પરણેલાં હોવ તો આ સ્કીમ તમારા કામની છે! આખી જિંદગી જલસાથી રહેવું હોય તો જલદી જાણી લો

Atal Pension Yojana: પેન્શન પ્લાનિંગથી કરવુ ખૂબ જ જરૂરી છે. જો તમે પણ પોતાની રિટાયમેન્ટને સુરક્ષિત રાખવા માટે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો, આ સમાચાર તમારા માટે છે.

પરણેલાં હોવ તો આ સ્કીમ તમારા કામની છે! આખી જિંદગી જલસાથી રહેવું હોય તો જલદી જાણી લો

નવી દિલ્લીઃ શું તમે પરણેલાં છો, તો આ સ્કીમ તમને કામ લાગે એવી છે. આખી જિંદગી તમારા ખાતામાં જમા થતા રહેશે નાણાં. જો તમે પરણિત છો, તો નાના રોકાણ પર પણ મેળવી શકો છો દર મહિને 10,000 રૂપિયા સુધીનું પેન્શન. આ યોજના અંતર્ગત 18થી 40 વર્શના લોકો અટલ પેન્શન યોજનામાં પોતાનું નોમિનેશન કરાવી શકે છે.

શું છે અટલ પેન્શન યોજના?
હવે જાણીએ કે અટલ પેન્શન યોજના છે શું? અટલ પેન્શન સ્કીમ એક એવી સરકારી યોજના છે, જેમાં તમે કરેલુ રોકાણ તમારી ઉંમર પર નિર્ભર કરે છે. આ યોજના અંતર્ગત ઓછામાં ઓછા 1,000, 2000, 3000, 4000 અને વધુમાં વધુ 5,000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે. આ એક સુરક્ષિત રોકાણ છે.

કોણ કરી શકે છે રોકાણ?
અટલ પેન્શન યોજના અંતર્ગત આ યોજનાની શરૂઆત 2015માં થઈ હતી. જોકે, ત્યારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ હવે આ યોજનામાં 18થી 40 વર્ષનો કોઈપણ ભારતીય રોકાણ કરી શકતો હતો. આ યોજનામાં 60 વર્ષ પછી ઈન્વેસ્ટર્સને પેન્શન મળવાનું શરૂ થાય છે.

શું છે આ યોજનાનાં ફાયદા-
- આ યોજના અંતર્ગત 8થી 40 વર્ષની ઉંમરના વ્યક્તિ અટલ પેન્શન યોજનામાં પોતાનું નોમિનેશન કરાવી શકાય છે.
- આ માટે રોકાણ કરનાર પાસે બેંક અથવા પોસ્ટમાં સેવિંગ અકાઉન્ટ હોવુ અનિવાર્ય છે.
- તમારે એક અટલ પેન્શન અકાઉન્ટ રાખી શકો છો
- આ યોજના અંતર્ગત તમે જેટલુ વહેલુ રોકાણ કરો છો, તેટલુ વધારે પેન્શન મળે છે
- જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે અટલ પેન્શનમાં રોકાણ કરે છે તો, 60 વર્ષ પછી દર મહિને 5,000 રૂપિયા પેન્શન મળે છે. આ માટે તેને દર મહિને માત્ર 210 રૂપિયાનું રોકાણ કરવુ પડે છે.
- આ પ્રકારે આ યોજના સારી પ્રોફીટવાળી છે

કેવી રીતે મળે છે 10,000 રૂપિયાનું પેન્શન-
- આ સ્કીમનો ફાયદો 39થી ઓછી ઉંમરના પતિ-પત્ની ઉઠાવી શકે છે
- જો પતિ અને પત્ની જેમની ઉંમર 30 વર્ષથી ઓછી હોય, તેઓ APY અકાઉન્ટમાં દર મહિને 577 રૂપિયાનું યોગદાન આપી શકે છે
- જો પતિ-પત્નીની ઉંમર 35 વર્ષ છે તો તેમણે દર મહિને 902 રૂપિયા પોતાના APY અકાઉન્ટમાં જમા કરાવવાના રહે છે
- ગેરેન્ટેડ મંથલી પેન્શન ઉપરાંત, જો પતિ કે પત્ની બંનેમાંથી એકનું પણ મૃત્યુ થાય છે તો જીવિત પાર્ટનરને 8.5 લાખ રૂપિયા મળે છે, સાથે જ દર મહિને આખી ઉંમર સુઘી પેન્શન મળે છે.

ટેક્સ બેનિફિટ-
આ રોકાણમાં ટેક્સ બેનિફિટ પણ મળે છે. અટલ પેન્શન યોજનામાં રોકાણ કરનાર લોકોને ઈન્કમ ટેક્સ એક્ટ 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બેનિફિટ પણ મળે છે. આ સ્કીમ સાથે જોડાયેલા શખ્સની અકારણોસર મૃત્યુ થાય છે તો તેના પરિવારને ફાયદો મળે તેવી પણ જોગવાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news