હવાઇ મુસાફરી થઇ શકે છે સસ્તી, ATFને GSTમાં સમાવેશ કરવાનો સરકારને પ્રસ્તાવ

જી.એસ.ટી કાઉન્સીલની આગામી બેઠક  30 સપ્ટેમ્બરે ગોવામાં થવાની છે. આ બેઠક માટે પહેલાથી જ કેટલાક મુદ્દાઓ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આશા રાખવામાં આવી રહી છે, કે આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દો એ.ટી.એફ અને નેચરલ ગેસના હશે, એરલાઇન્સ પર વધતા આર્થિક દબાણેને કરાણે એ.ટી.એફને જી.એસ.ટીમાં લેવાનો પ્રસ્તાવ જી.એસ.ટી કાઉન્સીલ સમક્ષ મુકવામાં આવી શકે છે. ઉડ્ડયન મંત્રાલયએ પણ નાણાં મંત્રાલયને આ અંગે વિચારણા કરવા કહ્યું હતું. ઉડ્ડયન મંત્રાલયે વધતા ઇનપુટ ખર્ચનો હવાલો દેતા નાણાં મંત્રાલયને એટીએફને GSTમાં સમાવેશ કરવાની અપીલ કરી હતી. જો જી.એસ.ટી કાઉન્સીલની આગામાં બેઠકમાં આ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે તો, વિમાનમાં મુસાફરી કરવી સસ્તી થઇ જશે.
હવાઇ મુસાફરી થઇ શકે છે સસ્તી, ATFને GSTમાં સમાવેશ કરવાનો સરકારને પ્રસ્તાવ

નવી દિલ્હી/પ્રકાશ પ્રિયદર્શી: જી.એસ.ટી કાઉન્સીલની આગામી બેઠક  30 સપ્ટેમ્બરે ગોવામાં થવાની છે. આ બેઠક માટે પહેલાથી જ કેટલાક મુદ્દાઓ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આશા રાખવામાં આવી રહી છે, કે આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દો એ.ટી.એફ અને નેચરલ ગેસના હશે, એરલાઇન્સ પર વધતા આર્થિક દબાણેને કરાણે એ.ટી.એફને જી.એસ.ટીમાં લેવાનો પ્રસ્તાવ જી.એસ.ટી કાઉન્સીલ સમક્ષ મુકવામાં આવી શકે છે. ઉડ્ડયન મંત્રાલયએ પણ નાણાં મંત્રાલયને આ અંગે વિચારણા કરવા કહ્યું હતું. ઉડ્ડયન મંત્રાલયે વધતા ઇનપુટ ખર્ચનો હવાલો દેતા નાણાં મંત્રાલયને એટીએફને GSTમાં સમાવેશ કરવાની અપીલ કરી હતી. જો જી.એસ.ટી કાઉન્સીલની આગામાં બેઠકમાં આ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે તો, વિમાનમાં મુસાફરી કરવી સસ્તી થઇ જશે.

GSTના દાયરાની બહાર છે જેટ ઇંધણ 
એક જુલાઇ 2017 જ્યારે જી.એસ.ટી સાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે 5 સૌથી મહત્વના ગણાતા પેટ્રોલ ડિઝલ, કાચુ તેલ, પ્રાકૃતિક ગેસ અને વિમાનમાં વપરાતા ઈંધણને બાકાત રાખવામાં આવ્યા હતા. કેન્દ્ર અને રાજ્યોને થતા નુકશાન માટે આ પાંચ વસ્તુઓને જી.એસ.ટીના દાયરામાં લાવવામાં વિલંબ થઇ રહ્યો છે. પરંતુ શરૂઆત માટે પ્રાકૃતિક ગેસ અને એ.ટી.એફને યોગ્ય ગણવામાં આવી રહ્યા છે. જી.એસ.ટી કાઉન્લની આગામી બેઠકમાં એ.ટી.એફ અને પ્રાકૃતિક ગેસને જી.એસ.ટીના દાયરામાં લાવવાની વિચારણા થઇ શકે છે.

સરકાર કરી રહી છે સમીક્ષા 
સૂત્રો દ્વારા મળતી માહિતી મૂજબ, એરલાઇન્સ પર વધી રહેલા આર્થિક દબાવને કારણે નાણાં મંત્રાલય પણ એ.ટી.એફને જી.એસ.ટી દાયરામાં લેવાના પક્ષમાં છે. એ.ટી.એફના વિશે બદા રાજ્યોને મનાવવા સહેલા છે. કારણ કે વધારે એરપોર્ટની સંખ્યા ધરાવતા રાજ્યો ખુબ ઓછા છે, જ્યારે આ અંગે અસમ અને ઓડિશા જેવા રાજ્યો આ અંગેના મુદ્દાઓ અગાઉ પણ સરકાર સમક્ષ મુકી ચુક્યા છે. પણ સરકાર એ.ટી.એફને જી.એસ.ટીમાં સામેલ કરવામાં આવે તો રાજ્યોની આવક ઘટી જશે તેથી તેની સમીક્ષા કરી રહે છે.

જેટ એરવેઝની હાલત બગડવાથી થઇ માંગ
જેટ એરવેઝની નાણાંકીય પરિસ્થિતી વધારે નબળી થવાથી એ.ટી.એફને જી.એસ.ટી દાયરામાં લેવાની માંગ થઇ છે, ખરેખર, એરલાઇન્સની ઓરરેટિંગ કોસ્ટના 40ટકા ભાગ તો ATFમાં જાય છે. હાલની પરિસ્થિતીમાં ATF પર 40 ટકા જેટવો ટેક્સ લાગે છે. જો આને જી.એસ.ટીના દાયરામાં લાવામાં આવે તો ટેક્સ ઓછો  થશે અને એરલાઇન્સની આર્થિક હાલતમાં સુધારો આવશે.

ટેક્સ સ્લેબ પર છે મુશ્કેલી
ATFને જી.એસ.ટીમાં સમાવેશ કરવામાં સૌથી મોટી મુશ્કેલી તેના સ્લેબની છે. એ.ટી.એફને જી.એસ.ટી કરના હાલના દર 5,12,18,28 ટકામાં રાખવા મુશ્કેલ સાબિત થઇ શકે છે. વર્તમાનમાં કેન્દ્ર એ.ટી.એફ પર 14 ટકા ઉત્પાદક શુલ્ક લગાવે તો તેના સિવાય રાજ્ય 30 ટકા વેચાણ ખર્ચ અથલા ટેક્સ લગાવે તો, ઓડિશા અન છત્તીસગઢમાં વિમાન ઈંધણ પર 5 ટકા છે, જ્યારે તમિલનાડુમાં 29 ટકા, મહારાષ્ટ્રમાં અને દિલ્હીમાં 25 ટકા જ્યારે કર્નાટકમાં 28 ટકા છે.

28 ટકાના સ્લેબમાં ATFને મુકવાથી શું થશે?

એ.ટી.એફના મામલામાં મોટા એરપોર્ટ ધરાવતા રાજ્યોમાં કર દર 39-44 ટકા થશે. સુત્રોએ કહ્યું કે આનો અર્થ એવો થાય કે, જો એટીએફ પર વધારેમાં વધારે 28 ટકા જીએસટી લાગે તો મોટી સંખ્યામાં રાજ્યોને નુરશાન થઇ શકે છે. આનાથી બચવા માટે રાજ્યોને એટીએફ પર થોડા દરમાં વધારો કરવાની અનુમતી આપવામાં આવશે. પરંતુ આ મુદ્દા માટે કેન્દ્ર આને રાજ્યએ એકમત થવું જરૂરી બનશે. તેમણે વધુમાં કહ્યું કે 28 ટકા જીએસટી દરનો મતલબ ઓછા ટેક્સ વાળા રાજ્યોની એ.ટી.એફની કિંમતમાં વૃદ્ધિ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news