Xi Jinping: જિનપિંગ કરશે સાઉદી અરબનો પ્રવાસ, 2020 બાદ પ્રથમવાર દેશની બહાર નિકળશે ચીની રાષ્ટ્રપતિ

Chinese President Saudi Visit: ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્તાહે સાઉદી અરબના પ્રવાસે પહોંચી શકે છે. પરંતુ ચીની વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ ગુરૂવારે કહ્યુ કે, તેમની પાસે હાલ આવી કોઈ જાણકારી નથી. 

Xi Jinping: જિનપિંગ કરશે સાઉદી અરબનો પ્રવાસ, 2020 બાદ પ્રથમવાર દેશની બહાર નિકળશે ચીની રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ Chinese President Saudi Visit: ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) આગામી સપ્તાહે સાઉદી અરબ જઈ શકે છે. પરંતુ જ્યારે મીડિયા રિપોર્ટો પર ટિપ્પણી કરવા માટે ચીની વિદેશ મંત્રાલયને કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્તાહે સાઉદી અરબનો પ્રવાસ કરશે, તો મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે હાલ તેની પાસે આવી કોઈ જાણકારી નથી. 

ચીની વિદેશ મંત્રાલયે કર્યો ઇનકાર
નોંધનીય છે કે પાછલા મહિને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાઉદી અરબના પ્રવાસ પર પહોંચ્યા હતા. પરંતુ તેમના સ્વાગત પર અમેરિકા અને સાઉદી અરબ વચ્ચે જારી તણાવની સીધી અસર જોવા મળી હતી. માનવામાં આવી રહ્યું છે કે મોહમ્મદ બિન સલમાન પ્રોટોકોલ તોડી શી શિનપિંગનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચી શકે છે. 

લાંબા સમય બાદ થઈ રહ્યો છે પ્રવાસ
ધ ગાર્જિયન સમાચારે ગુરૂવારે દાવો કર્યો કે સાઉદી અરબમાં ઝિનપિંગના શાનદાર સ્વાગતની તૈયારી પહેલાથી ચાલી રહી છે, પરંતુ તેણે જણાવ્યું નહીં કે આ જાણકારી કોના દ્વારા પ્રાપ્ત થઈ છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2020 બાદ શી જિનપિંગે ચીનની બહાર કોઈ સત્તાવાર યાત્રા કરી નથી. 

મજબૂત છે ચીન અને સાઉદીના સંબંધો
ઉલ્લેખનીય છે કે ચીન અને સાઉદી અરબ છેલ્લા બે દાયકાથી પોતાના સંબંધને વધારી રહ્યાં છે, પરંતુ 2016મા પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સત્તામાં આવ્યા બાદ આ સંબંધ વધુ ગાઢ થઈ ગયા છે. સાઉદીએ પણ ઉઇગર મુસ્લિમ અલ્પસંખ્યક અને હોંગકોંગના કઠોર રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લઈને ચીનનો બચાવ કર્યો છે. રિયાદ હોંગકોંગના કઠોર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અને ચીનના ઉઇગર મુસ્લિમ અલ્પસંખ્યકની સારવારનું સમર્થન કરવા મહત્વપૂર્ણ માનવાધિકારના મુદ્દા પર અમેરિકા સાથે અસહમત છે. સાથે વોશિંગટને મધ્ય પૂર્વથી પોતાનું ધ્યાન હટાવી દીધુ છે, બંને દેશો વચ્ચે વ્યાપાર સંબંધ મજબૂત થયા છે.

આપસી સંબંધ વધારવા તૈયાર છે બંને દેશ
શી જિનપિંગનો આ પ્રવાસ ચીન અને સાઉદીના આસપી સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહલું માનવામાં આવી રહ્યું છે. જિનપિંગ ઈચ્છે છે કે ચીનની છબી સાઉદી અરબના સહયોગી તરીકે ખુબ મજબૂત થાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news