જો આ તારીખ સુધીમાં આ કામ નહીં કરો તો રદ થઈ જશે તમારું PAN Card

 નાણાાંકીય લેવડદેવડ તેમજ આવકવેરા વિભાગને લગતા કામો માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી ઓળખપત્રો છે. આ બંને ઓળખપત્રોને લિંક કરવા અનિવાર્ય છે. પાન અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ પહેલા 31 માર્ચ 2020 હતી, જો કે કેન્દ્ર સરકારે આ સમયમર્યાદા વધારીને 31 માર્ચ 2023 કરી છે. 

જો આ તારીખ સુધીમાં આ કામ નહીં કરો તો રદ થઈ જશે તમારું PAN Card

PAN Card Link with Aadhaar: નાણાાંકીય લેવડદેવડ તેમજ આવકવેરા વિભાગને લગતા કામો માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી ઓળખપત્રો છે. આ બંને ઓળખપત્રોને લિંક કરવા અનિવાર્ય છે. પાન અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ પહેલા 31 માર્ચ 2020 હતી, જો કે કેન્દ્ર સરકારે આ સમયમર્યાદા વધારીને 31 માર્ચ 2023 કરી છે. 

હજુ પણ એવા ઘણા લોકો છે, જેમણે આ બંને ઓળખપત્રોને લિંક નથી કરાવ્યા. જેને જોતાં આવકવેરા વિભાગે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે જે પાન નંબર માર્ચ, 2023 સુધી આધાર સાથે લિંક નહીં કરાય, તે પાન કાર્ડ રદ થઈ જશે. 

પાન-આધાર લિંક કરાવવાથી કોને છૂટ-
મે, 2017માં કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર છૂટની શ્રેણીમાં અસમ, જમ્મુ કાશ્મીર અને મેઘાલય રાજ્યોમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો તેમજ જે લોકો ભારતનાં નાગરિક નથી તેમને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે. 
 

— Income Tax India (@IncomeTaxIndia) December 24, 2022

 

જો પાન કાર્ડ રદ થઈ જાય તો કરદાતાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સૌથી પહેલા તો પાન કાર્ડ વિના IT રિટર્ન ફાઈલ નહીં કરી શકાય. કરદાતાઓને બેન્કો તેમજ અન્ય નાણાકીય બાબતો સાથે સંકળાયેલા પોર્ટલ પર પણ જોખમોનો સામનો કરવો પડે તેમ છે. 

આધારને પાનકાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા-
1. સૌથી પહેલા incometaxindiaefiling.gov.in પર જાઓ
2. રજિસ્ટ્રેશન કરો. તમારો પાન નંબર જ તમારો યુઝર આઈડી છે
3. યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મતારીખ નાંખીને લોગ ઈન કરો
4 પ્રોફાઈલ સેટિંગમાં જઈને લિંક આધાર પર ક્લિક કરો
5 સ્ક્રીન પર તમારા પાન કાર્ડ અને આધારની વિગતોને વેરિફાય કરો
6 જો તમારી ડિટેઈલ મેચ કરે છે તો તમે તમારા આધાર નંબરને લિંક કરો અને link now બટન પર ક્લિક કરો
7 તમને એક પોપ-અપ મેસેજ મળશે, જે આધાર અને પેન કાર્ડના લિંક થવાનું કન્ફર્મેશન આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news