Bank Locker: બેંક લોકરમાં પૈસા રાખો છો તો થઈ જજો સાવધાન, RBIનો શું છે નિયમ?
Bank Locker: માની લો કે લોકરમાં પડેલો તમારો સામાન બર્બાદ થઈ જાય તો તેની જવાબદારી કોની? રાજસ્થાનમાં પીએનબી બેંક લોકરની ઘટના પછી લાખો લોકોને આ સવાલ પરેશાન કરી રહ્યો છે. એવામાં શું બેંકની કોઈ જવાબદારી નથી. આવો જાણીએ શું કહે છે આરબીઆઈનો નિયમ.
Trending Photos
Bank Locker: જો તમે પણ કોઈપણ બેંકમાં લોકર લઈને રાખ્યું છે તો આ સમાચાર તમારા માટે કામના છે. આમ તો લોકરમાં લોકો પોતાનો કિંમતી સામાન રાખે છે. જેથી તે સુરક્ષિત રહી શકે. પરંતુ માની લો કે જો લોકરમાં ડેલો તમારો સામાન બર્બાદ થઈ જાય તો તેની જવાબદારી કોની? રાજસ્થાનમાં પીએનબી બેંક લોકરની ઘટના પછી લાખો લોકોને આ સવાલ પરેશાન કરી રહ્યો છે. એવામાં શું બેંકની કોઈ જવાબદારી નથી. આવો જાણીએ શું કહે છે આરબીઆઈનો નિયમ.
1 ફેબ્રુઆરી 2023થી નવા લોકર રૂલ્સ લાગુ થયા:
ભારતમાં 1 ફેબ્રુઆરી 2023થી નવા લોકર રૂલ્સ લાગુ થયા છે. આ નિયમમાં ગ્રાહકોને લોકરમાં રાખેલ સામાનની સુરક્ષાને મજબૂત કરવામાં આવી છે. નવા નિયમ તમારા માટે બહુ ફાયદાકારક છે. આરબીઆઈએ એક જાન્યુઆરીથી લઈને હાલના લોકર ગ્રાહકોની સાથે લોકર એગ્રીમેન્ટને રિન્યુ કરવા માટે કહેવામા આવ્યું હતું. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે બેંક આ સુનિશ્વિત કરશે કે તેમના લોકર કોઈ અયોગ્ય શરત કે નિયમ સાથે ન હોય. સાથે જ લોકર એગ્રીમેન્ટ વધારે અઘરા ન હોય. હવે જાણીએ આ નિયમ શું છે.
વળતર આપવું પડશે:
જો બેંકની બેદરકારીથી લોકરમાં રાખેલ સામાનને કોઈ નુકસાન પહોંચે છે તો તેના માટે બેંક તમને વળતર આપશે. આરબીઆઈના નવા નિયમ પ્રમાણે બેંકોની જવાબદારી છે કે તે લોકર અને બેંક પરિસરની સુરક્ષા માટે બધા જરૂરી પગલાં ઉઠાવે. સાથે જ બેંકે નક્કી કરવું પડશે કે આગ, ચોરી, લૂંટ કે બિલ્ડીંગ પડવા જેવી ઘટનાઓ તેમની બેદરકારી કે ભૂલના કારણે ન થાય. જો પ્રાકૃતિક સંકટ જેવા કે ભૂકંપ, વિજળી પડવી, તોફાન કે પૂર વગેરેના કારણે લોકરના સામાનને નુકસાન થઈ શકે છે. તો બેંક તમને વળતર આપવા માટે બાદ્ય નહીં હોય.
વાર્ષિક ભાડાનું 100 ગણા સુધી વળતર:
જો બેંકની બેદરકારીના કારણે લોકરમાં રાખેલ સામાન ખરાબ થાય છે. તો બેંકને વળતર આપવું પડશે. બેંકના કર્મચારી જ છેતરપિંડીના કારણે નુકસાન થાય છે તો બેંક કમ્પેંસેટ કરશે. આ કંપનસેશન લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધી થશે.
જો ઉધઈ લાગી જાય તો શું કરશે?:
જો લોકરમાં રાખવામાં આવેલ સામાનમાં ઉધઈ લાગી જશે તો તેનાથી બેંકની બેદરકારી સાબિત થશે. એવામાં બેંકને નુકસાનનું વળતર આપવું પડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે