Bank of Baroda: 1 જૂનથી બદલાય જશે Cheque Payment ના નિયમ, ગ્રાહકોને થઈ શકે છે મુશ્કેલી
બેન્ક ઓફ બરોડા 1 જૂનથી બેન્ક પોઝિટિવ પે કન્ફર્મેશન (Positive pay confirmation) ને ફરજીયાત કરવા જઈ રહી છે. તે હેઠળ જો 2 લાખથી વધુની ચુકવણી ચેક દ્વારા થાય છે તો ગ્રાહકોએ બીજીવાર કન્ફર્મેશન કરવું પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ બેન્ક ઓફ બરોડા (Bank of Baroda) એ હાલમાં પોતાના ગ્રાહકો માટે નવું નોટિફિકેશન (New Notification) જારી કર્યું છે. તે અનુસાર આગામી મહિનાની શરૂઆતથી ચેક પેમેન્ટ (Cheque Payment) ના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.
પોઝિટિવ પે કન્ફર્મેશન થશે લાગૂ
બેન્ક ઓફ બરોડાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપતા જણાવ્યું કે, 1 જૂનથી બેન્ક પોઝિટિવ પે કન્ફર્મેશન (Positive pay confirmation) ને ફરજીયાત કરવા જઈ રહી છે. તે હેઠળ જો 2 લાખથી વધુની ચુકવણી ચેક દ્વારા થાય છે તો ગ્રાહકોએ બીજીવાર કન્ફર્મેશન કરવું પડશે. આ પ્રક્રિયા પૂરી થવા પર ટ્રાન્ઝેક્શન પૂરુ થશે. બાકી ચેક કેન્સલ થઈ જશે.
We are committed to making your banking transactions secure. And with the Positive Pay System, we are here to offer you protection against cheque frauds. With #BankofBaroda, #StaySafeBankSafe pic.twitter.com/dkWkHz3RqU
— Bank of Baroda (@bankofbaroda) May 12, 2021
ચેક પેમેન્ટને બે વખત કરવું પડશે કન્ફર્મ
બેન્ક તરફથી જારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું કે, 50 હજારથી વધુ વેલ્યૂના ચેક માટે બેન્ક તરફથી કન્ફર્મેશન કરી શકાય છે. ગ્રાહક નેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, બ્રાન્ચને ફોન કરી અથવા 8422009988 પર એસએમેસ કરી કન્ફર્મેશન આપી શકે છે. તે માટે બેનિફિશિયરીનું નામ, અમાઉન્ટ (રૂપિયામા), ચેકની તારીખ, એકાઉન્ટ નંબર્સમાં, ખાતા સંખ્યા અને ચેકની જાણકારી શેર કરવી જરૂરી છે.
ચેક ફ્રોડ કેસને ઓછા કરવામાં મળશે મદદ
રિઝર્વ બેન્ક (RBI) ના આદેશાનુસાર ચેક પેમેન્ટ દરમિયાન થતાં ફ્રોડ (Bank Cheque Fraud) પર લગામ લગાવવાના ઇરાદાથી BOB એ 1 જાન્યુઆરી 2021ના સેન્ટ્રલાઇઝ્ડ પોઝિટિવ પે સિસ્ટમ એટલે કે CPPS ને ઇન્ટ્રોડ્યૂસ કર્યું છે. ગ્રાહકોના ફાયદા માટે હવે તેને બેન્ક લાગૂ કરવા જઈ રહી છે. તેથી બેન્કે ગ્રાહકોને અપીલ કરી છે કે તે હાઈ વેલ્યૂ ચેક ટ્રાન્ઝેક્શનને લઈને બેન્કને પહેલાથી બેનિફિશિયરી સંબંધી જાણકારી આપી દે. તેથી બેન્ક ક્લિયરિંગ સમયે ગ્રાહક પાસે બીજીવાર કન્ફર્મેશન ન લેવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે