કોણ પહેલું અને કોણ સૌથી ઝડપી છે એ દબાણમાં તમે સમાચારને ન્યાય કેવી રીતે આપી શકોઃ રોલેન્ડ શાચ્ઝ
Zee Media દ્વારા દુબઈમાં આયોજિત WION Global Summitમાં મીડિયા ટેનોર ઈન્ટરનેશનલના સ્થાપક અને સીઈઓ રોલેન્ડ શાચ્ઝે 'The Changing Face of Media & Entertainment' વિષય પર આયોજિત પરિચર્ચામાં ભાગ લીધો હતો
Trending Photos
દુબઈઃ Zee Media દ્વારા દુબઈમાં આયોજિત WION Global Summitમાં મીડિયા ટેનોર ઈન્ટરનેશનલના સ્થાપક અને સીઈઓ રોલેન્ડ શાચ્ઝે જણાવ્યું કે, "કોણ પહેલું અને કોણ સૌથી ઝડપી છે એ દબાણમાં તમે સમાચારને ન્યાય કેવી રીતે આપી શકો." WION Global Summitમાં પત્રકાર અને લેખક રીઝ ખાન સંચાલિત "The Changing Face of Media & Entertainment" વિષય આધારિત પરિચર્ચામાં રોલેન્ડ શાચ્ઝ ઉપરાંત યુએઈના પ્રથમ મહિલા ડિરેક્ટર અને પ્રોડ્યુસર નયલા અલ-ખાજા, ખલીજ ટાઈમ્સના એક્ઝીક્યુટીવ એડિટર વિકી કપૂરે પણ ભાગ લીધો હતો.
રોલેન્ડ શાચ્ઝે વૈશ્વિક મીડિયા, એક પત્રકાર તરીકે પ્રશ્નો પુછવા બાબતે તમારું પોતાનું મહત્વ, દર્શકો સમક્ષ સમાચાર પ્રસ્તુત કરતા સમયે તમે 'સુસંગતતા' સાધો છે જેવા વિષયો પર ખુલ્લા દિલે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, "આપણે જ્યારે મીડિયા શું છે તેના વિશે સમજીશું ત્યારે આપણને ખુબ જ ઝડપથી સમાધાન મળી જશે. એ બધું જ 'સુસંગતતા' સાથે સંબંધિત છે." આ સાથે જ તેમણે સવાલ કર્યો કે, "કોણ પહેલું અને કોણ સૌથી ઝડપી છે એ દબાણમાં તમે સમાચારને ન્યાય કેવી રીતે આપી શકો. આજે ઝડપ જ્યારે તમારી ડ્રાઈવિંગ ફોર્સ બની ગઈ છે ત્યારે તમે સમાચાર સાથે સુસંગત રહી શકો નહીં."
તેમણે વધુમાં જણાવ્યું કે, "સૌથી શ્રેષ્ઠ TV તમારા મગજમાં રહેલું છે. તમારી આંખો બંધ કરો અને વિચારો, કયો વિષય ભારતમાં સૌથી વધુ ચર્ચામાં આવી રહ્યો છે અને BBC પર, German TV પર કે પછી ચાઈનીઝ TV પર. નંબર-1 થીમ કઈ છે? શું એ ક્રિકેટ છે? શું એ મિલિટરી છે? ના, તે બળાત્કાર(રેપ) છે, જેના પર સૌથી વધુ ચર્ચા થાય છે. શું બળાત્કાર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે? પાકિસ્તાનમાં ટીવી પર સૌથી વધુ કયા વિષય પર ચર્ચા થાય છે? આતંકી હુમલા. તમે કદાચ મારા પર આરોપ લગાવી શકો કે અમે મારું કામ શું છે એ જાણતા નથી, પરંતુ અમારી સામે પણ હંમેશાં બે પ્રકારના સવાલ ઊભા હોય છે. હું પાંચમી પેઢીનો પત્રકાર છું."
ત્યાર બાદ તેમણે દર્શકો સાથે સંવાદ કરતા તેમને પુછ્યું કે, "તમે ભારત, પાકિસ્તાન, દક્ષિણ પૂર્વ એશિયા પ્રદેશના લોકો તરીકે શું કર્યું? મને તમારા દેશના પત્રકારો વિશે જણાવો?"
રોલેન્ડે ન્યૂઝ સ્ટોરીમાં એક પત્રકાર તરીકે તેમાં વેલ્યુ એડિશન અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, "અમે ઓફિસમાંથી ઘરે જતા હોઈએ ત્યારે અમારા ટેબલ પર 200-300 જેટલી અત્યંત આકર્ષક સ્ટોરીઝ પડેલી હોય છે, પરંતુ તે સમય સાથે સુસંગત હોતી નથી. અમે વસ્તવિક્તાના દર્શન કરાવી શક્તા જ નથી. સાચી વાત તો એ છે કે, આ રેસમાં અમે એકલા જ નથી કે જે લોકોનો વિશ્વાસ ગુમાવી રહ્યા છીએ. પરંતુ આજે કોણ સાચી માહિતી પીરસી રહ્યું છે?"
તેમણે નાણાની કિંમત સમજાવી અને કહ્યું કે, "પશ્ચિમના દેશોમાં જો અમે ઈસ્લામ અને મુસ્લિમને કવર કરવા જઈએ તો અમારે માત્ર 'આતંક' વિષય પર જ ચર્ચા કરવાની છે. આમ કરીને અમે ઘણું ખોટું કરી રહ્યા છે. આપણે સૌએ જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા જવાની જરૂર છે, આપણી પાસે ભૂતકાળમાં જે હિંમત હતી તે પાછી મેળવવાની જરૂર છે. આપણે ઘણો બધો સમયે આતંકી હુમલાની ચર્ચા પાછળ વેડફી નાખીએ છીએ. જર્મનીમાં અમે શીખ્યા છીએ કે એક આતંકવાદી વધુ સમય સુધી આતંકવાદી રહી શક્તો નથી, જો તેને એ પ્રકારનું લાગણીશીલ વાતાવરણ ન મળે. આપણે જ્યાં સુધી આતંકવાદીને ફ્રન્ટ પેજ પર જગ્યા આપતા રહીશું, ત્યાં સુધી આપણે 100 આતંકવાદી પેદા કરતા રહીશું."
ભારતનું વધી રહ્યું છે કદ- શેખ નહયાન
આ અગાઉ WION Global Summitનું ઉદ્ઘાટન કરતા મુખ્ય અતિથિ અને ગેસ્ટ ઓફ ઓનર શેખ નહયાન મુબારક અલ નહ્યાને જણાવ્યું કે, દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં ભારતનું મહત્વ વધી રહ્યું છે અને તેની સાથે જ વૈશ્વિક બાબતોમાં તેના વધતા કદ અંગે વ્યૂહાત્મક દૃષ્ટિકોણની જરૂર છે. ભારતની આ સ્થિતિ દક્ષિણ એશિયાના વિસ્તારમાં નવી સંભાવનાઓ પેદા કરે છે.
શેખ નહયાન સંયુક્ત આરબ અમીરત(યુએઈ) સરકારના કેબિનેટના મહત્વના સભ્ય અને ટોલેરન્સ મંત્રી છે. તેની સાથે જ શેખ નહયાને જણાવ્યું કે, આ વિસ્તારના વ્યાપારિક અને આર્થિક વાતાવરણ, વૃદ્ધિ અને વિકાસનું વાતાવરણ બનાવવા માટે તમામ સ્તરના પ્રયાસ કરવા પડશે. યુએઈના ભારત અને અન્ય એશિયન દેશો સાથે સારા સંબંધો છે. સ્થાનિક અને વૈશ્વિક સુરક્ષામાં તેની મહત્વની ભૂમિકા છે.
દક્ષિણ એશિયાની શક્તિ, સંભાવનાઓ અને ભવિષ્ય (Unleashing the Poser of South Asia) વિષય પર WION દ્વારા 20 ફેબ્રુઆરીથી દુબઈમાં એક Global Summitનું આયોજન કરાયું છે. શેખ નહયાને આ આયોજન માટે Zee Media અને WIONનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, તેના દ્વારા તમે શાંતિ અને સતત વિકાસને પ્રોત્સાહિત કરી રહ્યા છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે