હિન્દુ મંદિર, અપરાધીઓનું ભારત પ્રત્યાર્પણ દર્શાવે છે કે UAE સાથે આપણા સંબંધ ખાસ છેઃ નવદીપ સૂરી

WION Global Summit : રાજદૂપ નવદીપ સૂરીએ જણાવ્યું કે, યુએઈમાં 33 લાખ ભારતીય રહે છે, ભારતની બહાર ભારતીયોની આ સૌથી મોટી વસતી છે 
 

હિન્દુ મંદિર, અપરાધીઓનું ભારત પ્રત્યાર્પણ દર્શાવે છે કે UAE સાથે આપણા સંબંધ ખાસ છેઃ નવદીપ સૂરી

દુબઈઃ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં ભારતના રાજદૂત નવદીપ સૂરીએ જણાવ્યું કે, અહીં બની રહેલું હિન્દુ મંદિર અને અપરાધીઓને પકડીને ભારતને સોંપવાની ઘટના દર્શાવે છે કે, ભારત અને યુએઈના સંબંધો અત્યંત ખાસ છે. તેમણે જણાવ્યું કે, બે ઓક્ટોબરના રોજ બુર્જ ખલીફા પર મહાત્મા ગાંધીની તસવીર બનાવવી બંને દેશો વચ્ચેનાં વિશેષ સંબંધોને દર્શાવે છે. Zee Mediaની આંતરરાષ્ટ્રીય ચેનલ WIONની Global Summitમાં તેમણે આમ જણાવ્યું હતું. 

ભારત માટે યુએઈનું મહત્વ દર્શાવતા નવદીપ સૂરીએ જણાવ્યું કે, ભારત-યુએઈ વચ્ચેનો દ્વીપક્ષિય વેપાર ગયા વર્ષે 52 અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો. અમેરિકા પછી યુએઈ ભારતનો બીજો સૌથી મોટો નિકાસકાર ભાગીદાર દેશ છે. યુએઈમાં 33 લાખ ભારતીય રહે છે અને ભારતથી બહાર ભારતીયોની આ સૌથી મોટી વસતી છે. 

દુબઈ અંગે તેમણે જણાવ્યું કે, "એક પણ મોટો મધ્યપૂર્વનો દેશ બાકી નહીં હોય જેની કોઈ ને કોઈ ઓફિસ દુબઈમાં ન હોય."

આ અગાઉ WIONની Global Summitનું ઉદ્ઘાટન કરતા મુખ્ય અતિથિ અને ગેસ્ટ ઓફ ઓનર શેખ નહયાન મુબારક અલ નહ્યાને જણાવ્યું કે, દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં ભારતનું મહત્વ વધી રહ્યું છે અને તેની સાથે જ વૈશ્વિક બાબતોમાં તેના વધતા કદ અંગે વ્યૂહાત્મક દૃષ્ટિકોણની જરૂર છે. ભારતની આ સ્થિતિ દક્ષિણ એશિયાના વિસ્તારમાં નવી સંભાવનાઓ પેદા કરે છે. 

શેખ નહયાન સંયુક્ત આરબ અમીરત(યુએઈ) સરકારના કેબિનેટના મહત્વના સભ્ય અને ટોલેરન્સ મંત્રી છે. તેની સાથે જ શેખ નહયાને જણાવ્યું કે, આ વિસ્તારના વ્યાપારિક અને આર્થિક વાતાવરણ, વૃદ્ધિ અને વિકાસનું વાતાવરણ બનાવવા માટે તમામ સ્તરના પ્રયાસ કરવા પડશે. યુએઈના ભારત અને અન્ય એશિયન દેશો સાથે સારા સંબંધો છે. સ્થાનિક અને વૈશ્વિક સુરક્ષામાં તેની મહત્વની ભૂમિકા છે. 

WION CONCLAVE: દક્ષિણ એશિયાની તાકાત અને સંભાવનાઓ પર દિગ્ગજો રજુ કરશે પોતાનો અભિપ્રાય

દક્ષિણ એશિયાની શક્તિ, સંભાવનાઓ અને ભવિષ્ય (Unleashing the Poser of South Asia) વિષય પર WION દ્વારા 20 ફેબ્રુઆરીથી દુબઈમાં એક Global Summitનું આયોજન કરાયું છે. શેખ નહયાને આ આયોજન માટે Zee Media અને WIONનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, તેના દ્વારા તમે શાંતિ અને સતત વિકાસને પ્રોત્સાહિત કરી રહ્યા છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news