Air Indiaએ શરૂ કર્યું ઘરેલૂ ફલાઇટનું બુકિંગ, આંતરરાષ્ટ્રી રૂટ પર આ તારીખથી શરૂ થશે યાત્રા
Trending Photos
નવી દિલ્હી: સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાએ શનિવારથી ઘરેલૂ ફ્લાઇટ માટે બુકિંગ શરૂ કર્યું છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય સેક્ટરના કેટલાક પસંદગીના રૂટ્સ માટે પણ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે, તેઓ 4 મેથી ઘરેલૂ સેક્ટરના કેટલાક પસંદગીના રૂટ્સ અને 1 જૂનથી આતંરરાષ્ટ્રીય રૂટ્સ પર તેમની વિમાન સેવા શરૂ કરશે.
કંપનીની વેબસાઈડ પર ઉપલબ્ધ સૂચના અનુસાર "વર્તમાન વૈશ્વિક સ્વાસ્થ્ય ચિંતાઓને જોઈને અમે 3 મે 2020 સુધી અમારી તમામ ઘરેલૂ અને 31 મે 2020 સુધી આતંરરાષ્ટ્રીય ફ્લાઇટનું બુકિંગ બંધ રાખ્યું છે."
કંપનીના જણાવ્યા અનુસાર "પસદગીના ઘરેલૂ હવાઈ માર્ગ પર યાત્રા માટે 4 મે અને આંતરરાષ્ટ્રીય યાત્રા માટે 1 જૂનથી ફ્લાઈટ ઉપલબ્ધ થશે."
Air India opens bookings for select domestic flights May 4th 2020 onwards and International Flights June 1st, 2020 onwards pic.twitter.com/Lsz9gRLF9V
— ANI (@ANI) April 18, 2020
કોરોના વાયરસ મહામારીના સામુદાયિક ફેલાવાથી રોકવા માટે કેન્દ્ર સરકારે 25 માર્ચના 21 દિવસના લોડાઉનની જાહેરાત કરી હતી. ત્યારબાદ 19 દિવસ વધારીને 3 મે સુધી કર્યું હતું. તે દરમિયાન દેશમાં તમામ પ્રકારની સાર્વજનિક પરિવહન, રેલમાર્ગ અને હવાઈ માર્ગની યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે. માત્ર અનિવાર્ય અને આકસ્મિક સેવાઓની અવરજવર પર તે દરમિયાન પરવાનગી આપી છે.
તમામ સૂચનાઓનું થશે પાલન
કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં મેટ્રો શહેરોને જોડનારી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ સ્થિતિને જોઈને ફ્લાઈટની સંખ્યા વધારવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ફ્લાઇટ માટે ડીજીસીએ તથા સ્વાસ્થ્ય મંત્રાલયની તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવશે. તેમાં વિમાનની સ્વચ્છતા, ચેક-ઈન અને બોર્ડિંગ દરમિયાન યાત્રિઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ નક્કી કરવું અને વિમાનમાં વચ્ચેની સીટ ખાલી છોડવાના સંબંધી સૂચનાઓ પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે