'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ની નિષ્ફળતાથી ઠેકાણે આવી ગયું આમિરનું મગજ, કહી મોટી વાત

દિવાળી વખતે રિલીઝ થયેલી આમિરની આ ફિલ્મ સુપરફ્લોપ સાબિત થઈ હતી 

'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ની નિષ્ફળતાથી ઠેકાણે આવી ગયું આમિરનું મગજ, કહી મોટી વાત

મુંબઈ : આમિર ખાન હાલમાં પોતાના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'રૂબરૂ રોશની' માટે ચર્ચામાં છે. આ ફિલ્મની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણે પોતાની છેલ્લી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ની નિષ્ફળતા વિશે જવાબ આપ્યા છે. દિવાળી પર રિલીઝ થયેલી આ મેગા બજેટ ફિલ્મ બહુ ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી. જોકે હવે આમિરે સ્વીકાર્યું છે કે આ ફિલ્મનો ફ્લોપ જવાના દોષનો ટોપલો હું ડિરેક્ટર પર નાખવા નથી માગતો. 

આ દરમિયાન આમિરને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું તે ડિરેક્ટર વિક્ટરને માફ કરશે ત્યારે તેણે કહ્યું કે મને નથી લાગતું કે તેને માફ કરવાની કોઈ જરૂર છે. મને લાગે છે કે હું જે ડિરેક્ટર્સ સાથે કામ કરું છું તેમની નિયત સાફ હોય છે. અમે સારી ફિલ્મ બનાવવા ઇચ્છીએ છીએ પણ ક્યારેક એવું નથી પણ થતું. હું એક ટીમ પ્લેયર છું. જો મારું ડિરેક્ટર ખોટો સાબિત થયો છે તો હું પણ ખોટો સાબિત થયો છું. જોકે, આપણે બધા આપણી ભુલમાંથી જ શીખીએ છીએ. હું મારી ફિલ્મની નિષ્ફળતા માટે જવાબદાર છું. 

ઠગ્સ ઓફ હિન્દોસ્તાન એ યશરાજ ફિલ્મની રિલીઝ હતી અને એને બહુ મોટાપાયે રિલીઝ કરવામાં આવી હતી. આ સિવાય તેની પાસે કમાણી કરવા માટે દિવાળીના તહેવાર જેવો મોકો પણ મળ્યો હતો. આ ફિલ્મને 5000 સ્ક્રીનમાં એકસાથે રિલીઝ કરવામાં આવી હતી. જોકે, આમ છતાં ફિલ્મ જબરદસ્ત ફ્લોપ ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news