ડુંગળીના ભાવ

ડોલર કરતાં પણ મોંઘી બનેલી ડુંગળી મામલે સારા સમાચાર...ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની બમ્પર આવક

ડુંગળી ડોલર કરતાં મોંઘી: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સવા લાખ ગુણ ડુંગળીની આવક થઇ છે. આજે ખેડૂતોને 450 થી લઇને 2100 રૂપિયા સુધી ભાવ મળ્યો છે. આ વર્ષે 15 રાજ્યોના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કેન્દ્ર સરકારને ડુંગળી અંગે ગોંડલ યાર્ડનો પ્રોત્સાહિત કરવાનું જણાવાયુ છે. તો ખેડૂતોએ ડુંગળીના ભાવથી ખેડૂતોને ફાયદો થશે તેવું જણાવ્યુ હતુ. ગોંડલ યાર્ડમાં વાહનોની કતાર લાગી હતી. 

Dec 6, 2019, 04:21 PM IST

ડુંગળીના વધતા ભાવમાં જલદી મળી શકે છે રાહત, જાણો કારણ 

ડુંગળી (Onion) ના વધતા ભાવ લોકોને ચોધાર આંસુએ રડાવી રહ્યાં છે. ડુંગળીના વધતા ભાવે ગૃહિણીના રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. સરકારે જનતાને રાહત આપવા માટે હવે તુર્કી (Turkey) થી 11 હજાર મેટ્રિક ટન ડુંગળી આયાત કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહકોના મામલાઓના મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું કે MMTCએ હજાર મેટ્રિક ટન ડુંગળીની આયાતના આદેશ આપ્યા છે. આ ઉપરાંત સરકારે ઈજિપ્ત (Egypt) થી 6090 એમટી ડુંગળી આયાત કરી છે. જે ડિસેમ્બરની મધ્ય સુધીમાં ભારત પહોંચશે. જેના કારણે ડુંગળીના ભાવોમાં થોડી રાહત રહેવાની આશા છે. 

Dec 1, 2019, 09:09 PM IST

મોદી ‘સરકાર રાજ’મા જમવાની થાળી થઈ મોંઘી, તુવેર-અડદ દાળમાં તોતિંગ ભાવવધારો

દિવસેને દિવસે રોજિંદી જરૂરિયાતની ખાવાની વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પહેલા ડુંગળી (onion price) , બાદમાં લસણ (Garlic Price) અને હવે તુવેર દાળના ભાવ ધરખમ વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. લોકો સતત ટેન્શન અનુભવી રહ્યા છે કે, આમ ને આમ જો એક પછી એક તમામ વસ્તુઓના ભાવ વધશે તો માણસે શું ખાવુ. ધીરે ધીરે કરીને થાળીમાં જરૂરી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. શાકભાજી અને ડુંગળીના ભાવે તો પહેલેથી જ લોકોની કમર તોડી છે, ત્યાં હવે વિવિધ દાળના ભાવ (Toor Dal Price ) માં વધારો નોંધાયો છે. ત્યારે બીજી તરફ, લોકો મોદી સરકાર તરફ આશા લગાવીને બેસી રહ્યા છે કે, ક્યારે આ કમરતોડ ભાવમાંથી મુક્તિ મળશે. 

Nov 29, 2019, 03:34 PM IST

ખરીદવાની હિંમત પણ ન કરી શકાય તેવા ભાવે વેચાઈ રહ્યું છે લસણ

ગુજરાત સહિત દેશભરમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ (onion price) કુદકેને ભૂસકે વધી રહ્યા છે. તો બીજી તરફ લસણ (Garlic Price) ની ભારે અછત વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલમાં ઉંચા ભાવે લસણ વેચાઈ રહ્યું છે. લસણ ખરીદવાની હિંમત પણ સમાન્ય માણસ કરી શકે તેમ નથી. લસણના વેપાર સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ હાલમાં બજારમાં લસણનો જે માલ ઠલવાઇ રહ્યો છે તે જૂનો માલ છે. નવો માલ હજુ હોળી પછી આવવાની શક્યતા છે. ત્યારે લસણનો ભાવ (Garlic Price hike) પણ આસમાને પહોંચ્યો છે. 

Nov 29, 2019, 10:19 AM IST

સંજયભાઈ સવારે માર્કેટમાં આવ્યા તો ગાયબ હતી 250 કિલો ડુંગળી, સુરતમાં ચોરીની અનોખી ઘટના

સુરત (Surat) માં ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. હમણાં સુધી સામાન્ય રીતે મોબાઈલ, પર્સ સહિત કિંમતી ચીજવસ્તુઓની ચોરીની ઘટના સાંભળવા મળતી હતી. જોકે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ચોથા આસમાને પહોંચેલા ડુંગળીના ભાવોને લઈ મોંઘી થયેલી ડુંગળીની ચોરી સુરતમાં થઈ છે. ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળી (onion price) આજે 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે. ત્યારે સામાન્ય વર્ગ માટે ડુંગળીની ખરીદી કરવી હાલ મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે સુરતમાં ડુંગળીની ચોરી (Onion stolen) ની ઘટનાઓ હવે પ્રકાશમાં આવી છે.

Nov 29, 2019, 09:18 AM IST
Ahmedabad womens response to onion prices PT3M39S

ડુંગળીના ભાવ અંગે અમદાવાદની મહિલાઓ અંગે ચર્ચા, જુઓ વીડિયો

ડુંગળીના ભાવ અંગે અમદાવાદની મહિલાઓ અંગે ચર્ચા, જુઓ વીડિયો

Nov 27, 2019, 08:35 PM IST

વધુ રડાવશે ડુંગળી! નાસિકની આ મંડીમાં 6 હજાર સુધી પહોંચ્યા ડુંગળીના ભાવ

દેશની સૌથી મોટી મંડી નાસિક જિલ્લાના લાસલગાવ આજે ડુંગળીના ભાવ ક્વિંટલ માટે 6 હજાર રૂપિયા સુધી પહોંચ્યા ગયા. રબીની ડુંગળીની સ્ટોરેજ ખતમ થઇ રહી છે. રબી ડુંગળીની આવક મંડીઓમાં ઘટી રહી છે. તો બીજી તરફ કમોસમી વરસાદે લાલ ડુંગળીને મોટું નુકસાન થયું છે જેથી દેસી ડુંગળીની આવક મંડીમાં ઓછી થઇ રહી છે.

Nov 21, 2019, 08:29 AM IST

શાકભાજીના ભાવમાં છપ્પરફાડ વધારો, જુઓ માર્કેટમાં કેવા ભાવ વેચાઈ રહી છે...

કમોસમી વરસાદ (Maha Cyclone) ને કારણે ખેડૂતોના પાકને નુકશાન થયું છે. જ્યાં હાલ મગફળી, જુવાર, ડાંગર, જીરાના પાકને નુકશાનની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યાં શાકભાજીની ખેતીને પણ મોટાપાયે અસર થઈ છે. શિયાળામાં જ્યાં શાકભાજી ખાવાની સૌથી વધુ મજા આવે છે, ત્યાં જ શાકભાજીના ભાવ (Vegetables Price hike) આસમાને પહોંચ્યા છે. ડુંગળીનો ભાવ (Onion Price) તો સીધો 70 થી 80 રૂપિયે પહોંચી ગયો છે, ત્યાં અન્ય શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો નોંધાયો છે. ત્યારે જોઈએ, હાલ માર્કેટમાં શાકભાજીને કેવા ભાવ લેવાઈ રહ્યાં છે.

Nov 8, 2019, 11:53 AM IST

ડુંગળીના વધતા ભાવને કારણે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, તમારા કામના છે આ સમાચાર

ભારતમાં સતત વધી રહેલા ડુંગળી (Onion) ના ભાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ (export) પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે કહ્યું કે, આગામી આદેશ સુધી ડુંગળી (Onion price hike) નુ નિકાસ કરવામાં આવશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, ડુંગળીની નિકાસ નીતિમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમજ આગામી આદેશ સુધી મફતમાં પ્રતિબંધ કરાયો છે. તેથી ડુંગળીના તમામ પ્રકારના નિકાસને તાત્કાલિક રૂપે પ્રતિબંધ કરાયો છે.

Sep 29, 2019, 03:51 PM IST

ડુંગળીની સાથે શાકભાજીના ભાવોમાં પણ ભડાકો, ભારે વરસાદે સ્વાદ બગાડ્યો

એક તરફ ચોમાસા(Monsoon)ને લઈને શાકભાજી (vegetables) ના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે મહિલાઓને કયુ શાક ખરીદવું અને કયુ નહિ તેની મૂંઝવણ છે. બીજી તરફ ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવ તો સાતમા આસમાને પહોંચી ગયા છે. જેને લઈને ગૃહિણીઓ પણ પરેશાન છે. હાલ રાજ્યભરના માર્કેટમાં શાકભાજીના ભાવમાં ભારે ભડકો જોવા મળ્યો છે. મોટાભાગના શાકભાજી વધુ મોંઘા બન્યાં છે. શાકભાજીના ભાવમાં પહેલા કરતા 50 ટકા વધારો નોંધાયો છે. ભારે વરસાદના કારણે શાકભાજીની આવક ઓછી આવતા ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. એશિયાની સૌથી મોટું ડુંગળી (Onion Price)નું માર્કેટ મહારાષ્ટ્ર  (Maharashtra)ના લાસલગાવ (Lasalgaon)માં પણ ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાણ થઇ રહ્યું છે. વેપારીઓએ જણાવ્યું કે દેશમાં ડુંગળીનો સ્ટોક ઓછો થઇ રહ્યો છે.

Sep 22, 2019, 09:26 AM IST

4 વર્ષના સૌથી ઉંચા સ્તરે પહોંચ્યા ડુંગળીના ભાવ, દિલ્હીમાં 50 રૂપિયા પ્રતિ કિલો થઇ કસ્તુરી

Onion Price : એશિયાની સૌથી મોટું ડુંગળીનું માર્કેટ મહારાષ્ટ્ર  (Maharashtra)ના લાસલગાવ (Lasalgaon)માં પણ ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાણ થઇ રહ્યું છે. વેપારીઓએ જણાવ્યું કે દેશમાં ડુંગળીનો સ્ટોક ઓછો થઇ રહ્યો છે. જેના કારણે બજારની આવક પણ ઘટી રહી છે. 

Sep 21, 2019, 04:12 PM IST

ભાવનગર: ડુગળીના ભાવો ઘટતા ખેડૂતોની સ્થિતી દયનીય, સરકાર પાસે સહાયની માંગ

  ડુંગળીમાં વાવેતર શિયાળામાં વધુ કરતો હોઈ છે આમ તો જીલ્લો દેશનો બીજો એવો છે કે જ્યાં સૌથી વધું ડુંગળીનું વાવેતર થાય છે. પણ અફ્સોસની વાત એ છે કે ખેડૂતને ભાવ માટે હમેશા પોતાનું નુકશાન સહન કરવું પડે છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાવો મળતા નથી અને ખેડૂત યાર્ડમાં લાવે ત્યારે ક્યાંક અચકાતો અચકાતો ડુંગળી લઈને આવે છે કે તેને આર્થિક નુકશાન સહન કરવાનું છે. હાલ ભાવનગર યાર્ડમાં રોજની 50 હજારથી વધુ ગુણીની આવક છે. અને ભાવ આજે ૨૦ થી લઈને 70માં જઈને અટકયા છે ખેડૂત માને છે. કે હવે સરકાર સહાય નહી આપે તો આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નથી તો યાર્ડનું તંત્ર પણ ખેડૂતની દશાને સમજીને સરકારને સમજવા ઈશારો કરી રહ્યું છે. 

Feb 1, 2019, 07:47 PM IST

એક અઠવાડિયામાં મોદી સરકારે ખેડૂતોને આપી બીજીવાર રહાત, લીધો આ મોટો નિર્ણય

ડુંગળી પર નિકાસ પ્રોત્સાહનને બમણું કરવામાં આવ્યું હવે વટાણાન આયાત પર રોકની સમય સીમા વધારી દીધી છે. વાણિજ્ય મંત્રાલયે સોમવારે વટાણા આયાત પર પ્રતિબંધ ત્રણ મહિના વધારી 31 માર્ચ સુધી કરી દીધી છે.

Dec 31, 2018, 06:38 PM IST

સાવ સસ્તી થઈ ગરીબોની કસ્તુરી ડુંગળી, ભાવ જાણીને લાગશે આંચકો

આ વર્ષે ડુંગળીની મબલખ આવક નોંધાઈ છે. જેને કારણે તેની કિંમત ઘટીને સીધી 900 રૂપિયા ક્વિંટલ સુધી પહોંચી ગઈ છે. ગત વર્ષે જે ડુંગળી 1900 રૂપિયા પ્રતિ ક્વિંટલના ભાવે વેચાઈ હતી, તે જ હવે મહારાષ્ટ્રના માર્કેટમાં 500-800 રૂપિયા ક્વિંટલના ભાવે વેચાઈ રહી છે.

Sep 21, 2018, 11:58 AM IST