Taxpayers માટે ખુશખબરી, 8 વર્ષ પછી મળી શકે છે ઈનકમટેક્સ છૂટ સહિત અનેક ભેટ
ઘણા વર્ષોથી કરદાતાઓ માટે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેનાથી તેમને મોટો ફાયદો થયો હોય. આવી સ્થિતિમાં આશા રાખવામાં આવે છે કે આ વખતે સરકાર ટેક્સમાં છૂટની ભેટ આપીને તેમને ખુશ કરી શકે છે.
Trending Photos
Budget 2022: આ વખતના બજેટથી સામાન્ય જનતાને ઘણી આશાઓ છે. વાસ્તવમાં, કોરોનાના કહેરથી તૂટતી અર્થવ્યવસ્થા અને વધતી જતી મોંઘવારીના કારણે લોકોને આશા છે કે સરકાર આ બજેટમાં તેમને રાહત આપી શકે છે. આ ક્રમમાં અર્થવ્યવસ્થાને ગ્રોથ બૂસ્ટર (growth booster) આપવા ઉપરાંત બજેટમાં કરદાતાઓ (Taxpayers) માટે મોટી રાહતની શક્યતા છે. વાસ્તવમાં, ઘણા વર્ષોથી કરદાતાઓ માટે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેનાથી તેમને મોટો ફાયદો થયો હોય. આવી સ્થિતિમાં આશા રાખવામાં આવે છે કે આ વખતે સરકાર ટેક્સમાં છૂટની ભેટ આપીને તેમને ખુશ કરી શકે છે.
સરકારી આપી શકે છે ખુશખબરી
ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ સરકાર પાસે માંગ કરી છે કે 3 વર્ષની ફિક્સ ડિપોઝિટને (Fixed Deposit) ટેક્સ મુક્તિ મર્યાદા (Tax Exemption limit) હેઠળ લાવવામાં આવે. જો સરકાર દ્વારા તેને મંજૂરી મળી જશે તો ચોક્કસપણે મોટી રાહત થશે. ચાલો જાણીએ કે સરકાર કરદાતાઓને ખુશ કરવા માટે શું પગલાં લઈ શકે છે.
FDને ટેક્સ ફ્રી કરવાની ડિમાંડ
ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ માંગણી કરી છે કે ટેક્સ ફ્રી ફિક્સ્ડ ડિપોઝિટનો લોક-ઈન પિરિયડ ઘટાડવો જોઈએ. હાલમાં 5 વર્ષની FD પર ટેક્સ છૂટ મળે છે. પરંતુ, તેને ઘટાડીને 3 વર્ષ કરવાની માગ છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, 3 વર્ષની FDને ટેક્સ મુક્તિ હેઠળ લાવવાથી, કરદાતાઓને (Taxpayers) અન્ય ઉત્પાદનોનો વિકલ્પ પણ મળશે. આ સમયે લોકો ઓછા વ્યાજ દરને કારણે FDને બદલે PPF અથવા સુકન્યા જેવી અન્ય પ્રોડક્ટ્સમાં વધુ રોકાણ કરી રહ્યા છે. તે જ સમયે, જોખમી પરિબળો ધરાવતા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ પણ સારો વિકલ્પ છે.
80Cનો અવકાશ વધવાની અપેક્ષા
હાલમાં, કલમ 80C હેઠળ કરવામાં આવેલ રૂ. 1.5 લાખ સુધીના રોકાણ પર કર મુક્તિ ઉપલબ્ધ છે. આમાં પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના(Sukanya Samriddhi Yojana), જીવન વીમા (Life Insurance) જેવી ઘણી પ્રોડક્ટ્સ છે. અગાઉ વર્ષ 2014માં 80Cનો વ્યાપ રૂ. 1 લાખથી વધારીને રૂ.1.5 લાખ કરવામાં આવ્યો હતો. એટલે કે છેલ્લા 8 વર્ષમાં તેમાં કોઈ ફેરફાર થયો નથી. ખાસ કરીને પગારદાર વર્ગ માટે કલમ 80C ટેક્સ બચાવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. જો સરકાર આ કલમ હેઠળ મુક્તિ મર્યાદા વધારશે તો વધુ લોકો તેમાં રોકાણ કરશે.
બેઝિક લિમિટ પણ વધી શકે છે
મૂળભૂત કર મુક્તિ મર્યાદા (Basic Tax exemption limit) હાલમાં 2.5 લાખ રૂપિયા છે. અગાઉ વર્ષ 2014માં તેને 2 લાખથી વધારીને 2.5 લાખ કરવામાં આવી હતી. પરંતુ, છેલ્લા 8 વર્ષમાં તેમાં પણ કોઈ ફેરફાર થયો નથી. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કરદાતાઓને રાહત આપવા માટે, મૂળભૂત આવકવેરા (Income tax basic limit)ની મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. વાસ્તવમાં આ વર્ષે 5 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં મૂળભૂત મર્યાદા વધારીને કરદાતાઓ એટલે કે ચોક્કસ વર્ગના મતદારોને ખુશ કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે