માતા માટે પુત્રનો પ્રેમ જોઇ ભાવુક થયા આનંદ મહિંદ્રા, બોલ્યા ભેટમાં આપીશ કાર

ટ્વિટર પર હંમેશા એક્ટિવ રહેતા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા ફરી એકવાર ભાવુક થયા છે. આ વખતે તેઓ કોઇ દુ:ખ પર નહીં પરંતુ એક પુત્રનો માતા પ્રત્યે પ્રમે જોઇ ભાવુક થયા છે

માતા માટે પુત્રનો પ્રેમ જોઇ ભાવુક થયા આનંદ મહિંદ્રા, બોલ્યા ભેટમાં આપીશ કાર

નવી દિલ્હી: ટ્વિટર પર હંમેશા એક્ટિવ રહેતા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા ફરી એકવાર ભાવુક થયા છે. આ વખતે તેઓ કોઇ દુ:ખ પર નહીં પરંતુ એક પુત્રનો માતા પ્રત્યે પ્રમે જોઇ ભાવુક થયા છે. મૈસૂરના નિવાસી એક માતા પુત્રની સ્ટોરી પર લોકોનો પ્રેમ ઉભરાઇ રહ્યો છે. મૈસૂરના ડી કૃષ્ણ કુમારની 70 વર્ષીય માતા ક્યારેય શહેરથી બહાર ગઇ નથી. તેમણે તેમના પુત્રથી તિર્થયાત્રા પર જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ડી કૃષ્ણ કુમારે આ ઇચ્છાને પૂરી કરવા માટે માતાને સ્કૂટર પર બેસાડી નકળી ગયા હતા.

48,100 કિમીની કરી મુસાફરી
ડી કૃષ્ણ કુમારે અત્યાર સુધીમાં સ્કૂટર પર જ 48,100 કિલોમિટરની મુસાફરી પૂર્ણ કરી છે. તેમણે તેમની સ્ટોરી જાતે વર્ણવી છે, જેનો વીડિયો નાંદી ફાઉન્ડેશનના સીઇઓ મનોજ કુમારે ટ્વીટ કર્યો છે. આ વીડિયો પર આનંદ મહિન્દ્રાની નજર પડી તો તેમણે તેને ફક્ત શેર જ નહીં કર્યો, પરંતુ માતા અને પુત્ર માટે ભાવનાત્મક ઘોષણા પણ કરી. તેનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

KUV100 NXT ગિફ્ટ આપવાની કરી વાત
આનંદ કુમારે મનોજ કુમારનું ટ્વિટ શેર કરવાની સાથે જ લખ્યું કે, ‘માતા અને દેશ માટે પ્રેમની એક સુંદર સ્ટોરી... મનોજ તેને શેર કરવા માટે આભાર.’ જો તમે તેમનો સંપર્ક કરી શકો તો હું તેમને મહિન્દ્રા કેયૂવી 100 એનએક્સટી (KUV100 NXT) ગિફ્ટ કરવા ઇચ્છું છું. તેનાથી તેઓ માતાની સાથે તેમની આગામી યાત્રા કારથી કરી શકશે.

— anand mahindra (@anandmahindra) October 23, 2019

20 વર્ષ જુના ચેતક સ્કૂટરથી કરી રહ્યાં છે યાત્રા
ડી કૃષ્ણ કુમારની માતા મૈસુરમાં એકલી રહે છે. તેમણે પુત્ર કૃષ્ણથી હમ્પીને જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પુત્રએ નોકરી છોડી દીધી અને 20 વર્ષ જુના ચેતક સ્કૂટર પર તેમની માતા સાથે નીકળી ગયા. કૃષ્ણ કુમારે કહ્યું કે, સંયુક્ત કુટુંબમાં મારી માતાની ભૂમિકા પિતાના મૃત્યુ સુધી રસોડા સુધી જ સીમિત હતી. મેં તેમને સપૂર્ણ સમય આપવા અને જીવનની બધી ખુશીઓ આપવાનું નક્કી કર્યું છે.

— Manoj Kumar (@manoj_naandi) October 23, 2019

મીડિયા રિપોર્ટના અનુસાર કૃષ્ણ કુમાર તેમની માતા સાથે છેલ્લા 7 મહિનાથી યાત્રા કરી રહ્યાં છે. તેઓ તેમની માતાને અત્યાર સુધી ઘણા પ્રવિત્ર સ્થળોની યાત્રા કરાવી ચુક્યા છે. તેઓ તે દરમિયાન હોટલની જગ્યાએ આશ્રમમાં રહે છે અને તે દરમિયાન તેઓ સ્કૂટર પર તેમની સાથે જરૂરી સામાન રાખે છે. બીજી તરફ આનંદ મહિન્દ્રા તરફથી કારની ઓફર કરવામાં આવ્યા બાદ તેમના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા થઇ રહી છે. શેર કર્યાના થોડા સમય બાદ જ તેમના ટ્વિટને સાડા પાંચ હજારથી વધારે લોકોએ રી-ટ્વિટ કરી અને લગભગ 24 હજાર યૂઝર્સે લાઇક કરી છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news