Moderna કંપનીએ પંજાબ સરકારને વેક્સિન મોકલવાનો કર્યો ઇનકાર, જણાવ્યું આ કારણ

મોડર્ના કંપનીએ કહ્યું કે, વેક્સિનને લઈને તેની સમજુતી ભારત સરકારની સાથે થઈ છે, પંજાબ સરકાર સાથે નહીં. તેથી તે સીધી તેને વેક્સિન મોકલી શકે નહીં.

Moderna કંપનીએ પંજાબ સરકારને વેક્સિન મોકલવાનો કર્યો ઇનકાર, જણાવ્યું આ કારણ

ચંડીગઢઃ કોરોના મહામારીનો સામનો કરવા માટે સીધી વિદેશથી વેક્સિન મંગાવવાની પંજાબ (Punjab) સરકારની યોજના સફળ રહી નથી. અમેરિકન કંપની મોડર્ના (Moderna) એ પંજાબ સરકારની વેક્સિન (Corona Vaccine) મોકલવાની વિનંતીનો અસ્વીકાર કર્યો છે. 

મોડર્ના કંપનીએ કહ્યું કે, વેક્સિનને લઈને તેની સમજુતી ભારત સરકારની સાથે થઈ છે, પંજાબ સરકાર સાથે નહીં. તેથી તે સીધી તેને વેક્સિન મોકલી શકે નહીં.

મોડર્ના કંપની સાથે કર્યો હતો સંપર્ક
જાણકારી પ્રમાણે કોરોના વેક્સિનની કમી જોતા પંજાબ સરકારે અમેરિકી કંપની મોડર્ના સાથે સંપર્ક કર્યો હતો. પંજાબના નોડલ અદિકારી વિકાસ ગર્ગે કહ્યુ કે, મુખ્યમંત્રી અમરિંદર સિંહના નિર્દેશ પ્રમાણે સ્પૂતનિક વી, ફાઇઝર, મોડર્ના અને જોનસન એન્ડ જોનસ કંપની સાથે વાત કરવામાં આવી. બધી કંપનીઓ સાથે કોરોના વેક્સિન સપ્લાયની સમજુતી વિશે ચર્ચા થઈ છે. 

કંપનીએ સરકારને આપ્યો જવાબ
તેમણે કહ્યું કે, હવે મોડર્ના કંપની તરફથી જવાબ આપ્યો છે. કંપનીએ રાજ્ય સરકાર સાથે સમજુતી કરવાનો ઇનકાર કર્યો છે. કંપનીએ કહ્યું કે, તે પોતાની નીતિ પ્રમાણે દેશની રાષ્ટ્રીય સરકારોની સાથે સમજુતી કરે છે ન કોઈ એક રાજ્ય કે ખાનગી સેક્ટરની સાથે. અહીં પણ ભારત સરકારની સાથે તેની સમજુતી છે. તેથી તે કોઈ રાજ્યને વેક્સિન ન આપી શકે.

દેશમાં વેક્સિનની અછત
મહત્વનું છે કે દેશમાં કોરોના વેક્સિનની અછત સર્જાય છે. રસી (Corona Vaccine) ની અછતને કારણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા છતાં તમામ રાજ્યોમાં અત્યાર સુધી 18+ વાળાનો રસિકરણ પ્રોગ્રામ ગતિ પકડી શક્યો નથી. તો 45થી વધુ ઉંમરના લોકોને પણ રસી લેવામાં મુશ્કેલી આવી રહી છે. આ કારણે ઘણા રાજ્યોએ વેક્સિનેશન પ્રોગ્રામ રોકી દીધા છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news