ડૂબી ગયેલી Silicon Valley Bankની કિંમત 99 રૂપિયા! HSBCએ અધિગ્રહણની કરી જાહેરાત

Silicon Valley Bank: 10 માર્ચ સુધીમાં સિલિકોન વેલી બેંક યુકે લિમિટેડ પાસે લગભગ £ 5.5 બિલિયનની લોન હતી અને લગભગ £6.7 બિલિયનની થાપણો હતી. HSBC એ જણાવ્યું હતું કે SVB UK ની ટેન્જિબલ ઇક્વિટી આશરે £1.4 બિલિયન હોવાની અપેક્ષા છે.

ડૂબી ગયેલી Silicon Valley Bankની કિંમત 99 રૂપિયા! HSBCએ અધિગ્રહણની કરી જાહેરાત

Silicon Valley Bank: Silicon Valley Bank ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેની એક બ્રાંચની કિંમત 100 રૂપિયા પણ નહીં હોય. આ વાત હવે સાચી પડી છે. HSBC બેંકે SVBની UK શાખાને એક પાઉન્ડ એટલે કે રૂ. 99.28માં ખરીદી છે. HSBC ડેટા અનુસાર, 10 માર્ચ સુધીમાં બેંકની શાખામાં લગભગ 5.5 બિલિયન પાઉન્ડની લોન અને 6.7 બિલિયન પાઉન્ડની ડિપોઝિટ રકમ હતી. તમને જણાવી દઈએ કે સિલિકોન વેલી બેંક ડૂબી ગઈ છે અને તેને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, કારણ કે આ બેંકમાં સામાન્ય લોકો દ્વારા ઘણા બધા પૈસા જમા છે.

યુકેના ચાન્સેલરે શું કહ્યું-
એક Tweetમાં માહિતી આપતા યુકેના ચાન્સેલર જેરેમી હંટે કહ્યું કે આજે સવારે સરકાર અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડે સિલિકોન વેલી બેન્ક યુકે આર્મ ખરીદવા માટે HSBC ડિપોઝિટને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે મેં ગઈકાલે કહ્યું હતું કે અમે અમારા ટેક સેક્ટરનું ધ્યાન રાખીશું અને અમે અમારા વચનને પૂર્ણ કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં છે.

HSBC CEO નોએલ ક્વિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે: “અમે SVB UK ગ્રાહકોને HSBCમાં આવકારીએ છીએ અને તેમને યુકે અને સમગ્ર વિશ્વમાં વધુ વિકસાવવા માટે વિચારીશું. SVB UK ના ગ્રાહકો બેંકમાં તેમનું ખાતું ચાલુ રાખી શકે છે. HSBC એ SVB UK ખાતે કામ કરતા સ્ટાફ અને સહયોગીઓનું પણ સ્વાગત કર્યું.

આ HSBC ની યોજના છે-
HSBC એ જણાવ્યું હતું કે 10 માર્ચ સુધીમાં સિલિકોન વેલી બેંક યુકે લિમિટેડ પાસે લગભગ £5.5 બિલિયનની લોન હતી અને લગભગ £6.7 બિલિયનની થાપણો હતી. HSBC એ જણાવ્યું હતું કે SVB UK ની ટેન્જિબલ ઇક્વિટી આશરે £1.4 બિલિયન હોવાની અપેક્ષા છે. તે તરત જ ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરશે અને બેંકના હાલના સંસાધનોમાંથી તેને ભંડોળ આપશે. વધુમાં SVB UK ની મૂળ કંપનીઓની અસ્કયામતો અને જવાબદારીઓને વ્યવહારમાંથી બાકાત રાખવામાં આવી છે. જો કે, યુનાઇટેડ સ્ટેટ્સથી વિપરીત, યુકેએ બેંકિંગ સિસ્ટમ માટે વ્યાપક પ્રવાહિતા પગલાંની જાહેરાત કરી નથી.

બ્રિટનના નાણામંત્રાલય અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડે નિષ્ફળ યુએસ સિલિકોન વેલી બેન્ક યુકેને ખરીદવામાં HSBC મદદ કરી છે અને $8.1 બિલિયનની સિક્યોર ડિપોઝિટની સુવિધા આપી છે. કેલિફોર્નિયાની સિલિકોન વેલી બેંક (SVB) નિષ્ફળ થયા બાદ UK સત્તાવાળાઓ તેની UK પેટાકંપની માટે ખરીદદાર શોધવા માટે ઝઝૂમી રહ્યા છે.

બ્રિટનના નાણા મંત્રી જેરેમી હંટે ટ્વીટ કર્યું કે, "આજે સવારે સરકાર અને બેંક ઓફ ઈંગ્લેન્ડે સિલિકોન વેલી બેંક યુકેના ખાનગી વેચાણની જાહેરાત કરી છે." થાપણોનું રક્ષણ કરવામાં આવશે, કરદાતાઓ પાસેથી સહકાર લેવામાં આવશે નહીં. HSBC એ કહ્યું કે તે સિલિકોન વેલી બેંક UK ને હસ્તગત કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news