આણંદ કોલેજનો 'ડ્રોપઆઉટ' વિદ્યાર્થી યુએસમાં બન્યો સફળ આંતર પ્રેન્યોર, જાણો સફળતાની કહાની

કેનેડાના ક્વિબેકમાં ત્રણ કોલેજો અચાનક બંધ થવાને કારણે વિદ્યાર્થીઓની સામે મોટું સંકટ ઉભું થયું છે. સૌથી વધુ અસરગ્રસ્ત 3 હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે. આ તમામ કોલેજોએ પોતાને નાદાર જાહેર કરી છે. જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકી ગયો છે. તેમની ફી પણ ડૂબી ગઈ છે. રાઇઝિંગ ફીનિક્સ ઇન્ટરનેશનલ ઇન્ક.ની ત્રણ કોલેજો અચાનક બંધ કરવામાં આવી છે.

આણંદ કોલેજનો 'ડ્રોપઆઉટ' વિદ્યાર્થી યુએસમાં બન્યો સફળ આંતર પ્રેન્યોર, જાણો સફળતાની કહાની

આણંદ: કેનેડાના ક્વિબેકમાં ત્રણ કોલેજો અચાનક બંધ થવાને કારણે વિદ્યાર્થીઓની સામે મોટું સંકટ ઉભું થયું છે. સૌથી વધુ અસરગ્રસ્ત 3 હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે. આ તમામ કોલેજોએ પોતાને નાદાર જાહેર કરી છે. જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકી ગયો છે. તેમની ફી પણ ડૂબી ગઈ છે. રાઇઝિંગ ફીનિક્સ ઇન્ટરનેશનલ ઇન્ક.ની ત્રણ કોલેજો અચાનક બંધ કરવામાં આવી છે. આ ત્રણેય કોલેજોએ કોરોનાના સમયગાળા દરમિયાન થયેલા નુકસાનને જવાબદાર ઠેરવીને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આ એક નિર્ણયે અનેક વિદ્યાર્થીઓને અધવચ્ચે ફસાવ્યા છે. 

જોકે ફરિયાદ બાદ ભારતીય હાઈ કમિશને તમામ વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી છે. તે એડવાઈઝરીમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે કોઈપણ વિદ્યાર્થીએ તપાસ કર્યા વિના કોઈપણ સંસ્થાને ફી ચૂકવવી જોઈએ નહીં. એ પણ જોવું જોઈએ કે કેનેડાની ફેડરલ અથવા પ્રાંતીય સરકાર દ્વારા તે કોલેજને માન્યતા છે કે કેમ.અત્યારે ભારતીય હાઈ કમિશન વિદ્યાર્થીઓને ચિંતા ન કરવાની અપીલ કરી રહ્યું છે. 

એવું કહેવામાં આવ્યું છે કે હાઈ કમિશન કેનેડા સરકાર અને તેના પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં છે. વિદ્યાર્થીઓને એ પણ જણાવવામાં આવ્યું છે કે ફીની સમસ્યા અંગે જે તે કોલેજનો સીધો સંપર્ક કરવો. જો સમસ્યાનો ઉકેલ ન આવે તો ક્વિબેકના ઉચ્ચ શિક્ષણ મંત્રાલય પાસેથી મદદ લઈ શકાય છે. આવા નિરાશાભર્યા વાતાવરણમાં ઘણા લોકો મનથી હારી જાય છે તો ઘણા લોકો આવા પડકારોનો સામનો કરી આગળ વધે છે. આવો એક ગુજરાતી યુવકની સંઘર્ષગાથા વિશે જણાવીએ. 

દર્શક પટેલ ગુજરાતમાં દૂધ માટે પ્રખ્યાત શહેર આણંદનો રહેવાસી છે. એક સમય હતો જ્યારે આનંદ કોલેજ ડ્રોપ-આઉટ હતો. તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. ત્યારે આજે તે યુ.એસ.માં એક સફળ હોટલ આંતર પ્રિન્યોર છે. જોકે આ સફર સરળ ન હતી. કેનેડામાં રહેતા NRI દર્શક પટેલે પણ શરૂઆતના બે વર્ષ કેનેડામાં સુપર સ્ટોર્સમાં કામ કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. આ તેમની સખત મહેનત અને ક્યારેય ન છોડવાની ભાવના હતી કે તે આજે મધ્ય-એટલાન્ટિક ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી, ખાનગી માલિકીની પ્રાદેશિક હોસ્પિટાલિટી કંપનીઓમાંની એકના માલિક છે.

ટીઓઆઇમાં પ્રકાશિત સમાચાર અનુસાર, દર્શક આણંદ કોમર્સ કોલેજમાંથી બે વર્ષ સુધી B.Com નો અભ્યાસ કર્યા પછી 1986 માં કેનેડા ગયા હતા. ત્યાં તેણે એક સુપરમાર્કેટમાં બે વર્ષ કામ કર્યું. બાદમાં તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ગયા જ્યાં તેમણે 1989માં સિંગલ-ફ્રેન્ચાઇઝ મોટેલની સ્થાપના કરી. હાલમાં, તેમણે જે ફર્મની શરૂઆત કરી હતી તે હોટેલ, ફાસ્ટ-કેઝ્યુઅલ રેસ્ટોરન્ટ્સ અને રિયલ એસ્ટેટમાં સંચાલન કરે છે.

યુએસ સ્થિત પ્લાઝા ગ્રુપના સ્થાપક દર્શકે કહ્યું, "મને હજુ પણ અફસોસ છે કે હું મારું ગ્રેજ્યુએશન પૂરું ન કરી શક્યો પણ મેં સખત મહેનત ચાલુ રાખી." તમને જણાવી દઈએ કે દર્શન પાસે શોપિંગ સેન્ટર સિવાય લગભગ 12 હોટેલ્સ છે. ઈન્ડિયા હેરિટેજ ફાઉન્ડેશન (IHF) ના બોર્ડ મેમ્બર તરીકે, તેઓ હેમ્પટન રોડ્સના હિન્દુ મંદિર માટે સ્વયંસેવકોને એકત્ર કરવામાં અને ભંડોળ એકત્ર કરવામાં પણ મદદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news