World AIDS Day 2019 : શું તમે એઈડ્સના લક્ષણો અને બચાવ વિશે જાણો છો?

UNICEFના રિપોર્ટ અનુસાર 36.9 મિલિયન લોકો HIVનો ભોગ બનેલા છે. ભારત સરકારના આંકડા અનુસાર દેશમાં HIV પીડિત લોકોની સંખ્યા 2.1 મિલિયન છે. 

Updated By: Dec 1, 2019, 10:44 PM IST
World AIDS Day 2019 : શું તમે એઈડ્સના લક્ષણો અને બચાવ વિશે જાણો છો?

નવી દિલ્હીઃ સમગ્ર દુનિયામાં 1 ડિસેમ્બરના રોજ વર્લ્ડ એઈડ્સ ડે(World AIDS Day) મનાવાય છે. વર્લ્ડ એઈડ્સ ડે 2019નો(World AIDS Day 2019) ઉદ્દેશ્ય લોકોમાં એચઆઈવી ચેપ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં વર્લ્ડ એઈડ્સ ડે મનાવાની શરૂઆત 1987માં થઈ હતી. WHOના એઈડ્સ જાગૃતિ અભિયાન સાથે જોડાયેલા જેમ્સ ડબલ્યુ મુન અને થોમસ નેટર નામના બે વ્યક્તિએ આ દિવસ મનાવાની શરૂઆત કરી હતી. 

UNICEFના રિપોર્ટ અનુસાર 36.9 મિલિયન લોકો HIVનો ભોગ બનેલા છે. ભારત સરકારના આંકડા અનુસાર દેશમાં HIV પીડિત લોકોની સંખ્યા 2.1 મિલિયન છે. 

પોર્ન જોવામાં પુરૂષો કરતાં પાછળ નથી ભારતીય મહિલાઓ, સામે આવી હકિકત

HIV AIDS એટલે શું? 
એચઆઈવી(HIV) એક પ્રકારના જીવલેણ ચેપના(Infection) કારણે થતી ગંભીર બિમારી છે. જેને મેડિકલ ભાષામાં હ્યુમન ઈમ્યુનોડેફિશિયન્સી વાયરસ (HIV) નામથી ઓળખવામાં આવે છે. સામાન્ય બોલચાલમાં એઈડ્સને એક્વાયર્ડ ઈમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ નામથી ઓળખવામાં આવે છે. આ રોગમાં જીવલેણ ઈન્ફેક્શન વ્યક્તિના શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા પર હુમલો કરે છે. જેના કારણે તેનું શરીર સામાન્ય બિમારીઓ સામે લડવામાં પણ અસમર્થ બની જાય છે. 

Image result for AIDS zee news

HIVના લક્ષણ

 • તાવ
 • પરસેવ થવો
 • ઠંડી લાગવી
 • થાક લાગવો
 • ભૂખ ઓછી લાગવી
 • વજન ઘટી જવું
 • ઉલટીઓ થવી
 • ગળામાં ખારાશ રહેવી
 • ઝાડા થઈ જવા
 • સતત ખાંસી રહેવી
 • શ્વાસ લેવામાં સમસ્યા થવી
 • શરીર પર ચાઠા પડવા 

World Diabetes Day 2019 : કોને રહે છે ડાયાબિટિસ થવાનું સૌથી વધુ જોખમ?

આ કારણે થાય છે AIDS
- બિનસલામત જાતીય સંબંધ બાંધવાથી
- એચઆઈવી પોઝિટિવ મહિલા દ્વારા તેની કૂખે જન્મનારા બાળકને.
- એક વખત ઉપયોગમાં લેવાયેલી ચેપી સોયનો બીજી વખત ઉપયોગ કરવો. 

Image result for AIDS zee news

AIDSથી બચાવ
- એચઆઈવી પીડિત વ્યક્તિ સાથે જાતીય સંબંધ ન બાંધવો.
- લોહીની સારી રીતે તપાસ કરાવ્યા પછી જ ચઢાવવું.
- ઉપયોગમાં લેવાયેલી સીરિંજ કે ઈન્જેક્શનનો બીજી વખત ઉપયોગ ન કરવો. 
- દાઢી બનાવતા સમયે હજામ પાસે દરેક સમયે નવી બ્લેડનો ઉપયોગ કરવા કહેવું. 
- એઈડ્સના ઉપયારમાં એન્ટી રેટ્રોવાયરલ થેરપી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ દવાનો મુખ્ય હેતુ એચઆઈવીના પ્રભાવને ઘટાડવો, શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવી અને બિમારીઓનો ઈલાજ કરવો. 

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેઃ આ વર્ષની થીમ છે 'આપઘાતની રોકથામ', કારણ છે ઘણું મોટું....

વર્લ્ડ એઈડ્સ ડે 2019ની થીમ
વર્લ્ડ એઈડ્સ ડે 2019ની થીમ 'કમ્યુનિટી મેક ધ ડિફરન્સ' રાખવામાં આવી છે. વર્ષ 2018ની થીમ 'તમારી સ્થિતિ જાણો' હતી. એટલે કે, દરેક વ્યક્તિને પોતાના એચાઈવી સ્ટેટસની માહિતી હોવી જોઈએ.

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેઃ ભારતમાં દર 40 સેકન્ડે થાય છે એક 'આપઘાત' !!! 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

.