દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, રૂ.2,23,75,05,050માં વેચાઈ, વિશેષતા જાણીને મોઢામાં નાખશો આંગળા...
કોઈ ઘડિયાળ માટે ચૂકવવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી કિંમત છે. ભારતીય ચલણમાં આ રકમ બે અબજ 23 કરોડ 75 લાખ 5 હજાર 50 રૂપિયા થાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ તમે લક્ઝરી બ્રાન્ડની(Luxury Brand) ઘડિયાળો(Watch) અને તેમની કિંમતો અંગે જરૂર સાંભળ્યું હશે. જોકે, તાજેતરમાં જ વેચાયેલી વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળની(World's costliest watch) કિંમત સાંભળીને તમે મોઢામાં આગળા નાખી દેશો. સ્વિસ લક્ઝરી બ્રાન્ડ પેટેક ફિલિપ(Patek Philippe) દ્વારા જાહેર હરાજીમાં મુકવામાં આવેલી આ ઘડિયાળ 31 મિલિયન ડોલરથી($31 Million ) વધુની કિંમતમાં વેચાઈ છે.
કોઈ ઘડિયાળ માટે ચૂકવવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી કિંમત છે. ભારતીય ચલણમાં આ રકમ બે અબજ 23 કરોડ 75 લાખ 5 હજાર 50 રૂપિયા થાય છે.
ગ્રાન્ડમાસ્ટર શાઈમ 6300A-010 નામની આ ઘડિયાળને અત્યાર સુધી ક્યારેય હાથમાં પહેરવામાં આવી નથી. હજારી કરનારી સંસ્થા ક્રિસ્ટી(Crysty)ના અનુસાર, તેને વિશેષ રીતે જીનેવામાં શનિવારે યોજાયેલી હરાજી માટે બનાવાઈ હતી, જેથી ડચેને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (Dutchene Musculer Distrophy) નામની બિમારીના સંશોધન માટે પૈસા ભેગા કરી શકાય.
સ્ટેઈનલેસ સ્ટીલમાંથી બનેલા આ ઘડિયાળ એકમાત્ર પીસ છે. તેમાં એલાર્મ અપ-ડાયલને એક વિશેષ શિલાલેખ સાથે ચિન્હિત કરાઈ છે. આ ઘડિયાળમાં કાળા અને ગુલાબી સોનાનો એક ખોલ-બંધ કરી શકાય એવો કેસ છે. 18 કેરેટના સોલિડ ગોલ્ડ ડાયલ પ્લેટ્સથી બનેલી આ ઘડિયાળને મગરના ચામડાનો પટ્ટો લગાવાયો છે.
31 મિલિયન સ્વિસ ફ્રેન્ક એટલે કે 31.1 મિલિયન ડોલરમાં એક વ્યક્તિએ આ ઘડિયાળ ખરીદી છે, જેની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. આ અગાઉ પણ વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળનો રેકોર્ડ 1932માં પેટેક ફિલિપે દ્વારા બનાવાયેલી ઘડિયાળે જબનાવ્યો હતો. જેને 2014માં યોજાયેલી હરાજીમાં એક અજાણ્યા ખરીદારે 23.2 મિલિયન સ્વિસ ફ્રેન્ક (એ સમયના 24 મિલિયન ડોલર)માં ખરીદી હતી.
જુઓ LIVE TV...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે