Air India: બદલાઈ જશે એર ઈન્ડિયાનું રૂપ-રંગ, લોન્ચ થયો નવો LOGO અને ડિઝાઇન

Air India Logo ટાટા ગ્રુપ્સના ટેકઓવર બાદ આજે ખાનગી એરલાઇન કંપની એર ઈન્ડિયાએ પોતાનો નવો લોગો લોન્ચ કર્યો છે. આ લોગોને રીબ્રાન્ડ કરવામાં આવ્યો છે. તેના પર કંપનીએ 400 મિલિયન ડોલર ખર્ચ કર્યાં છે. કંપનીના સીઈઓ કેમ્પબેલ વિલ્સને આ લોગોને લોન્ચ કર્યો છે. 
 

Air India: બદલાઈ જશે એર ઈન્ડિયાનું રૂપ-રંગ, લોન્ચ થયો નવો LOGO અને ડિઝાઇન

નવી દિલ્હીઃ Air India Airlines: ટાટા ગ્રુપ (Tata Group)દ્વારા અધિગ્રહણ કર્યા બાદ હવે ઈન્ડિયન એરલાયન (Indian Airlines)ની બ્રાન્ડના કલરથી લઈને લોગો સુધીમાં ફેરફાર થવાનો છે. કંપનીએ હવે એર ઈન્ડિયાનું રીબ્રાન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ગુરૂવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં નવા લોગો અને કલર બદલવા વિશે જાણકારી મળી છે. રિપોર્ટ્સ પ્રમાણે એરલાઇનના બ્રાન્ડ કલર, પાયલટ અને ક્રૂમા યુનિફોર્મથી લઈને દરેક વસ્તુમાં ફેરફાર થશે. 

નવા લોગોની શું છે ખાસિયત?
નવો LOGO એ એરલાઇનના આઇકોનિક મહારાજા માસ્કોટનો આધુનિક દેખાવ છે, જેમાં વધુ સ્ટાઇલિશ ડિઝાઇન અને નવી લાલ-સફેદ-અને-જાંબલી રંગ યોજના છે. નવા લોગોને લોન્ચ કરતાં ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને કહ્યું કે નવો લોગો અસીમિત સંભાવનાઓનું પ્રતીક છે.

— ANI (@ANI) August 10, 2023

નવા લોગોમાં હશે કોણાર્ક ચક્ર
એરલાઇનનો નવો લોગો જૂના  LOGOની જગ્યા લેશે, જેમાં નારંગી કોણાર્ક ચક્રથી સુશોભિત એક લાલ હંસને દેખાડવામાં આવ્યો છે. એર ઈન્ડિયાએ લોગોને ધ વિસ્ટા (The Vista) નામ આપ્યું છે. 

વેબસાઇટ અને એપ પણ કરી લોન્ચ
એર ઈન્ડિયા તરફથી નવી વેબસાઇટ અને મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. તેમાં તમને ડિજિટલ ટૂલ અને તમામ પ્રકારની સુવિધાઓની સાથે વેબસાઇટ તમને મળશે. આ સાથે નવ ભારતીય અને વિદેશી ભાષાઓમાંથી એક નવી 24 કલાક ખુલી રહેનારી કસ્ટરમ કોન્ટેક્ટ સેન્ટર પણ લોન્ચ થવાનું છે.

મહારાજાનો 77 વર્ષ જૂનો છે સંબંધ
આ સિવાય મહારાજાને સંપૂર્ણ રીતે અલવિદા કહેવામાં આવશે નહીં. એર ઈન્ડિયા સાથે મહારાજાનો સંબંધ આશરે 77 વર્ષ જૂનો છે. આ પહેલા 1946માં બોબી કૂકા (Bobby Kooka) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. કંપનીનો પ્લાન છે કે એરપોર્ટ લોન્જ અને પ્રીમિયમ ક્લાસમાં ફરીથી ઉપયોગ કરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news