WHO ખતરનાક મંકીપોક્સને જાહેર નહીં કરે હેલ્થ ઇમરજન્સી, જાણો શું છે કારણ
વિશ્વ આરોગ્ય સંસ્થાની ઇમરજન્સી સમિતિએ શનિવારે એક નિવેદન જાહેર કરી કહ્યું કે મંકીપોક્સના ઘણા પાસા અસામાન્ય હતા અને અમે તે જાણીએ છીએ કે મંકીપોક્સના ખતરા પર યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવ્યું નથી.
Trending Photos
જિનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મંકીપોક્સને સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે 50થી વધુ દેશોમાં મંકીપોક્સના વધતા પ્રકોપ પર નજર રાખવી જોઈએ, પરંતુ હાલ તેને વૈશ્વિક સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરવાની જરૂર નથી.
આપાતકાલીન સમિતિએ જાહેર કર્યું નિવેદન
વિશ્વ આરોગ્ય સંસ્થાની આપાતકાલીન સમિતિએ શનિવારે એક નિવેદન જાહેર કરી કહ્યું કે મંકીપોક્સના ઘણા પાસા અસામાન્ય હતા અને અમે તે જાણીએ છીએ કે મંકીપોક્સના ખતરા પર યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવ્યું નથી. પરંતુ સમિતિએ કહ્યું કે મંકીપોક્સ કેટલાક આફ્રિકી દેશોમાં હવે મહામારી રહી ગઈ નથી. સમિતિએ ડબ્લ્યૂએચઓના ડાયરેક્ટરને સર્વસંમતિથી તે સૂચન આપવાનો નિર્ણય કર્યો કે મંકીપોક્સને આ સ્તર પર વૈશ્વિક ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરવી જોઈએ નહીં.
મંકીપોક્સ ફેલાતો રોકવો જરૂરી
વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપોક્સની ઇમરજન્સી પ્રકૃતિ તરફ ઇશારો કર્યો છે અને કહ્યું છે કે તેના પ્રસારને નિયંત્રિત કરવા માટે ઝડપથી પગલા ભરવાની જરૂર છે. સમિતિએ કહ્યું કે પ્રકોર પર નજીકથી નજર રાખવા અને કેટલાક સપ્તાહ બાદ સ્થિતિની સમીક્ષા કરવાની જરૂર છે. જો કોઈ નવા ઘટનાક્રમ સામે આવે છે તો ફરીથી સ્થિતિનું મૂલ્યાંકન કરવાની ભલામણ કરશે.
આ પણ વાંચોઃ UAE જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે પરવેઝ મુશર્રફ, ગુપ્ત રીતે મળવા પહોંચ્યા આર્મી ચીફ બાજવા
મહત્વનું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધોનોમ ધેબ્રેયેસસે ગુરૂવારે તે દેશોમાં મંકીપોક્સના પ્રસારને લઈને ચિંતા વ્યક્ત કર્યા બાદ ઇમરજન્સી સમિતિની બેઠક બોલાવી હતી,જ્યાં પહેલાથી આ મહિમારીની સૂચના નહોતી.
શું બોલ્યા WHO પ્રમુખ
WHO પ્રમુખે કહ્યું કે હાલના સમયમાં મંકીપોક્સ ઝડપથી ફેલાય રહ્યો છે. વિશેષ રૂપથી નવા દેશો અને ક્ષેત્રોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને સંવેદનશીલ વસ્તી વચ્ચે તેના પ્રસારનું જોખમ વધી ગયું છે, જેમાં નબળી ઇમ્યુનિટીવાળા લોકો, ગર્ભવતી મહિલાઓ અને બાળકો સામેલ છે. મંકીપોક્સને કારણે મધ્ય અને પશ્ચિમ આફ્રિકી દેશોના લોકો સંક્રમિત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે