ક્રિકેટ રેકોર્ડઃ ટી20 આંતરરાષ્ટ્રીયમાં છેલ્લા બોલે સિક્સ ફટકારી વિજય અપાવનાર બેટ્સમેન
મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે નિદહાસ ટ્રોફીમાં છેલ્લા બોલે સિક્સ ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ટી20 ક્રિકેટને વિશ્વભરમાં પસંદ કરવામાં આવે છે અને વિશ્વભરમાં રમાઈ પણ છે. હાલમાં રમતના આ ફોર્મેટે ખૂબ સફળતા મેળવી છે, કારણ કે રમતનો સમય ઓછો થઈ ગયો છે. જ્યાં પહેલા એક દિવસીય મેચ પૂરો થવામાં લગભગ દિવસ નીકળી જતો હતો જ્યારે હવે થોડા સમયમાં નિર્ણય થઈ જાય છે.
આ એક એવું ફોર્મેટ છે, જેમાં બેટ્સમેનોની વિશેષ પરીક્ષા થાય છે. બોલરોનું કૌશલ્ય, અનુભવ, પ્રતિભા જેવા પાસાંઓનું પરીક્ષણ થાય છે. કેટલાક બલરોએ પોતા માટે એક અલગ માપદંડ નક્કી કરે છે. તે રમતને અલગ સ્તર પર રમે છે અને મોટી સિદ્ધિ મેળવે છે. બોલરોની છેલ્લા બોલે કરેલી ભૂલથી મેચ હારી શકાય છે. તેવું ઘણીવાર બન્યું કે, છેલ્લા બોલ પર સિક્સ ફટકારીને કોઈ ટીમે વિજય મેળવ્યો હોય.
હવે વાત કરીએ એવા 6 ટી20 મેચોમાં જેમાં બેટ્સમેનોએ છેલ્લા બોલે સિક્સ ફટકારીને પોતાની ટીમને વિજય અપાવ્યો છે.
1. સ્ટુઅર્ટ પોઇન્ટર
ઓમાનમાં ચાર દેશો વચ્ચે આયોજીત ટી20 સિરીઝના પાંચમો મેચ આયર્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ સ્ટુઅર્ટ પોઇન્ટરને છેલ્લા બોલે સિક્સ ફટકારવાને કારણે યાદ કરવામાં આવશે. આયર્લેન્ડને અંતિમ બોલ પર 6 રનની જરૂર હતી. ઈનિંગની છેલ્લી ઓવર ફેંકી રહેલા પોલ વૈન મીકરેના બોલ પર પોઇન્ટરે સિક્સ ફટકારીને આયર્લેન્ડને વિજય અપાવ્યો હતો.
2. દિનેશ કાર્તિક
વર્ષ 2018માં નિદહાસ ટ્રોફીની ફાઇનલ યાદગાર રહી. આ ફાઇનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 166 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે આ મેચ 4 વિકેટથી પોતાના નામે કરી હતી.
ભારતને છેલ્લા બોલ પર 5 રનની જરૂર હતી. સૌમ્ય સરકારના અંતિમ બોલ પર કાર્તિકે સિક્સ ફટકારી. આ મેચમાં કાર્તિકે 8 બોલમાં 29 રન બનાવ્યા હતા.
3. ચમારા કપુગેદરા
શ્રીલંકાના બેટ્સમેને પણ છેલ્લા બોલે સિક્સ ફટકારીને પોતાની ટીમને વિજય અપાવ્યો છે. વર્ષ 2010માં ગ્રોસ આઇલેટમાં શ્રીલંકા અને ભારત વચ્ચે ટી20 મેચ યોજાઇ હતી.
શ્રીલંકાને છેલ્લા બોલે જીત માટે 3 રનની જરૂર હતી. ઈનિંગની અંતિમ ઓવર આશીષ નેહરા ફેંકી રહ્યો હતો. તેના પર કપુગેદરાએ સિક્સ ફટકારીને લંકાને વિજય અપાવ્યો હતો.
4. ઇયોન મોર્ગન
ઇંગ્લેન્ડના બેટ્સમેન મોર્ગને આ કારનામું ભારત વિરુદ્ધ 2012માં કર્યું હતું. મુંબઈના વાનખેડામાં રમાયેલી મેચમાં મોર્ગને ડિંડાની ઓવરમાં આ યાગદાર સિક્સ ફટકારી હતી.
ઈનિંગના અંતિમ બોલ પર ઈંગ્લેન્ડને જીત માટે 3 રનની જરૂર હતી. ભારતીય ફાસ્ટ બોલર અશોક ડિંડાના બોલ પર મોર્ગને સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી.
5. ઝુલ્ફિકાર બાબર
વર્ષ 2013માં કિંગ્સટનમાં પાકિસ્તાન અને વિન્ડિઝ વચ્ચે રોમાંચક મેચ જોવા મળ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટઈન્ડિઝે 20 ઓવરમાં 152 રન બનાવ્યા હતા.
જવાબમાં પાકિસ્તાને આ મેચ 2 વિકેટે જીતી હતી. અંતિમ બોલ પર માત્ર એક રનની જરૂર હતી. માર્લોન સૈમુએલ્સના બોલ પર ઝુલ્ફિકાર બાબરે સિક્સ ફટકારીને પાકને જીત અપાવી હતી.
6. વુસી સિબાન્ડા
વર્ષ 2014 ટી20 વિશ્વકપમાં ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે 20 ઓવરોમાં 140/5નો સ્કોર બનાવ્યો હતો.
જવાબમાં ઝિમ્બાબ્વેએ આ મેચ છેલ્લા બોલ પર 5 વિકેટથી જીતી લીધી હતી. અંતિમ બોલ પર ઝિમ્બાબ્વેને જીત માટે 1 રનની જરૂર હતી. સિબાન્ડાએ ડચ બોલર એહસાન માલિકના બોલ પર સિક્સ ફટકારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે