બેન્ક બંધ: આ મહિને કર્મચારી ફરી કરશે હડતાળ, પહેલાંથી કરી લો તૈયારી

સરકારી બેન્ક માર્ચ મહિનામાં ફરી હડતાળની તૈયારીમાં છે. બેન્કીંગ ક્ષેત્રના બે યૂનિયનો અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ (AIBEA) અને ઓલ ઇન્ડીયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) 27 માર્ચને બેન્કને મહાવિલયના વિરોધમાં હડતાળ પર ઉતરશે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે 10 બેન્કોના વિલય કરી ચાર બેન્ક બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેનો બેન્કકર્મી વિરોધ કરી રહ્યા છે.

બેન્ક બંધ: આ મહિને કર્મચારી ફરી કરશે હડતાળ, પહેલાંથી કરી લો તૈયારી

નવી દિલ્હી: સરકારી બેન્ક માર્ચ મહિનામાં ફરી હડતાળની તૈયારીમાં છે. બેન્કીંગ ક્ષેત્રના બે યૂનિયનો અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ (AIBEA) અને ઓલ ઇન્ડીયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) 27 માર્ચને બેન્કને મહાવિલયના વિરોધમાં હડતાળ પર ઉતરશે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે 10 બેન્કોના વિલય કરી ચાર બેન્ક બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેનો બેન્કકર્મી વિરોધ કરી રહ્યા છે. આ પહેલાં બેન્ક યૂનિયનોએ 11 માર્ચથી પ્રસ્તાવિત ત્રણ દિવસ હડતાળને પાછી ખેંચી લીધી હતી અને હવે આ હડતાળની તારીખ 27 માર્ચ નક્કી કરી છે.  

એઆઇબીઇએના મહાસચિવ સી. એચ. વેંકટચલમે કહ્યું કે ડૂબનાર લોન (બેડ લોન)ની મોટી સંખ્યાના લીધે બેન્કોએ પોતે સમસ્યાઓનો સમાનો કરવો પડે છે. સાર્વજનિક ક્ષેત્રને બેન્કોને 31 માર્ચ 2019ના રોજ સમાપ્ત થઇ વર્ષમાં 1,50,000 કરોડ રૂપિયાનો કુલ નફો રળ્યો, પરંતુ બેડ લોન વગેરે માટે કુલ જોગવાઇ 216,000 રૂપિયાની હતી. એવામાં અંતે બેન્કોને 66,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું. તેમણે આગળ જણાવ્યું કે યૂનિયનોએ આ વિલય વિરૂદ્ધ 27 માર્ચની હડતાળ સાથે આ મહિને વિભિન્ન વિરોધ પ્રદર્શનોની યોજના બનાવી છે.

વિલયના વિરૂદ્ધ થશે વિરોધ
એક અધિકારીએ જણાવ્યું હતું કે એસબીઆઇના વિલય અને ગત કેટલાક વર્ષ બેન્ક ઓફ બરોડમાં વિલય બાદ સરકારે 10 બેન્કોના વિલયની જાહેરાત કરી છે, જેનો સીધો અર્થ છે કે છ બેન્ક આંધ્રા બેન્ક, ઇલાહાબાદ બેન્ક, કોર્પોરેશન બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, સિન્ડીકેટ બેન્ક અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડીયાને બંધ કરી દેવામાં આવશે. 

તમને જણાવી દઇએ કે કેન્દ્રીય મંત્રિમંડળે બુધવારે 10 સરકારી બેન્કોનું વિલય કરી ચાર 'મોટી બેન્ક'ને મંજૂરી આપી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતરમણે કહ્યું કે મંત્રીમંડળે વિલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે અને સરકારે આ બેન્કોના સતત સંપર્કમાં છે. સીતારમણે કહ્યું કે ''બેન્કોના વિલયની પ્રક્રિયા ચાલુ છે અને તેનો નિર્ણય દરેક બેન્કના ડિરેક્ટર મંડળ પહેલાં લઇ ચૂક્યા છે. નરેન્દ્ર મોદીની સરકારે ગત વર્ષે ઓગસ્ટમાં બેન્કોના મેગા મર્જરની જાહેરાત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news