Mahindra Scorpio Classic Launch: મહિન્દ્રા સ્કોર્પિયોની કિંમત જાણી નાચી ઉઠશો, કંપનીએ કરી જાહેરાત; ફિચર્સ પણ જબરદસ્ત

Mahindra Scorpio Classic Launch: મહિન્દ્રાએ સ્કોર્પિયો ક્લાસિકની કિંમતની જાહેરાત કરી છે. ધ્યાન આપવાની વાત છે કે આ કિંમત ઇન્ટ્રોડક્ટરી છે. એટલે કે થોડા સમય પછી તેમાં વધારો થઈ શકે છે.

Mahindra Scorpio Classic Launch: મહિન્દ્રા સ્કોર્પિયોની કિંમત જાણી નાચી ઉઠશો, કંપનીએ કરી જાહેરાત; ફિચર્સ પણ જબરદસ્ત

Mahindra Scorpio Classic Launch: મહિન્દ્રાએ તેમની સ્કોર્પિયો એસયુવીને તાજેતરમાં નવા અવતારમાં રજૂ કરી છે. આ સ્કોર્પિયો ક્લાસિક નામ આપ્યું છે. મહિન્દ્રાએ હવે તેની કિંમતની પણ જાહેરાત કરી છે. મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિકની કિંમત 11.99 લાખ રૂપિયાથી (એક્સ-શોરૂમ) શરૂ થશે. ધ્યાન આપવાની વાત એ છે કે, આ કિંમત ઇન્ટ્રોડક્ટરી છે. એટલે કે થોડા દિવસ બાદ તેમાં વધારો થઈ શકે છે. તેનું વેચામ હાલમાં આવેલી મહિન્દ્રા સ્કોર્પિયો-એન સાથે કરવામાં આવશે.

બે વેરિયન્ટમાં આવે છે એસયુવી
મહિન્દ્રાની આ એસયુવી બે વેરિયન્ટ- Classic S અને Classic S11 માં આવે છે. જ્યાં ક્લાસિક એસની કિંમત 11.99 લાખ રૂપિયા હશે, ત્યારે ક્લાસિક એક્સ-11 વેરિયન્ટની ઇન્ટ્રોડક્ટરી કિંમત 15.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે. બે વેરિયન્ટ ઉપરાંત તેમાં 6 કલર ઓપ્શન જોવા મળશે.

બંને વેરિયન્ટમાં શું છે અંતર
ક્લાસિક એસ વેરિયન્ટમાં એલઇડી ટેલ લેમ્પ, સેકેન્ડ રોમાં એસી વેન્ટ, હાઈડ્રોલિક એસિસ્ટેન્ડ બોનેટ, બોનેટ સ્કૂપ, ડ્યુઅલ એરબેગ્સ, માઇક્રો હાઈબ્રિડ ટેક અને ઇન્ટેલીપાર્ક જેવા ફિચર્સ મળે છે. બીજી તરફ, S11 વેરિયન્ટમાં જે ફીચર્સ વધુ આપવામાં આવ્યા છે. તેમાં 22.86 સેમી ટચ સ્ક્રીન ઇન્ફોટનમેન્ટ, એલઈડી આઇબ્રો, ડીઆરએલ, સ્પોઇલર, ડાયમંડ, કટ એલોય વ્હીલ અને આગળની સીટો પર આર્મ રેસ્ટનો સમાવેશ થયા છે.

સ્કોર્પિયો ક્લાસિકનું એન્જિન
સ્કોર્પિયો ક્લાસિકમાં 2.2 લીટર સેકેન્ડ જેનરેશન mHawk ડીઝલ એન્જિન આપ્યું છે. આ 132 પીએસનો મેક્સિમમ પાવર અને 300 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. મહિન્દ્રાનું કહેવું છે ફ્યૂલ ઇકોનોમીમાં પણ 15 ટકાનો વધારો થયો છે. ગેરબોક્સ તરીકે માત્ર 6 સ્પીડ ટ્રાન્સમિશન મળે છે.

સ્કોર્પિયો ક્લાસિકનું ઇન્ટીરિયર
તેમાં 9-ઇંચની એન્ડ્રોઈડ આધારિક ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે સ્ક્રીન મિરરિંગને પણ સ્પોર્ટ કરે છે. ડેશબોર્ડ અને સેન્ટ્રલ કન્સોલ પર લાકડાના ઇન્સર્ટ છે, જે થોડો પ્રીમિયમ અનુભવ આપે છે. હવે તમને સનગ્લાસ હોલ્ડર પણ મળશે. સ્ટેયરિંગ વ્હીલમાં ઓડિયો અને ક્રુઝ કંટ્રોલ બટન ઉપલબ્ધ છે. સીટો ફેબ્રિકની બનેલી છે અને હવે તેના પર ડાયમન્ડ પેટર્નની ડિઝાઈન મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news