Budget 2024: જનતા માટે રાહતના સમાચાર, શું બજેટ પછી સસ્તા થઇ જશે સ્માર્ટફોન!

Smartphone Price Cut: 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વર્તમાન મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણી 2024 પહેલા સરકાર સામાન્ય જનતાને રાહત આપી શકે છે. સ્માર્ટફોનના કંપોનેટ્સની કિંમત પણ ઘટાડી શકાય છે, જેનો ફાયદો સામાન્ય યૂઝર્સને મળી શકે છે.

Budget 2024: જનતા માટે રાહતના સમાચાર, શું બજેટ પછી સસ્તા થઇ જશે સ્માર્ટફોન!

Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મોબાઈલ ઈક્વિપમેન્ટના કેટલાક પાર્ટસ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થઈ શકે છે. તો બીજી તરફ તાજેતરમાં જ જાહેર કરાયેલ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે સ્માર્ટફોન બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક્સ કંપોનેંટ પર ઇંપોર્ટ ડ્યૂટી ઘટાડવી જોઈએ નહીં. રિસર્ચર્સનું માનવું છે કે કંપોનેંટના વર્તમાન દરોને જાળવી રાખવાથી ભારતમાં ઉદ્યોગની વૃદ્ધિ અને લાંબા ગાળાના વિકાસ વચ્ચે સંતુલન જળવાઈ રહેશે.

કસ્ટમ ડ્યુટીમાં રાહતની સંભાવના
2024ની લોકસભા ચૂંટણી પહેલા રજૂ થનારા આ વચગાળાના બજેટમાં સરકાર સ્માર્ટફોનના કંપોનેંટ પર લાદવામાં આવેલા કસ્ટમ ડ્યુટી શુલ્કમાં રાહત આપી શકે છે. આ કારણે સ્માર્ટફોનની કિંમત ઘટી શકે છે અને આગામી નાણાકીય વર્ષમાં સ્માર્ટફોન સસ્તા થઈ શકે છે. જો કે, તે સંપૂર્ણપણે સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર નિર્ભર કરશે કે તેઓ તેમના ગ્રાહકોને સસ્તા દરે ફોન આપશે કે નહીં.

ગત વર્ષે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સ્માર્ટફોનમાં ઉપયોગમાં લેવાતા કેમેરા લેન્સ સહિત કેટલાક કંપોનેંટ્સ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. આ ઉપરાંત ફોનમાં વપરાતી લિથિયમ-આયન બેટરી પર આપવામાં આવેલી છૂટને બીજા વર્ષ માટે લંબાવવામાં આવી હતી. સ્માર્ટફોન કંપનીઓ માટે ભારત એક મોટું બજાર છે.  Apple, Samsung, Xiaomi, Vivo, Oppo, Google જેવી બ્રાન્ડ ભારતમાં તેમના સ્માર્ટફોન બનાવી રહી છે.

શું સ્માર્ટફોનની કિંમત ઘટશે?
કેન્દ્ર સરકારનો મેક-ઈન-ઈન્ડિયા કાર્યક્રમ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓને ભારતમાં તેમના ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે આકર્ષિત કરી રહ્યા છે. એપલે ભારતમાં તેના આઈફોનનું ઉત્પાદન અનેક ગણું વધાર્યું છે. તો બીજી તરફ ગૂગલે પણ ભારતમાં તેના Pixel સ્માર્ટફોન બનાવવાની જાહેરાત કરી છે. કમ્પોનન્ટ્સ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાને કારણે સ્માર્ટફોનની કિંમત ઘટાડવાનો નિર્ણય સંપૂર્ણપણે તેને બનાવતી કંપની પર નિર્ભર છે. સ્માર્ટફોન કંપનીઓ તેમના ઉત્પાદનોની કિંમત નક્કી કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news