Indigo માં મુસાફરી દરમિયાન બદલાઇ ગઇ બેગ, સાઇટ હેક કરી જાતે શોધ્યો સામાન, કંપનીએ આપી સ્પષ્ટતા

સોફ્ટવેર એન્જીનિયર નંદન કુમાર Indigo ની ફ્લાઇટ વડે પટનાથી બેંગલુરૂની મુસાફરી કરી રહ્યા હતા. યાત્રા પુરી કર્યા બાદ જ્યારે તે પોતાના ઘરે પહોંચ્યો તો તેની પત્નીએ બેગ જોઇને કહ્યું કે આ કોઇ બીજાની બેગ છે. નંદનની બેગ બીજા મુસાફર સાથે બદલાઇ ગઇ હતી. 

Indigo માં મુસાફરી દરમિયાન બદલાઇ ગઇ બેગ, સાઇટ હેક કરી જાતે શોધ્યો સામાન, કંપનીએ આપી સ્પષ્ટતા

નવી દિલ્હી: મુસાફરી દરમિયાન મોટાભાગે લગેજ ખોવાઇ જાય છે અથવા તે કોઇ મુસાફર સાથે બદલાઇ જવાની સમસ્યા સાંભળવા મળે છે. એવામાં મુસાફર કસ્ટમર કેર સેન્ટરમાં કોલ કરે છે. પરંતુ મોટાભાગના કેસમાં કસ્ટમર કેર સેન્ટર મુસાફરોને પોતાની સર્વિસથી સંતોષ આપી શકતી નથી, પછી મુસાફરો પાસે કોઇ બીજો રસ્તો બચતો નથી. એવામાં એક મામલામાં મુસાફરે એવું કરી બતાવ્યું જેના વિશે કોઇએ સપનેય વિચાર્યું નહી હોય. મુસાફરે પોતાનો સામાન શોધવા એરલાઇનની વેબસાઇટ જ હેક કરી લીધી. આવો તમને જણાવીએ કે આ મુસાફર અને તેના હેકિંગ વિશે.

મુસાફરી દરમિયાન બદલાઇ ગયો સામાન
સોફ્ટવેર એન્જીનિયર નંદન કુમાર Indigo ની ફ્લાઇટ વડે પટનાથી બેંગલુરૂની મુસાફરી કરી રહ્યા હતા. યાત્રા પુરી કર્યા બાદ જ્યારે તે પોતાના ઘરે પહોંચ્યો તો તેની પત્નીએ બેગ જોઇને કહ્યું કે આ કોઇ બીજાની બેગ છે. નંદનની બેગ બીજા મુસાફર સાથે બદલાઇ ગઇ હતી. 

— Nandan kumar (@_sirius93_) March 28, 2022

કસ્ટમર કેર સર્વિસને આપી જાણકારી
નંદને બેગ બદલાઇ જવાની જાણકારી Indigo કસ્ટમર સર્વિસને આપી. કસ્ટમર કેર સેન્ટરે નંદનને તેની બેગ વિશે કોઇ જાણકારી આપી નહી. નંદને બેગ ખોવાઇ  જવા અને પછી તેને શોધવાની સમગ્ર ઘટના વિશે ટ્વિટર પર જણાવ્યું છે. 

એરલાઇન કંપની પાસેથી ન મળી મદદ
નંદને એરપોર્ટ પરથી ઘરે પહોંચ્યા બાદ પત્નીને બેગ પકડાવી. પત્ની જણાવ્યું કે બેગના બેસમાં લોક નથી. આ બેગ બીજાની છે. ત્યારબાદ એરલાઇનની કસ્ટમર સર્વિસ પાસે જ્યારે મદદ ન મળી તો તેમણે ઇન્ડીગોની વેબસાઇટને હેક કરવાનું વિચાર્યું.  

હેક કરી લીધી એરલાઇનની વેબસાઇટ
નંદને વેબસાઇટના ડેવલોપર કંસોલને ઓપન કરી નેટવર્ક લોગ રેકોર્ડ ફંફોળ્યો. થોડીવાર પછી તેણે તે યાત્રી વિશે ખબર પડી જેની સાથે તેની બેગ બદલાઇ ગઇ હતી. તેણે મુસાફરના કોન્ટેક્ટ ડિટેલ્સ એક નેટવર્ક રિસ્પોન્સ દ્રારા મળી. 

નંદન કુમારે ઇન્ડીગોને આપી સલાહ
નંદને જણાવ્યું કે તેમની બેગ જે મુસાફર સાથે બદલાઇ ગઇ હતી તે તેના ઘરની પાસે રહેતો હતો. નંદને યાત્રીનો સંપર્ક સાધ્યો અને બેગ એક્સચેંજ કરી લીધી. બેગ મળ્યા બાદ નંદન કુમારે એરલાઇન કંપની સલાહ આપી કે કસ્ટમર  સર્વિસને સુધારવાની જરૂર છે. કંપનીને આઇવીઆર ફિક્સ કરવાની જરૂર છે. સાથે જ કસ્ટમર ડેટા લીક ન થાય તેના માટે વેબસાઇટને સૌથી પહેલાં ફિક્સ કરવાની જરૂર છે. 

INDIGO એ નંદનને ખોટું કહ્યું હતું?
નંદને જણાવ્યું કે એરલાઇન કંપનીએ કસ્ટમર સર્વિસને દાવો કર્યો હતો કે બેગ માટે સંબંધિત મુસાફરને ત્રણવાર કોલ કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે નંદને એરલાઇન કંપનીનો કોલ વિશે મુસાફરને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ઇન્ડીગો તરફથી તેમને કોઇ કોલ આવ્યો ન હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news