આ દેશમાં લોન્ચ થઇ ડ્રાવર લેસ ડ્રોન ટેક્સી, 35 કિ.મી. સુધી કરી શકશો યાત્રા

આ દેશમાં લોન્ચ થઇ ડ્રાવર લેસ ડ્રોન ટેક્સી, 35 કિ.મી. સુધી કરી શકશો યાત્રા

ચીનની એક કંપનીએ ઓસ્ટ્રિયાની રાજધાની વિએનામાં ડ્રાઇવર લેસ ડ્રોન-ટેક્સી ઇહેંગ-216 લોન્ચ કરી. આ ડ્રોન ટેક્સીનું કુલ વજન 340 કિલો છે. આ ડ્રોન એક કલાકમાં 35 કિલોમીટર સુધી યાત્રા કરી શકે છે. તેમાં બે લોકો બેસી શકે છે. આ ડ્રોનની કિંમત લગભગ 1.55 કરોડ રૂપિયા છે.

130 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ઉડશે આ ડ્રોન
આ ડ્રાઇવર લેસ ડ્રોનની મેક્સિમમ ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ડ્રોનને બનાવનાર કંપનીએ જણાવ્યું છે કે આ ડ્રોનનો પ્રયોગ સ્વાસ્થ્ય સેવાઓમાં કદદ કરવા તથા ઔદ્યોગિક ઉપકરણોને એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે.
drone  

1000થી વધુ ડ્રોનના ઓર્ડર બુક થયા
અત્રે ઉલ્લેખનીય છે કે આ ડ્રોનને લોન્ચ કરવાની સાથે જ ડ્રોન માટે લગભગ 1000થી વધુ ઓર્ડર બુક કરી ચૂક્યા છે. કંપનીએ 2021 પહેલાં લગભગ 300 ડ્રોન ડિલીવર કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. ઇહેંગ-216 પહેલીવાર 2016ના સીઇએસ એટલે કે કંઝ્યૂમર્સ ઇલેક્ટ્રોનિક્સ શોમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ડ્રોનમાં ઘણી બધી મોટરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જોકે આ ડ્રોનને સિસ્ટમ ફેલ થવાની સ્થિતિમાં જમીન પર ઉતારવામાં મદદ કરે છે. 
drone

ઘર સુધી પહોંચશે ભોજન
ઓનલાઇન ખાવા-પીવાની વસ્તુઓ ઉપલબ્ધ કરાવનાનાર કંપની ઝોમેટો ડ્રોન માટે ઘરો સુધી ભોજન પહોંચાડવાની યોજના પર કામ કરી રહી છે. કંપનીએ ટેકઇગલ ઇનોવેશન્સને ખરીદવાની ઘોષણા કરી છે. આ સ્ટાર્ટઅપ દ્વારા જ ડ્રોન દ્વારા કંપની ઘરો સુધી ભોજન પહોંચડશે. ટેકઇગલ ઇનોવેશન્સ લખનઉની એક સ્ટાર્ટઅપ કંપની છે. 
drone

આ છે યોજના
ઝોમેટો ઘરો સુધી ભોજન પહોંચાડવા માટે હાઇબ્રિડ મલ્ટી-રોટોર ડ્રોનનો ઉપયોગ કરશે. ઝોમેટોના સંસ્થાપક અને સીઇઓ દીપિંદર ગોયલે કહ્યું ''અમે આ અનોખી રીતે લોકો સુધી ભોજન પહોંચાડવાની યોજના પ્રાથમિક તબક્કામાં છે. આગામી સમયમાં અમારા ગ્રાહક ઓનલાઇન ઓર્ડરના સમયે ડ્રોન વડે ફૂડની ડિલીવરીનો વિકલ્પ મળવાની આશા રાખી શકે છે. ટેકઇગલની સ્થાપના 2015માં થઇ હતી. આઇઆઇટી કાનપુરથી એન્જીનિયરિંગનો અભ્યાસ કરનાર વિક્રમ સિંહ મીણાએ તેને બનાવ્યું હતું. ઝોમેટોના સીઇઓ ગોયલે કહ્યું 'અત્યારે અમારું કમા મલ્ટી-રોટર ડ્રોન તૈયાર કરવાનું છે. આ ડ્રોન 5 કિલોગ્રામથી ઓછું વજન ઉઠાવી શકશે. અમે ડ્રોન ડિલીવરી સર્કિટ પણ બનાવી રહ્યા છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news