટે નથી. તમે આ સમાચારને વાંચીને નજર અંદાજ કરી શકો છો કે છોકરી ત્યાં સુધી તડપતી રહી, જ્યાં સુધી તેના કાનમાંથી કેકડો બહાર નિકળી ન ગયો. જી હાં તમે બિલકુલ સાચું વાંચ્યું. સમુદ્રમાં સ્નોર્કલિંગ કરવા ગયેલી મહિલાના કાનમાં અચાનક એક કરચલો ઘૂસી ગયો જોકે કરચલાની સાઇઝ ખૂબ જ નાની હતી, પરંતુ કાનમાં ઘૂસીને મહિલાને તડપાવી દીધી. 

છોકરીના કાનમાં અચાનક ઘૂસી ગયો કરચલો
ડરામણા ફૂટેજમાં એક મહિલાના કાનમાં એક જીવતો કેકડો ફસાયેલો જોવા મળ્યો. વીડિયોને ટિકટોક પર  '@wesdaisy' નામના વ્યક્તિએ શેર કર્યો. કેપ્શનમાં લખ્યું પ્યૂર્ટો રિકોના સૈન જુઆનમાં સ્નોર્કલિંગ દરમિયાન નાનો કેકડો મહિલાના કાનમાં ઘૂસી ગયો. 

કેકડો કાનમાં બહાર નિકળતાં થઇ રાહત
વીડિયોમાં જોઇ શકાય છે કે કાનમાંથી કેકડો બહાર નિકાળવા માટે તેના મિત્રની મદદ કરી રહ્યો હતો. કાનની અંદર નાનકડો ચીપીયો નાખીને તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. ખૂબ પ્રયત્નો બાદ આખરે તેને કરચલાને કાનમાંથી બહાર કાઢી લીધો, ત્યારબાદ તડપી રહેલી છોકરીએ રાહતનો શ્વાસ લીધો. જેવો જ કેકડો કાનમાંથી બહાર નિકળ્યો તો જોરથી બૂમ પાડી 'આ શું છે.'

ટિકટોક પર વીડિયો થઇ રહ્યો છે વાયરલ
ટિકટોક વીડિયો પર કેપ્શનમાં લખ્યું 'સૈન જુઆનમાં સ્નોર્કલિંગ. એક ખતરનાક કરચલાએ પરેશાન કરી દીધા. તમે નીચે આપેલા કોમેન્ટમાં વીડિયો જોઇ શકે છે, પરંતુ સાવધાન રહો. આ ખરેખર ચોંકાવનારો છે. ધ ઇન્ડીપેંડેટના અનુસાર વીડિયો-શેયરિંગ પ્લેટફોર્મ પર આ ક્લિપ 13 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે. ઘણા લોકોએ ક્લિપ પર પોતાનો ડર વ્યક્ત કરતાં કહ્યું કે આ એક ખરાબ સપનું સત્ય જેવું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news