close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

પેન ડ્રાઇવ વડે હેક થઇ જાય છે ATM મશીન, હેકર્સ આ રીતે કાઢી લે છે બધા પૈસા

ભારતમાં જ નહી પરંતુ ઘણા દેશોમાં આ પ્રકારની હેકિંગ સામાન્ય વાત છે. થોડા સમય પહેલાં જર્મનીના હેમબર્ગમાં થયેલી Chaos Computing Congress માં બે વિશેષજ્ઞોએ તેની જાણકારી આપી હતી. 

Dushyant karnal Dushyant karnal | Updated: Jun 13, 2018, 10:29 AM IST
પેન ડ્રાઇવ વડે હેક થઇ જાય છે ATM મશીન, હેકર્સ આ રીતે કાઢી લે છે બધા પૈસા

મોટાભાગે સમાચાર આવે છે કે એટીએમને હેક કરીને એકાઉન્ટમાંથી પૈસા કાઢી લેવામાં આવે છે. આરબીઆઇ અને બેંક તેની સુરક્ષાને લઇને કંઇકને કંઇક અપડેટ જાહેર કરે છે. પરંતુ, તેમછતાં પણ હેકર્સ દૂર બેઠેલા લોકોના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાંસફર કરી દે છે. ATM હેકિંગના નવા નવા કેસ સામે આવતા રહે છે. ફક્ત ભારતમાં જ નહી પરંતુ ઘણા દેશોમાં આ પ્રકારની હેકિંગ સામાન્ય વાત છે. થોડા સમય પહેલાં જર્મનીના હેમબર્ગમાં થયેલી Chaos Computing Congress માં બે વિશેષજ્ઞોએ તેની જાણકારી આપી હતી. તેમના અનુસાર ATM મશીનોમાં ફક્ત એક કાણું પાણીને પેન ડ્રાઇવના માધ્યમથી પૈસા ટ્રાંસફર કરી શકાય છે. 

પેન ડ્રાઇવ લગાવીને સરળતાથી થાય છે હેકિંગ
Chaos Computing Congress માં જણાવવામાં આવ્યું કે ટ્રિક્સના અનુસાર ATM મશીનમાં પેન ડ્રાઇવ લગાવીને તેને હેક કરવાનું કામ એકદમ સરળતાથી કરી શકાય છે. આ કામ માટે પેન ડ્રાઇવને  ATM મશીન સાથે જોડવાની હોય છે. પેન ડ્રાઇવમાં પહેલાંથી એક માલવેયર પોગ્રામ (ખાસ પ્રકારનો કોમ્યુટર વાયરસ જે સિસ્ટમમાં ગરબડી કરવા માટે બનાવવામાં આવે છે) હોય છે. આ માલવેયરની મદદથી 12 આંકડાનો કસ્ટમ કોડ મશીનમાં નાખવામાં આવે છે. ત્યારબાદ કોમ્યૂટર પ્રોગ્રામ પોતાનું કામ શરૂ કરી દે છે. 

કોડ નાખ્યા બાદ તરત જ ATM ની સ્ક્રીન પર એક મેસેજ દેખાય છે. આ મેસેજને જોતાં જ ATM મશીન પર પુરી રીતે હેકર્સનો કબજો થઇ જાય છે. માલવેયર પોગ્રામની મદદથી હેકર્સને ખબર પડે છે કે ATMમાં કેટલા પૈસા છે અને તેને કેવી રીતે ટ્રાંસફર કરી શકાય છે. યૂરોપિયન દેશોમાં આ પ્રકારે ATM હેકિંગ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે.

ધમાકેદાર ઓફર : 100 રૂ.ના રિચાર્જ પર 20 રૂ. કેશબેક  

ATM પાસવર્ડ હેકિંગ બચવાની ટિપ્સ
ATM પિનની સુરક્ષા લઇને યૂજર્સ મોટાભાગે બેદરકાર રહે છે. આમ તો ATM હેકિંગને રોકવા માટે એકદમ હાઇ-ટેક થવું જરૂરી છે, ATM પિનની સુરક્ષા ઘણી હદે યૂજર્સના હાથમાં રહે છે. સૌથી મોટી ભૂલ તો યૂજર્સની ATM પિન ચેંજ ન કરવાની હોય છે. 

  • ATM કાર્ડ અને પિનને સાથે ન રાખો
  • ATM પિનને ટેક્સ્ટ મેસેજ અથવા ઇમેલના માધ્યમથી ન મોકલો.
  • જો તમે તમારા ATM નો પિન સતત ચાર વખત ખોટો દબાવો છો તો ATM કાર્ડ મશીનમાં ફસાઇ જાય છે.
  • ATM ની અંદર કોઇ અન્ય ગેજેટ, ચાર્જર, પેન ડ્રાઇવ, મશીનમાં હોલ જેવી વસ્તુને ચેક કરી લો.

ઓનલાઇન બેકિંગમાં સુરક્ષિત રહેવાની ટિપ્સ

બેંકો મોટાભાગે આપે છે સલાહ
બધી બેંકો પોતાના ગ્રાહકોને સુરક્ષિત ઓનલાઇન બેકિંગના ઘણી સલાહો આપે છે પરંતુ, તેમછતાં પણ ઘણા લોકો ફ્રોડનો શિકાર થઇ જાય છે. ઇન્ટરનેટ પર ઘણા હેકર્સ સતત બીજાના એકાઉન્ટ પર નજર રાખીને બેઠ્યા હોય છે અને લોકોની એક નાનકડી ભૂલ કરવાની રાહ જોતા હોય છે. 

ફિશિંગ એલર્ટ
ફિશિંગ એક ટેક્નિકલ શબ્દ છે, જેને કોઇ ગોટાળા અથવા કૌભાંડ માટે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કોઇ ફ્રોડ વ્યક્તિ અથવા સંસ્થા તમને બનાવટી ઇ-મેલ મોકલે છે તો તેને ફિશિંગ કહેવામાં આવે છે. આ ઇ-મેલ બિલકુલ વિશ્વનીય જેવા લાગે છે અને તેના માધ્યમથી તમારો બેંક એકાઉન્ટ નંબર, પાસવર્ડ અને કોઇ વ્યક્તિગત જાણકારી માંગી શકે છે. આવા ઇ-મેલથી હંમેશા સાવધાન રહો અને તેમાં આપેલી લિંક્સ પર ક્લિક ન કરો.

બેંક સંબંધિત જાણકારી ગુપ્ત રાખો
ઇન્ટરનેટના ઉપયોગ વખતે કોઇપણ સંદિગ્ધ લિંક પર ક્લિક ન કરો. કોઇપણ ભોલામણી ઓફરને જોઇને તેના પર ક્લિક કરવું અને તેમાં આપેલા નિર્દેશો પર અમલ કરવો ખતરનાક કામ છે. તેનાથી તમારી ઘણી વ્યક્તિગત જાણકારીઓ ફ્રોડ લોકો સુધી પહોંચી જાય છે. 

લોક આઇકન પર રાખો નજર
પોતાના બેંક એકાઉન્ટના આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કોઇપણ વેબસાઇટ પર ત્યારે કરો જ્યારે ઉપર યૂઆરએલ (url) પર લોકનું ચિહ્ન દેખાય. આ તમારા પાસવર્ડને ગુપ્ત રાખે છે. આ ચિહ્ન દ્વારા પડે છે કે તમે જે વેબસાઇટ પર કામ કરી રહ્યા છો તે સુરક્ષિત છે. 

લોગઆઉટ કરવાનું ન ભૂલો
જ્યારે પણ ઇન્ટરનેટ દ્વારા પોતાના પૈસાની લેણ-દેણ કરો ત્યારબાદ તાત્કાલિક પોતાનું એકાઉન્ટ લોગઆઉટ કરવાનું ભૂલશો નહી. તમારા એકાઉન્ટ ખુલ્લી રહેશે તો બીજો વ્યક્તિ તેનો ખોટો ઉપયોગ કરી શકે છે. 

સ્માર્ટફોન કેટલા સુરક્ષિત
જો તમારી પાસે બેંક જવા અથવા કોમ્યુટર પર બેકિંગ કરવાનો ટાઇમ નથી તો તમારા ફોન દ્વારા પણ ઓનલાઇન બેકિંગ સુરક્ષિત છે. તમારા ફોનને હંમેશા લોક રાખો અને પાસવર્ડ બીજા કોઇ વ્યક્તિ સાથે શેર ન કરો.

એંટીવાયરસ અપડેટ રાખો
ઓનલાઇન બેકિંગનો ઉપયોગ કરવા માટે તમારા મોબાઇલ અથવા કોમ્યુટર પર એંટીવાયરસ હંમેશા અપડેટ રાખો. આ સાથે એંટીવાયરસનો ઉપયોગ કરવો પણ જરૂરી છે.

પાસવર્ડ ઉપરાંત બીજું શું છે જરૂરી?
પર્સનલ જાણકારીઓ હેક થવાથી બચવા માટે ફક્ત પાસવર્ડ જ ખૂબ જરૂરી નથી. જો કોઇ સાઇટ વધારે સિક્યુરિટી ફીચર્સ ઓફર કરી રહી છે તો તેને પણ ટ્રાઇ કરો. ઘણી બેંક સાઇટ્સ અથવા મહત્વપૂર્ણ સાઇટ્સ જેવા ગૂગલ સાઇટ્સ જેમ કે ગૂગલ અને એપ્પલ સિક્યુરિટી ફિચર્સમાં ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન પણ ઓફર કરે છે. કેટલાક મામલે સેકંદ ઓથેન્ટિકશન જરૂરી હોય છે ત્યારે પણ તમે બીજા કોમ્યુટર દ્વારા લોગ-ઇન કરી શકો છો.