બદલીનો લાભ લેવા ગુજરાતના શિક્ષકોએ ચૂકવી મોટી કિંમત, કોને ફળ્યો આ બદલી કેમ્પ?

Teacher Transfer Camp : સમગ્ર રાજ્યમાં જિલ્લા ફેરબદલી કેમ્પ લગભગ 3 અઠવાડિયા પહેલા જ યોજાયો હતો, જેના કારણે અનેક શિક્ષકો ખુશ હતા, જેનો લાભ રાજ્યના અંદાજે 11,000 જેટલા શિક્ષકોએ લીધો હતો. કેટલાક જિલ્લાઓમાંથી તો 100 કરતા પણ વધુ શિક્ષકોએ જિલ્લા ફેરબદલી કેમ્પનો લાભ લીધો

બદલીનો લાભ લેવા ગુજરાતના શિક્ષકોએ ચૂકવી મોટી કિંમત, કોને ફળ્યો આ બદલી કેમ્પ?

Gujarat Education System Fail : થોડા સમય પહેલાં ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી શાળાઓમાં અનેક શિક્ષકો જિલ્લા ફેરબદલી કેમ્પની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની આ ઇન્તેજારીનો અંત લાવવામાં આવ્યો અને મોટી સંખ્યામાં શિક્ષકોએ જિલ્લા ફેરબદલી કેમ્પનો લાભ લીધો હતો. પરંતુ આ લાભની કિંમત શિક્ષકોએ ચૂકવવી પડી હોવાની ચર્ચાઓ શિક્ષકજગતમાં જોરશારથી ચર્ચાઈ રહી છે.

જી હા, સમગ્ર રાજ્યમાંથી અંદાજે 11,000 શિક્ષકોએ જિલ્લા ફેરબદલી કેમ્પનો લાભ લીધો. પરંતુ જૂની જગ્યા છોડીને નવી જગ્યાએ જતા પહેલા શિક્ષકોએ 35,000 થી 50,000 રૂપિયા ચૂકવવા પડ્યા હોવાનું શિક્ષકોમાં ચર્ચાઈ રહ્યું છે. જે તે જિલ્લામાંથી છૂટા થવા માટે કરવી પડતી પ્રક્રિયા અંતર્ગત કેટલાક જિલ્લાઓના ટીપીઓ દ્વારા 35,000 થી 50,000 રૂપિયા લેવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જે શિક્ષકોએ તુરંત આ રકમ ચૂકવી તેઓ ઝડપથી છૂટા થવામાં સફળ રહ્યા હતા. પરંતુ કેટલાક શિક્ષકોએ રૂપિયા ના ચૂકવતા એક અઠવાડિયા સુધી જુદા જુદા કારણોસર સમસ્યા સહન કરવી પડી. આખરે સાચી સમસ્યા સમજાઇ જતા શિક્ષકોએ ટીપીઓને ખુશ કરી દેતાં સરળતાથી જિલ્લો છોડવાની પરવાનગી મળી તેવી ચર્ચા શિક્ષકોમાં તેમજ શિક્ષક સંઘોમાં ચર્ચાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં જિલ્લા ફેરબદલી કેમ્પ લગભગ 3 અઠવાડિયા પહેલા જ યોજાયો હતો, જેના કારણે અનેક શિક્ષકો ખુશ હતા, જેનો લાભ રાજ્યના અંદાજે 11,000 જેટલા શિક્ષકોએ લીધો હતો. કેટલાક જિલ્લાઓમાંથી તો 100 કરતા પણ વધુ શિક્ષકોએ જિલ્લા ફેરબદલી કેમ્પનો લાભ લીધો છે. જે જિલ્લામાંથી શિક્ષકોએ મોટી સંખ્યામાં ફેરબદલી કેમ્પનો લાભ લીધો છે, ત્યાના ટીપીઓને પણ આ કેમ્પ એટલો જ ફળ્યો હોવાનો ગણગણાટ શિક્ષકો તેમજ શિક્ષક સંઘોમાં સંભળાઈ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news