Year Ender 2023: તુર્કીમાં ભૂકંપ, લીબિયામાં પૂરથી લઈને હિમાચલમાં ભૂસ્ખલન સુધી, આ વર્ષની 5 ભયાનક પ્રાકૃતિક આપદાઓ

વર્ષ 2023ને આફતોની દૃષ્ટિએ સૌથી કમનસીબ વર્ષ કહેવામાં આવે તો ખોટું નહીં હોય. આ વર્ષે દુનિયાએ તુર્કી-સીરિયામાં ભૂકંપ, લિબિયામાં પૂર અને હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની તસવીરો જોઈ અને લાખો લોકો આ કુદરતી આફતોનો ભોગ બન્યા અને હજુ પણ ભોગવી રહ્યા છે. અહીં અમે વર્ષ 2023ની ટોચની 5 આવી આફતો વિશે જણાવી રહ્યા છીએ.
 

Year Ender 2023: તુર્કીમાં ભૂકંપ, લીબિયામાં પૂરથી લઈને હિમાચલમાં ભૂસ્ખલન સુધી, આ વર્ષની 5 ભયાનક પ્રાકૃતિક આપદાઓ

નવી દિલ્હીઃ વર્ષ 2023માં દુનિયાએ અનેક ભીષણ પ્રાકૃતિક આપદાઓ જોઈ છે. તુર્કી-સીરિયામાં વિનાશકારી ભૂકંપથી લઈને લીબિયામાં પૂર સુધી, કુદરતે મનુષ્યો પર પોતાનો ગુસ્સો દેખાડ્યો અને મોટા પાયે તબાહી મચાવી અને અનેક લોકોના મોત થયા. અમે તમને વર્ષ 2023માં આવેલી મોટી કુદરતી આપદાઓ વિશે જણાવી રહ્યાં છીએ, જે આ વર્ષના ઈતિહાસમાં હંમેશા માટે નોંધાય ગઈ.

1.તુર્કી-સીયિરામાં ભૂકંપ 
તે દુર્ભાગ્યપૂર્ણ તારીખ 6 ફેબ્રુઆરી 2023 હતી, જ્યારે દક્ષિણ પૂર્વ તુર્કી અને સીરિયામાં 7.8 તીવ્રતાનો ભૂકંપ અને ત્યારબાદ 7.6 તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. જ્યાં સુધી આ બે આંચકા શમી ગયા ત્યાં સુધી, જ્યાં સુધી આંખ દેખાય ત્યાં સુધી, ઇમારતોને બદલે માત્ર કાટમાળ જ દેખાઈ રહ્યો હતો. આ કુદરતી આફતમાં 50,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને હજારો લોકો બેઘર બન્યા. આ તબાહીની તસવીરો એવી હતી કે દુનિયાએ પ્રકૃતિનો આવો પ્રકોપ પહેલીવાર જોયો હશે. 

ભૂકંપના બે ઝટકાથી કાટમાળ બની ગયા તુર્કી અને સીરિયા
આ ભૂકંપે તુર્કીને આર્થિક રૂપથી નબળુ પાડી દીધુ. તુર્કીના રાષ્ટ્રપતિ સેરેપ તૈયપ અર્દોગને જણાવ્યું કે દેશને ભૂકંપથી 103.6 બિલિયન ડોલરનું આર્થિક નુકસાન થયું છે. આ ભૂકંપમાં તુર્કીના 10 શહેર તબાહ થઈ ગયા અને 11 બજારથી નાની-મોટી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. જાણકારો પ્રમાણે તુર્કી આ ભૂકંપને કારણે આશરે 10 ફૂટ ખસી ગયું છે. 

2. લીબિયામાં પૂર
10 સપ્ટેમ્બર 2023ના તોફાન ડેનિયલે લીબિયામાં એન્ટ્રી કરી. આ કારણે ભારે પવનો સાથે અચાનક વરસાદ પડ્યો હતો. ભૂમધ્ય સમુદ્રમાંથી ઉદ્ભવતા વાવાઝોડા 'ડેનિયલ'ના કારણે મુશળધાર વરસાદને કારણે ડેરના બે ડેમ તૂટી પડ્યા હતા. આ ડેમ તૂટવાથી જે તબાહી સર્જાઈ છે તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. લિબિયન રેડ ક્રેસન્ટના આંકડા અનુસાર, ડેરનામાં 11,300 લોકો માર્યા ગયા હતા અને 10,000 થી વધુ લોકો ગુમ થયા હતા.

તોફાન ડેનિયલને કારણે લીબિયામાં આપ્યું પૂર
તોફાનને કારણે દેશના અન્ય ભાગમાં પણ લગભગ 170 લોકોના મોત થયા હતા. સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠન અનુસાર પૂરથી ડર્નામાં ઓછામાં ઓછા 30 હજાર લોકો વિસ્થાપિત થયા હતા અને હજારો લોકો શહેરોમાં પોતાનું ઘર છોડવા માટે મજબૂર થયા હતા. 

3. મોરક્કોમાં ભૂકંપ
મોરક્કોમાં 9 સપ્ટેમ્બર 2023ની મોડી રાત્રે આવેલા 6.8ની તીવ્રતાના ભૂકંપને કારણે 2900થી વધુ લોકોના મોત થયા હતા. મોરક્કોના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ભૂકંપથી 2900 થી વધુ લોકોના મોત થયા અને 2059 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મંત્રાલય પ્રમાણે સૌથી વધુ 1293 લોકોના મોત અલ હૌજ પ્રાંતમાં થયા હતા. 

મોરક્કોમાં સપ્ટેમ્બરમાં આવ્યો હતો 6.8 તીવ્રતાનો ભૂકંપ
તેમણે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 2059 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મોરક્કોમાં સપ્ટેમ્બરમાં આવેલા 6.8ની તીવ્રતાનો ભૂકંપ, દેશમાં છેલ્લા 120 વર્ષમાં આવેલો સૌથી ભીષણ ભૂકંપ હતો. અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તીવ્રતા 6.8 હતી અને તેનું કેન્દ્ર ઐતિહાસિક શહેર મારાકેચના એટલસ પર્વતના અલ-હૌંજ પ્રાંતમાં સ્થિત હતું. 

4. હિમાચલ પ્રદેશ ભૂસ્ખલન
વર્ષ 2023ના જુલાઈ-ઓગસ્ટના મહિનામાં હિમાચલ પ્રદેશમાં એટલો ભારે વરસાદ પડ્યો કે પ્રદેશમાં ભીષણ તબાહીનો એવો સિલસિલો શરૂ થયો જેને રાજ્યના લોકોએ ઈતિહાસમાં ક્યારેય જોયો નહોતા. એક અનુમાન પ્રમાણે ભારે વરસાદ બાદ ભયાનક પૂર અને ભૂસ્ખલનને કારણે પ્રદેશમાં 500થી વધુ લોકોના મોત થયા હતા. આ સિવાય રાજ્ય સરકારને આશરે 12 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 

હિમાચલ પ્રદેશમાં ઈતિહાસની સૌથી ભયાનક તબાહી
જુલાઈમાં જ્યારે હિમાચલ પ્રદેશમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનનો સિલસિલો શરૂ થયો ત્યારે મનાલીમાં આશરે 70 હજાર પર્યટક ફરવા પહોંચ્યા હતા. હિમાચલ પ્રદેશમાં આ મોનસૂન સીઝનના ઈતિહાસની સૌથી મોટી ત્રાસદી હતી. 

5. હોર્ન ઓફ આફ્રિકામાં પૂર
હોર્ન ઓફ આફ્રિકા ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરે સોમાલિયા, કેન્યા અને ઇથોયોપિયામાં 130થી વધુ લોકોના મોત  થયા હતા. ઓક્ટોબરમાં શરૂ થયેલ પૂરથી પૂર્વી આફ્રિકામાં 7 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા. અલ નીનો હવામાનની ઘટના અને સમુદ્રની સપાટીના એવરેજ તાપમાનને કારણે આ દેશોમાં ભયંકર વરસાદ થયો અને ત્યારબાદ પૂર આવી ગયું હતું. 

પૂર્વી આફ્રિકામાં પૂરથી 7 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા
આ પૂર છેલ્લા 40 વર્ષમાં સૌથી ભીષણ દુષ્કાળ બાદ આવ્યું, જેણે 2020થી 2023 સુધી આ ક્ષેત્રને પ્રભાવિત કર્યું. વર્લ્ડ વેધર એટ્રિબ્યૂશનના એક અભ્યાસ અનુસાર માનવ-પ્રેરિત જળવાયુ પરિવર્તનને કારણે આ દેશોમાં લગભગ 20 મિલિયન લોકોએ તીવ્ર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરવો પડ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news