કોરોના સંક્રમણ પર PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ- ડરવાની જરૂર નથી, ભેગા મળીને હરાવીશું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, કોરોનાને લઇને ડરવાની જરૂર નથી અને આપણે બધા ભેગા મળીને આ મહામારીને હરાવીશું. વડાપ્રધાને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના એક ટ્વિટને રિટ્વિટ કરી આ વાત કરી હતી. આ સાથે પીએમ મોદીએ તે લોકોની પ્રશંસા કરી છે, જે દિવસ રાત કોરોના સામે જંગમાં ફ્રન્ટલાઈન પર ઉભા છે. જેઓ દેશભરમાં સતત સૂનિશ્ચિત કરવામાં લાગ્યા છે, ભારતની સમાન્ય જનતાની જરૂરીયાતોને પૂર્ણ કરવામાં આવી શકે.
કોરોના સંક્રમણ પર PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ- ડરવાની જરૂર નથી, ભેગા મળીને હરાવીશું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, કોરોનાને લઇને ડરવાની જરૂર નથી અને આપણે બધા ભેગા મળીને આ મહામારીને હરાવીશું. વડાપ્રધાને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના એક ટ્વિટને રિટ્વિટ કરી આ વાત કરી હતી. આ સાથે પીએમ મોદીએ તે લોકોની પ્રશંસા કરી છે, જે દિવસ રાત કોરોના સામે જંગમાં ફ્રન્ટલાઈન પર ઉભા છે. જેઓ દેશભરમાં સતત સૂનિશ્ચિત કરવામાં લાગ્યા છે, ભારતની સમાન્ય જનતાની જરૂરીયાતોને પૂર્ણ કરવામાં આવી શકે.

તમને જણાવી દઇએ કે, ભારત સરકાર કોરોના વાયરસને રોકવા માટે તમામ પ્રકારના જરૂરી પગલા લઈ રહી છે. કેન્દ્ર સરકારના તમામ મંત્રાલય આ મહામારીને રોકવા માટે કામ કરી રહ્યાં છે. મંત્રાલયના કામ માટે પીએમ મોદીએ દરેક મંત્રાલયની પ્રશંસા કરી છે. આ પહેલા તેમણે રેલ મંત્રાલયની પ્રશંસા પણ કરી અને રેલ મંત્રીના ટ્વિટને રિટ્વિટ કરતા કહ્યું કે ભારતીય રેલવે પર ગર્વ છે. સંકટના સમયમાં આપણે સતત નાગરિકોની મદદ કરતા રહીએ.

Please keep taking the proper precautions. Together, we all will certainly defeat the COVID-19 pandemic. https://t.co/7sUpNo9Vo9

— Narendra Modi (@narendramodi) April 18, 2020

દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વઘીને 14378 પર પહોંચી ગઈ છે. તેમાંતઈ 4291 કેસ તબલીગી જમાતના છે. છેલ્લા 24 કલાકમાં 43 લોકોના મોત થયા છે. 23 રાજ્યમાં જમાતના કારણે કેસ વધી રહ્યાં છે. રાહતની વાત એ છે કે, 23 રાજ્યના 45 જિલ્લામાં છેલ્લા 28 દિવસથી કોરોનાના કોઈ નવા કેસ સામે આવ્યા નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી હતી.

અગ્રવાલે જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 480 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 243 દર્દીઓ સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 991 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1992 દર્દી સ્વસ્થ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news