રાજકોટ પોલીસ માટે પણ માથુ ખંજવાળતો વિષય બન્યો 3 પિતરાઈનો સામુહિક આત્મહત્યાનો કિસ્સો

રાજકોટના વેજા ગામમાંથી એક જ પરિવારના ત્રણ સભ્યોની લાશ ગઈકાલે કુવામાંથી મળી હતી. મૃત હાલતમાં મળેલા બે યુવક અને એક યુવતી પિતરાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ત્રણેયે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો. જોકે, આવુ કરવા પાછળ શું કારણ છે તે પોલીસ માટે પણ માથુ ખંજવાળતો વિષય બન્યો છે. 

Updated By: Jun 3, 2021, 12:08 PM IST
રાજકોટ પોલીસ માટે પણ માથુ ખંજવાળતો વિષય બન્યો 3 પિતરાઈનો સામુહિક આત્મહત્યાનો કિસ્સો

ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટના વેજા ગામમાંથી એક જ પરિવારના ત્રણ સભ્યોની લાશ ગઈકાલે કુવામાંથી મળી હતી. મૃત હાલતમાં મળેલા બે યુવક અને એક યુવતી પિતરાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ત્રણેયે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો. જોકે, આવુ કરવા પાછળ શું કારણ છે તે પોલીસ માટે પણ માથુ ખંજવાળતો વિષય બન્યો છે. 

3 પિતરાઈએ એકસાથે કૂવામાં કૂદી મોત વ્હાલુ કર્યું 
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર રોડ પરના મનહરપુર ઢોળા પાસે રહેતા કવા પબા બાંભવા (ઉ.વ.16), તેની પિતરાઇ બહેન પમી હેમાભાઇ બાંભવા (ઉ.વ.18) અને રેલનગરના સંતોષીનગરમાં રહેતા પિતરાઇ ડાયા પ્રભાતભાઇ બાંભવા (ઉ.વ.17) ના મૃતદેહો ગઈકાલે કૂવામાંથી મળ્યા હતા. પિતરાઈ ભાઈબહેનોએ સજોડે આત્મહત્યા કરી લેવાનું શુ કારણ છે તેનાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. 

પમી કોઈને કહ્યા વગર ઘરમાંથી નીકળી ગઈ હતી 
આ ઘટનામાં પોલીસને પ્રેમ પ્રકરણ હોવાની શંકા ગઈ છે. કારણ કે, પમીના લગ્ન પાંચ વર્ષ પહેલા જ કાલાવડના ફગાસ ગામના મેહુલ માટિયા સાથે થયા હતા. પમીને ગુરુવારે સાસરે મૂકવા જવાની હતી. જોકે તે પહેલા મંગળવારે રાત્રે 12 વાગ્યા પછી પમી તેના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઇ હતી. બુધવારે ત્રણેયની લાશ કૂવામાંથી મળી હતી. ત્યારે આખરે પમીએ સાસરે જવાને બદલે મોતને કેમ પસંદ કર્યું. અને તેની સાથે બંને પિતરાઈ શુ કરી રહ્યા હતા અને તેમણે કેમ મોત વ્હાલુ કર્યું તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.  

ત્રણેય એક બાઈક પર જ કૂવા સુધી ગયા હતા
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, ત્રણેય પિતરાઈ એક બાઈક પર સવાર થઈને કૂવા સુધી ગયા હતા. પહેલા પબા તેના પિતરાઈ ડાયાને મળવા ગયો હતો. બંને જણા 11.30 વાગ્યા સુધી વાતો કરતા બેસ્યા હતા. તેના બાદ બાઈક પર ત્યાંથી નીકળી ગયા હતા. રાત્રે 12 વાગ્યા પછી મનહરપુર ઢોળે ગયા હતા અને ત્યાંથી પમીને ઉઠાવી હતી અને ત્રણેય એક જ બાઇકમાં ત્યાંથી નીકળી ગયા હતા. બુધવારે બપોરે ત્રણેયની લાશ કૂવામાંથી મળી આવી હતી. પમી, કવા અને ડાયાએ આખીરાત ક્યાં વીતાવી હતી તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.