શાકભાજીના ભાવ

શાકભાજીના ભાવમાં છપ્પરફાડ વધારો, જુઓ માર્કેટમાં કેવા ભાવ વેચાઈ રહી છે...

કમોસમી વરસાદ (Maha Cyclone) ને કારણે ખેડૂતોના પાકને નુકશાન થયું છે. જ્યાં હાલ મગફળી, જુવાર, ડાંગર, જીરાના પાકને નુકશાનની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યાં શાકભાજીની ખેતીને પણ મોટાપાયે અસર થઈ છે. શિયાળામાં જ્યાં શાકભાજી ખાવાની સૌથી વધુ મજા આવે છે, ત્યાં જ શાકભાજીના ભાવ (Vegetables Price hike) આસમાને પહોંચ્યા છે. ડુંગળીનો ભાવ (Onion Price) તો સીધો 70 થી 80 રૂપિયે પહોંચી ગયો છે, ત્યાં અન્ય શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો નોંધાયો છે. ત્યારે જોઈએ, હાલ માર્કેટમાં શાકભાજીને કેવા ભાવ લેવાઈ રહ્યાં છે.

Nov 8, 2019, 11:53 AM IST

ડુંગળીની સાથે શાકભાજીના ભાવોમાં પણ ભડાકો, ભારે વરસાદે સ્વાદ બગાડ્યો

એક તરફ ચોમાસા(Monsoon)ને લઈને શાકભાજી (vegetables) ના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે મહિલાઓને કયુ શાક ખરીદવું અને કયુ નહિ તેની મૂંઝવણ છે. બીજી તરફ ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવ તો સાતમા આસમાને પહોંચી ગયા છે. જેને લઈને ગૃહિણીઓ પણ પરેશાન છે. હાલ રાજ્યભરના માર્કેટમાં શાકભાજીના ભાવમાં ભારે ભડકો જોવા મળ્યો છે. મોટાભાગના શાકભાજી વધુ મોંઘા બન્યાં છે. શાકભાજીના ભાવમાં પહેલા કરતા 50 ટકા વધારો નોંધાયો છે. ભારે વરસાદના કારણે શાકભાજીની આવક ઓછી આવતા ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. એશિયાની સૌથી મોટું ડુંગળી (Onion Price)નું માર્કેટ મહારાષ્ટ્ર  (Maharashtra)ના લાસલગાવ (Lasalgaon)માં પણ ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાણ થઇ રહ્યું છે. વેપારીઓએ જણાવ્યું કે દેશમાં ડુંગળીનો સ્ટોક ઓછો થઇ રહ્યો છે.

Sep 22, 2019, 09:26 AM IST

પવિત્ર શ્રાવણ માસના ‘ઉપવાસ કરવા થશે મોંઘા’, શાકભાજી બાદ ફ્રુટના ભાવ આસમાને

પવિત્ર શ્રાવણ માસમાં હવે ફ્રુટ ખાવુ એ મોંઘુ બનશે કેમ કે, વરસાદના કારણે બજારમાં ફ્રુટની આવક ઘટી ગઇ છે અને બીજીતરફ ઉપવાસના કારણે માગ વધી છે. જે રીતે ફ્રુટના ભાવમાં વધારો થઈ રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે શ્રાવણ માસના ઉપવાસ કરવા મોઘા પડશે. અને શાકભાજી બાદ હવે ફ્રુટના ભાવ વધતાં ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ છે. 
 

Jul 30, 2019, 07:22 PM IST

વરસાદ વરસવાનું નામ નથી લેતો, અને શાકભાજીના ભાવ 60થી 70 ટકા વધી ગયા

ઉનાળાની ઋતુ પુર્ણ થઇ ગઇ અને ચોમાસુ બેસી ગયુ. પણ વાતાવરણ હજી પણ ઉનાળાના મૂડમાં છે અને વરસાદ વરસવાનો નામ નથી લઇ રહ્યો. જેની અસર શાકભાજીના ભાવો પર પડી છે. ચોમાસુ વિધીવત ન જામતા શાકભાજીના ભાવ ભડકે બળી રહ્યા છે. 

Jul 24, 2019, 08:11 AM IST

ફળોના ભાવમાં તોતિંગ વધારો : એક મહિના પહેલાં જે ભાવ હતાં, તેમાં સરેરાશ 90-100% ભાવ વધ્યા

ચોમાસુ ખેંચાતા શાકભાજીના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે, જેના કારણે ગૃહિણીઓનુ બજેટ ખોરવાઈ રહ્યું છે. જેના કારણે મહિલાઓની મુશ્કેલી વધી છે. ઉનાળાની ઋતુ પૂર્ણ થતાંની સાથે જ ફળફળાદીના ભાવમાં તોંતિંગ વધારો થયો છે. ઉનાળામાં કેસર કરી પૂર્ણ પ્રમાણમાં મળી રહેતા લોકોની પસંદગી કેરી પર વધારે રહેતી હતી. પણ માર્ચ મહિનામાં સૌરાષ્ટ્રની અને જુન મહિનામાં કચ્છની કેસર કેરી આવતાં અન્ય ફળફળાદીના ભાવામાં ઘટાડો થયો હતો. જોકે હવે કેરીની સીઝન પુર્ણ થતાં ફળ ફળાદીના ભાવ ઉંચકાયા છે. એક મહિના પહેલાં જે ભાવ હતાં, તેમાં સરેરાશ 90 થી 100 ટકા ભાવનો વધારો થયો છે

Jul 23, 2019, 08:21 AM IST

ચોમાસુ ખેંચાતા શાકભાજીના ભાવ વધ્યા, ગૃહિણીઓની મૂંઝવણ વધી, શું ખરીદવું કે શું ન ખરીદવું!!!

વરસાદ ખેંચતા તેની સીધી અસર શાકભાજીના ભાવ ઉપર જોવા મળી છે. ચોમાસામાં સામાન્ય રીતે તુરિયા, ટામેટા,ગુવાર, ભીંડો જેવા શાકભાજી સસ્તા હોય છે, પરંતુ વરસાદ ખેંચતા પરિસ્થિતિ વણસી ગઈ છે. જે શાકભાજી પ્રતિ કિલો 30 થી ૪૦ રૂપિયા હોય છે તે વધીને ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. 

Jul 20, 2019, 09:18 AM IST