ફટાફટ પતાવી લેજો બેંકના બધા કામ, આ 2 દિવસ હડતાળ પર છે કર્મચારીઓ

છે. હડતાળનું આહ્વાન ભારતીય બેંક સંઘ (IBA) દ્વારા વેતનમાં ફક્ત બે ટકાના વધારાના વિરોધમાં કરવામાં આવ્યું છે.

ફટાફટ પતાવી લેજો બેંકના બધા કામ, આ 2 દિવસ હડતાળ પર છે કર્મચારીઓ

મુંબઈ/નવી દિલ્હી: સાર્વજનિક ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓએ 30 મેના રોજથી બે દિવસની હડતાળની જાહેરાત કરી છે. હડતાળનું આહ્વાન ભારતીય બેંક સંઘ (IBA) દ્વારા વેતનમાં ફક્ત બે ટકાના વધારાના વિરોધમાં કરવામાં આવ્યું છે. વેતન વધારવાને લઈને 5મી મે 2018ના રોજ બેઠકમાં આઈબીએ દ્વાર બે ટકાના વેતન વધારાની રજુઆત કરાઈ. આ દરમિયાન એમ પણ કહેવામાં આવ્યું કે અધિકારીઓની માગણી પર વાતચીત ફક્ત સ્કેલ 3 સુધીના અધિકારીઓ સુધી સીમિત હશે.

બે-ત્રણ વર્ષમાં કામનો ખુબ બોજ વધ્યો
યુનાઈટેડ ફોરમ અને બેંક યુનિયન્સના સંયોજક દેવીદાસ તુલજાપુરકરે કહ્યું કે આ એનપીએના બદલામાં કરવામાં આવેલી જોગવાઈના કારણે છે જેનાથી બેંકોને નુક્સાન થયું અને આ માટે કોઈ બેંક કર્મચારી જવાબદાર નથી. તેમણે કહ્યું કે છેલ્લા બે ત્રણ વર્ષમાં બેંક કર્મચારીઓએ જન ધન, નોટબંધી, મુદ્રા તથા અટલ બેન્શન યોજના સહિત સરકારની પ્રમુખ યોજનાઓને લાગુ કરવા માટે રાત દિવસ કામ કર્યાં. તુલજાપુરકરે કહ્યું કે આ બધાથી તેમના પર કામનો બોજો ખુબ વધ્યો.

15 ટકાનો વધારો કરાયો હતો
બેંક કર્મચારીઓની છેલ્લી વેતન સમીક્ષામાં 15 ટકા વધારો કરાયો હતો. આ વેતન સમીક્ષા 1 નવેમ્બર 2012થી 31 ઓક્ટોબર 2017 માટે હતો. યુએએફબીયુ 9 શ્રમિક સંગઠનોની શાખા છે. તેમાં ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (એઆઈબીઓસી), ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (એઆઈબીઈએ) તથા નેશનલ ઓર્ગેનાઈઝેશન્સ ઓફ બેંક વર્કર્સ(એનઓબીડબલ્યુ) સામેલ છે.

અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ એઆઈબીઈએ દ્વારા 11મી મેના રોજ 30 અને 31મી મેના રોજ હડતાળ પર જવાની વાત કરાઈ હતી. બેંક કર્મચારીઓની પ્રસ્તાવિત હડતાળ 30મી મેના રોજ સવારે 6 વાગે શરૂ થશે અને એક જૂનના રોજ સવારે 6 વાગ્યા સુધી રહેશે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news