તહેવારોમાં ઓનલાઇન શોપિંગ કરતા સમયે રહો સાવધાન, હેકર્સથી બચવા કરો આ કામ

નવેમ્બર ડિસેમ્બરમાં સૌથી વધુ સાઇબર એટેકનું કારણ તે પણ માનવામાં આવે છે કે આ દરમિયાન ન માત્ર લોકો દિવાળીનું પરંતુ ક્રિસમસ અને ન્યૂઇયર માટે એડવાન્સ બુકિંગ કરે છે. 

 તહેવારોમાં ઓનલાઇન શોપિંગ કરતા સમયે રહો સાવધાન, હેકર્સથી બચવા કરો આ કામ

નવી દિલ્હીઃ દિવાળી નજીક છે અને ઓલઆઇન ખરીદીની ધુમ છે. મોટા ડિસ્કાઉન્ટને કારણે લોકો ખુબ શોપિંગ કરે છે. સામાન્ય તહેવાર કરતા દિવાળી પર વધુ ખરીદી થાય છે. સોના-ચાંદીથી લઈને મોંઘી ઇલેક્ટ્રોનિક આઇટમો પર છૂટ તમને જ્યાં નજર આવે છે, તો કોઈની નજર તમારા એકાઉન્ટ પર હોઈ શકે છે. અમે વાત કરી રહ્યાં છીએ હેકર્સની. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ હેકર્સનો સૌથી મોટો શિકાર ભારત છે. સૂચના ટેક્નોલોજીની કંપની સિમેન્ટેકના રિપોર્ટ પ્રમાણે પાછલા વર્ષે દર મહિને આશરે 5000 વેબસાઇટ પર થયા જેમાં 33 ટકા હુમલા માત્ર નવેમ્બર-ડિસેમ્બરમાં થયા હતા. 

નવેમ્બર-ડિસેમ્બર એટલે તહેવારોનો સમય. પાછલા વર્ષે દિવાળી નવેમ્બરમાં હતી. પરંતુ આ વર્ષે ઓક્ટોબરમાં છે. આ સમયે વિશ્વભરના હેકર્સ સૌથી વધુ એક્ટિવ હોય છે. જ્યારે તમે ઓનલાઇન પેમેન્ટ કરો છો. તે સમયે ફોર્મ જેકિંગ ટેકનિકની મદદથી તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ડેટા ચોરી લે છે. 

ફોર્મ હેકિંગ એટલે કે તે ટેકનિક જેમાં ફોર્મ ભરતા સમયે જાવા કોટને હેક કરી લેવામાં આવે છે અને એકાઉન્ટ સંબંધી જાણકારીને કોપી કરી લેવામાં આવે છે. ફેસ્ટિવ સિઝનમાં હેકર્સ ખુબ એગ્રેસિવ થઈ જાય છે. આ દરમિયાન તમારા એકાઉન્ટ પર તેની નજર રહે છે. 

ફોર્મ જેકિંગથી કઈ રીતે થાય છે ચોરી
સથી પહેલા હેકર્સ કાર્ગેટ વેબસાઇટના પેમેન્ટ ફોર્મને પોતાના સ્ક્રિપ્ટના કોડમાં નાખે છે. યૂઝર પેમેન્ટ કરવા માટે ફોર્મ ભરે છે જેમાં કાર્ડ ડિટેલ હોય છે. અહીં યૂઝર submit બટન પર ક્લિક કરે છે અને બીજીતરફ ફોમ ડેટા અને કાર્ડ ડિટેલ્સ હેકર્સની પાસે પહોંચી જાય છે. રિપોર્ટ પ્રમાણે હેકર્સ નાની ઈ કોમર્સ કંપનીને પોતાનો શિકાર બનાવે છે. 

હેકર્સથી આ રીતે બચી શકાય
શોપિંગ કરતા સમયે યૂઆરએલ ચેક કરો, તેના પર (https) મોડ હોવો જોઈએ, આ સિક્યોર મોડ હોય છે. 

શોપિંગ કરતા સમયે ધ્યાનમાં રાખો કે તમારા મોબાઇલ કે લેપટોપમાં એન્ટીવાયરસ હોય. ખરીદી કરવા માટે જાહેર વાઇફાઇનો ઉપયોગ ન કરો.

ઓનલાઇન પેમેન્ટની જગ્યાએ કેશ ઓન ડિલિવરી પસંદ કરો. 

કસ્ટમર કેરનો નંબર શોધવા માટે તે કંપનીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news