iPhone પર શટડાઉન થઇ ચીની એપ TikTok, યૂઝર્સને જોવા મળી રહી છે નોટિસ

હાલ આ તમામ એપ્સને ભારતમાં ગૂગલ સ્ટોર અને એપ્પલ સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે. એવામાં ભારતીય નાગરિકોને ખૂબ જલદી ગૂગલ પ્લે સ્ટોર પર નહી મળે.

iPhone પર શટડાઉન થઇ ચીની એપ TikTok, યૂઝર્સને જોવા મળી રહી છે નોટિસ

નવી દિલ્હી: સરકાર દ્વારા સોમવારે ચીની એપ્સ પર બેન લગાવ્યા બદ હવે TikTok એ મંગળવારે સાંજે કામ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. હવે TikTok ઓપન કરતાં એક નોટીસ જોવા મળી રહી છે. સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધી આઇફોનમાં ટિકટોકએ કામ કરવાનું બંધ કરી દીધું છે અને નવા વીડિયોઝ લોડ થઇ રહ્યા નથી. હોમ પેજ બ્લેક થઇ ચૂક્યું છે. જોકે એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં હજુ પણ કામ કરે રહ્યું છે. 

TikTok ઓપન કરતાં જ દેખાનાર નોટીસમાં લખ્યું છે, 'અમે ભારત સરકાર દ્વારા 59 એપ્સને બ્લોક કરવાનું પાલન કરી રહ્યા છે. તમામ યૂઝર્સની પ્રાઇવેસી અને સિક્યોરિટી સુનિશ્વિત કરવી અમારી પ્રાથમિકતા છે. ભારત-ચીન વચ્ચે ગલવાન ઘાટીમાંથી થયેલી હિંસક અથડામણ બાદ સરકારે આ સખત પગલાંભર્યા છે. આ અથડામણમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા. આ બધી એપ્સનો ભારતીય મોટી સંખ્યામાં ઉપયોગ કરતા હ્તા. 

ઇન્ફોરમેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલય દ્વારા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ એપ્સના લીધે દેશની અખંડતા અને સુરક્ષાને મોટો ખતરો છે. એટલા માટે સરકારે આ નિર્ણય લીધો છે. હાલ આ તમામ એપ્સને ભારતમાં ગૂગલ સ્ટોર અને એપ્પલ સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે. એવામાં ભારતીય નાગરિકોને ખૂબ જલદી ગૂગલ પ્લે સ્ટોર પર નહી મળે. 

સરકાર કરી રહી છે એપ્સને બ્લોક
કેન્દ્ર સરકાર એપ્સને બેન કરવાને સાથે તેને બ્લોક કરી રહી છે. તેનો અર્થ એ છે કે તમારી ટેલિકોમ પ્રોવાઇડ કંપની પણ આ એપ્સને ડાઉનલોડ કરવાનો વિકલ્પ નહી આપે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news