શેરબજારઃ 5 વર્ષ બાદ શનિવારે ખુલશે BSE, 1 ફેબ્રુઆરીએ બજેટના કારણે થશે ટ્રેડિંગ

BSEએ જાણકારી આપી છે કે 1 ફેબ્રુઆરી 2020 એટલે કે નાણાકીય વર્ષ 2020-21 માટે બજેર રજૂ થવાના દિવસે શેર બજાર ખુલ્લુ રહેશે. 

શેરબજારઃ 5 વર્ષ બાદ શનિવારે ખુલશે BSE, 1 ફેબ્રુઆરીએ બજેટના કારણે થશે ટ્રેડિંગ

મુંબઈઃ બજેટના દિવસે (1 ફેબ્રુઆરી) શનિવાર હોવા છતાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખુલશે. ટ્રેડિંગનો સમય અન્ય કારોબારી દિવસની જેમ સવારે 9.15થી 3.30 કલાક સુધી રહેશે. બીએસઈએ તેનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, શેર બજાર સાથે જોડાયેલા લોકોની અપીલ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે બજેટની જાહેરાતથી બજારમાં ખુબ ચઢાવ-ઉતાર આવે છે. 2015માં પણ બજેટના દિવસે શનિવાર હોવા છતાં બીએસઈ પર ટ્રેડિંગ થયું હતું. સામાન્ય રીતે શનિવાર-રવિવારે શેર બજાર બંધ રહે છે. 

બજેટમાં સરકાર વિદેશી રોકાણ પર ફોકસ કરી શકે છે
આ વર્ષે બજેટમાં આવકવેરા અને શેર બજાર સાથે જોડાયેલી મોટી જાહેરાતોની આશા છે. સરકાર ખાનગી અને વિદેશી રોકાણને પ્રોત્સાહન આપતી જાહેરાતો કરી શકે છે. દેશનો ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી વિકાસ 6 વર્ષના નિચલા સ્તર પર છે. સરકારે વાર્ષિક 5 ટકા વિકાસ રહેવાનું અનુમાન જારી કર્યું છે. આ 11 વર્ષમાં સૌથી ઓછો હશે. 

પાછલા વર્ષે 5 જુલાઈએ પૂર્ણ બજેટના દિવસે સેન્સેક્સ 0.98 ટકા અને નિફ્ટી 1.14 ટકાના નુકસાનમાં રહ્યાં હતા. મોદી સરકારના છેલ્લા 6માંથી 4 પૂર્ણ બજેટના દિવસે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ પાછલા વર્ષે 1 ફેબ્રુઆરીએ અંતરિમ બજેટના દિવસે સેન્સેક્ટમાં 0.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બજેટના દિવસે સેક્ટર વિશેષ સાથે જોડાયેલી જાહેરાતો થવા પર તે સેક્ટરની કંપનીઓના શેરોમાં ચઢાવ-ઉતાર આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news