Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો, તૂટી શકે છે જૂના રેકોર્ડ! ફટાફટ ચેક કરો લેટેસ્ટ ભાવ

Gold Price Today, 19 August 2022: આજે સોના-ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. ભારતીય બુલિયન માર્કેટમાં શુક્રવારના સોના-ચાંકીના રેટ્સમાં ઘટાડો નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે, આજે 10 ગ્રામ સોનાની કિંમત 51,995 રૂપિયા છે.

Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો, તૂટી શકે છે જૂના રેકોર્ડ! ફટાફટ ચેક કરો લેટેસ્ટ ભાવ

Gold Price Today, 19 August 2022: જો તમે સોનું અથવા ચાંદી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. આજે સોના-ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. ભારતીય બુલિયન બજારમાં શુક્રવારના સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, આજે 10 ગ્રામ સોનાની કિંમત 51,995 રૂપિયા છે. ત્યારે, ચાંદી પણ 56,247 રૂપિયા પર કોરોબાર કરી રહી છે.

જાણો શું છે સોનાની કિંમત?
આજે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 389 રૂપિયાના ઘટાડા સાથે 51,995 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. જ્યારે અગાઉના કારોબારી સત્રમાં સોનું 52,384 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. આ સાથે જ ચાંદી પણ 1,607 રૂપિયાના મોટા ઘટાડા સાથે 56,247 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી છે. જ્યારે તમને જણાવી દઈએ કે, અગાઉના કારોબારી સત્રમાં ચાંદી 57,854 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં શું છે હાલ?
તમને જણાવી દઈએકે, આંતરરાષ્ટ્રી બજારમાં સોનું 1,753 ડોલર પ્રતિ ઔંસના નિચલા સ્તર પર કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદીનો ભાવ 19.23 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર છે. એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે કહ્યું કે ગોલ્ડની કિંમત મજબૂત ડોલરના કારણે દબાણમાં છે. આવનારા સમયમાં તેમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.

શું કહે છે એક્સપર્ટ્સ?
સોના-ચાંદીની કિંમતમાં થઈ રહેલા ફેરફારને લઇને એક્સપર્ટ્સનો અભિપ્રાય છે કે આગળ સોનાની કિંમતમાં વધારો જોવા મળી શકે છે. ગ્લોબલ માર્કેટમાં આવી રહેલા સુધારાની અસર ભારતીય બજાર પર જોવા મળશે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે એક મહિના પહેલા 50 હજારની આસપાસ જોવા મળી રહેલું સોનું હવે 52 હજારની આસપાસ પહોંચી ગયું છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, ડોલરમાં જેમ જેમ ઘટાડો આવશે, સોનું અને ચાંદીની કિંમતમાં વધારો થશે. એટલું જ નહીં આ વર્ષના અંતમાં સોનું 55 હજારના સ્તરને સ્પર્શ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news