Video : 10 વર્ષની કરિયર પછી રણબીરને એક વાતનું મોટું દુખ, શાહરૂખ પાસે વ્યક્ત કરી વ્યથા

હાલમાં મુંબઈમાં ધમાકેદાર Umang Mumbai Police Awards 2019 યોજાઈ ગયો. 

Video : 10 વર્ષની કરિયર પછી રણબીરને એક વાતનું મોટું દુખ, શાહરૂખ પાસે વ્યક્ત કરી વ્યથા

મુંબઈ : હાલમાં મુંબઈમાં ધમાકેદાર Umang Mumbai Police Awards 2019 યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં રણબીર કપૂર,આયુષ્યમાન ખુરાના, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, તબુ તેમજ શિલ્પા શેટ્ટી જેવા સ્ટાર્સે હાજરી આપી હતી. આ સ્ટાર્સે પોલીસનું મનોરંજન કરતા કાર્યક્રમ પણ સ્ટેજ પર રજૂ કર્યા હતા. હાલમાં આ કાર્યક્રમનો રણબીર તેમજ શાહરૂખનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં રણબીર પોતાનું દુખ વ્યક્ત કરતા કહે છે કે તેને 10 વર્ષની કરિયરમાં એકપણ વાર પોલીસનો રોલ નથી ઓફર થયો. આ વાતનો જવાબ આપતા શાહરૂખે કહ્યું છે કે તેને તો 26 વર્ષની કરિયરમાં આ ઓફર નથી મળી. 

આ કાર્યક્રમના સ્ટેજ પર શાહરૂખે પછી રણબીરને વાયદો કર્યો કે જો તેને પોલીસના રોલવાળી ફિલ્મ મળશે તો તે આ ફિલ્મમાં રણબીરને પણ સાઇન કરાવશે. તેમની આ મીઠી નોકઝોકે કાર્યક્રમને અલગ જ રંગ આપ્યોગ હતો.

રણબીરની કરિયરની વાત કરીએ તો હાલમાં તે ડિરેક્ટર અયાન મુખરજીની બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યો છે. શાહરુખ છેલ્લે ઝીરો ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે તે કઈ ફિલ્મમાં જોવા મળશે એ વિશે ખાસ માહિતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news